+

Ambani Family : નીતા અંબાણીએ નૃત્ય સાથે કરી માતાજીની સ્તુતિ,જુઓ Video

Pre-Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ( Anant Radhika  Pre Wedding) ફંક્શન્સ 3 માર્ચ સુધી યોજાયું હતું જેમાં ગુજરાતના જામનગરમાં 1લી માર્ચ 2024 થી લગ્ન પહેલાની ઉજવણી શરૂ…

Pre-Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ( Anant Radhika  Pre Wedding) ફંક્શન્સ 3 માર્ચ સુધી યોજાયું હતું જેમાં ગુજરાતના જામનગરમાં 1લી માર્ચ 2024 થી લગ્ન પહેલાની ઉજવણી શરૂ થઈ. જેમાં દેશ-વિદેશની અનેક પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો.જેમાં વધુ એક વીડિયો નીતા અંબાણી (Nita Ambani) નો સામે આવ્યો છે, જેમાં તેઓ ‘યા દેવી સર્વભૂતેષુ’ પર શાનદાર નૃત્ય કરતી જોવા મળ્યા હતા. આ સિવાય રાધિકાએ પણ અનંત માટે ખાસ ડાન્સ કર્યો હતો.

 

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્રના પ્રી-વેડિંગ( Pre-Wedding) ફંક્શનના ઘણા ફોટો અને વિડિયોઝ સામે આવી રહ્યા છે. એવામાં હવે નીતા અંબાણીનો (Nita Ambani) એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ‘યા દેવી સર્વભૂતેષુ’ પર શાનદાર નૃત્ય કરતી જોવા મળ્યા હતા. આ સિવાય રાધિકાએ પણ અનંત માટે ખાસ ડાન્સ કર્યો હતો.

 

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેલિબ્રેશન એક હસ્તાક્ષર સમારોહ અને મહાઆરતી સાથે સમાપ્ત થયું. આ દરમિયાન નીતા અંબાણીએ વિશ્વંભરી સ્તુતિ, માતા અંબેને સમર્પિત એક પવિત્ર સ્તોત્ર, શક્તિના મૂર્ત સ્વરૂપ પર એક પ્રદર્શન રજૂ કર્યું હતું જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અને રાધિકા માટે તેમના નૃત્ય પ્રદર્શન દ્વારા માતા અંબેના આશીર્વાદ માંગ્યા હતા. નીતા અંબાણી તેણીનું પ્રદર્શન એમની પૌત્રીઓ અને તમામ યુવા છોકરીઓને પણ સમર્પિત કર્યું છે જે સ્ત્રીની ઉર્જાનું પ્રતીક છે.

 

આ  પણ  વાંચો –

Whatsapp share
facebook twitter