+

AHMEDABAD : પોલીસકર્મીની સગીર પુત્રી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ

AHMEDABAD : અમદાવાદ (AHMEDABAD) ના ઓઢવ વિસ્તારમાં લગ્નની લાલચે પોલીસકર્મીની (POLICE MAN) સગીર પુત્રી (UNDERAGE GIRL) પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકની સગીરા સાથે સગાઇ…

AHMEDABAD : અમદાવાદ (AHMEDABAD) ના ઓઢવ વિસ્તારમાં લગ્નની લાલચે પોલીસકર્મીની (POLICE MAN) સગીર પુત્રી (UNDERAGE GIRL) પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકની સગીરા સાથે સગાઇ થયા બાદ ઘરમાં તેની અવર-જવર રહેતી હતી. તે દરમિયાન યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. આખરે યુવકે અચાનક લગ્નની ના પાડી દીધી હતી. સગાઇ અને લગ્નની ના પાડવા વચ્ચે માત્ર થોડાક મહિનાઓનું જ અંતર છે. આખરે ઉપરોક્ત મામલે ઓઢવ મથકમાં પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકની ઘરમાં અવર-જવર રહેતી હતી

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લગ્નની લાલચે સગીરા જોડે દુષ્કર્મની ઘટનાએ સૌને ચોંકાવ્યા છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પોલીસકર્મીની સગીર વયની પુત્રીની પંચમહાલના શહેરાના અતુલ નામના શખ્સ જોડે સગાઇ થઇ હતી. સગાઇ બાદ પરિચય વધતા પરિવારો નજીક આવ્યા હતા. જે બાદ યુવકની ઘરમાં અવર-જવર રહેતી હતી. તે દરમિયાન લગ્નની લાલચે યુવકે સગીરા પર બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ સિલસિલો થોડાક સમય ચાલ્યો હતો.

લગ્ન કરવાની ના પાડતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા

જો કે, તેવામાં યુવકે પરિસ્થીતીથી એકદમ વિપરીત નિર્ણય જાહેર કર્યો હતો. યુવકે અચાનક જ લગ્ન કરવાની ના પાડતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. સગાઇ અને લગ્નની ના પાડવા વચ્ચે માત્ર થોડાક મહિનાઓ વચ્ચેનું જ અંતર હતું. દરમિયાન યુવકે સગીરાનો દેહ ચૂંથ્યો હતો.

પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

જે બાદ સગીરાએ તેની સાથે થયેલી આપવિતી જણાવતા મામલો ઓઢવ પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસે અતુલ (રહે. પંચમહાલ) સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જે બાદ આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો — Tapi : RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યા, મૃતદેહ ઝાડી ઝાંખરામાં ફેંકી હત્યારાઓ ફરાર!

Whatsapp share
facebook twitter