+

Ahmedabad : શાંતિ એશિયાટિક શાળાને બંધ કરવા લેવાયો નિર્ણય

Ahmedabad :અમદાવાદ(Ahmedabad )માં શાંતિ એશિયાટીક શાળા (Shanti Asiatic School)આગની ઘટના મામલો લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી સથે વાત જરૂરી તમામ પૂર્ણ કર્યા બાદ જ શાળાને ઓફલાઇન શિક્ષણ…

Ahmedabad :અમદાવાદ(Ahmedabad )માં શાંતિ એશિયાટીક શાળા (Shanti Asiatic School)આગની ઘટના મામલો લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી સથે વાત જરૂરી તમામ પૂર્ણ કર્યા બાદ જ શાળાને ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાન સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ના થયા ત્યાં સુધી શાળા બંધ રહેશે . જો કે સ્કૂલના સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્કૂલ ખોટું બોલી રહી છે. આ ઘટનાને પગલે હવે ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે.

ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ ચર્ચામાં છે. વાલીઓનો આરોપ છે કે, ગઇકાલે  એ સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેને લઈ આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે. ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ બાબતે કોઈ જાણકારી ન આપવામાં આવતા વાલીઓ રોષે ભરાયા છે. એસીમાં બ્લાસ્ટના કારણે લાગેલી આગથી બાળકો ગભરાઈ ગયા હોવાના આક્ષેપો વાલીઓ કરી રહ્યા છે. આગના કારણે અફરાતફરી મચી ગઈ હતી. વાલીઓનું કહેવું છે કે, સ્કૂલના સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્કૂલ ખોટું બોલી રહી છે. આ ઘટનાને પગલે હવે ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે.

વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો

શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. ફાયરનાં સાધનો એક્સપાયર થવા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. વાલીઓએ સ્કૂલ અંદર જઈને જાતે જ ફાયરનાં સાધનોની તપાસ કરી છે. સ્કૂલના સંચાલકો યોગ્ય જવાબ ન આપતા હોવાનો વાલીઓનો આરોપ છે.

ભારે આનાકાની બાદ અધૂરા સીસીટીવી ફૂટેજ બતાવ્યા હોવાનો આક્ષેપ

વાલીઓ ડાયેક્ટરની ચેમ્બરમાં ઘૂસી જઇને હોબાળો મચાવતાં મહિલા પોલીસ સહિતનો સ્ટાફ સ્કૂલમાં દોડી આવ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પહેલાં સીસીટીવી બતાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સ્ટાફ ઓછો હોવાનું અને સીસીટીવી એક્સસ ન હોવાનું કહીને આનાકાની કરવામાં આવી રહી હતી, પરંતુ વાલીઓ દ્વારા ઉગ્ર હોબાળો કરવામાં આવતાં સંચાલકો દ્વારા 5 વ્યક્તિઓને સીસીટીવી બતાવવા માટે સહમતિ દર્શાવી હતી. જોકે વાલીઓની માંગ હતી કે જો મોકડ્રીલ હતી તો સીસીટીવીને સ્કૂલના મેદાનમાં પ્રોજેક્ટર લગાવીને જાહેરમાં બતાવવામાં આવે. આખરે સંચાલકો વાલીઓની માંગ સામે ઝૂક્યા હતા અને સીસીટીવી જાહેરમાં બતાવ્યા હતા.

આ પણ  વાંચો – Ahmedabad: PCR Van માં આરોપીએ Beer પીધું, viral video

આ પણ  વાંચો – VADODARA : નેશનલ હાઇ-વે પર મોંઘીદાટ ગાડીઓમાં સ્ટંટબાજી

આ પણ  વાંચો – VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીને હાથ વડે પંખો નાંખવો પડે તેવી સ્થિતી

Whatsapp share
facebook twitter