Ahmedabad BJP Conclave: આજરોજ અમદાવાદમાં કર્ણાવતીમાં BJP મહિલા મોરચા દ્વારા સ્માર્ટ સિટી કોન્ક્લેવ (Smart City Conclave) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવના માધ્યમથી મહિલાઓેને મતદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત BJP મહિલા મોરચામાં જોડાઈને દેશની સેવામાં ભાગરૂપનો આગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કોન્ક્લેવથી BJP દ્વારા મહિલા સશક્તિકરણમાં કેવા માપદંડો તૈયાર કરવામાં આવ્યા છે. તેનો વિસ્તૃત ખ્યાલ જાહેર કરવમાં આવ્યો હતો.
- અમદાવાદમાં સ્માર્ટ સિટી કોન્ક્લેવનું કરાયું આયોજન
- કોન્ક્લેવમાં સી આર પાટીલનું નિવેદન
- કોન્ક્લેવમાં હાજર અગ્રણીઓના નામ
જૈ પૈકી કર્ણાવતીમાં BJP મહિલા મોરચા દ્વારા કરવામાં આવેલું સ્માર્ટ સિટી કોન્ક્લેવ (Smart City Conclave) માં વિભિન્ન શ્રેણીઓની મહિલાઓ હાજર રહી હતી. આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં BJPના ઉમેદવારોને જંગીબહુમતીથી જીતાડવાનો હતો. ત્યારે આ કાર્યક્રમમાં જન સંપર્ક અભિયાન અંતર્ગત મહિલા મોરચાની કાર્યકર્તાઓ મહિલાઓનો સંપર્ક કરી BJPને મત આપવા માટે પ્રોત્સાહન આપશે.
કોન્ક્લેવમાં સી આર પાટીલનું નિવેદન
તે ઉપરાંત આ કાર્યક્રમમાં BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C R Patil) પણ હાજર રહ્યા હતા. તેમણે આ કોન્ક્લેવમાં નિવેદન આપતા કહ્યું હતું કે, ભારત દેશમાં મહિલા સશક્તિકરણના ઈતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નું નામ સૌથી મોખરે રહેશે. અવાર-નવાર દેશની મહિલાઓ દ્વારા તેમને મળતા આર્થિક અને સામાજિક લાભ બદલ PM Modiનો આભાર માનવામાં આવતો હોય છે. હાલમાં, મનપા અને નગરપાલિકમાં મહિલાઓને 50 ટકા અનામત આપવામાં આવી છે.
કોન્ક્લેવમાં હાજર અગ્રણીઓના નામ
અંતે આ કાર્યક્રમમાં અમદાવાદમાં BJP મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરવાડા દ્વારા કોન્ક્લેવમાં હાજર મહિલાઓને મતદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, BJP મહિલા મોરચા દીપિકા સરવાડ સહિત કે સી પટેલ, સંજ્ય પટેલ સાથે અન્ય BJPના અગ્રણીઓ અને નેતા હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: Vaibhav Gehlot Statement: ભાજપના રાજમાં ગુજરાત કરતા રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઊંચા
આ પણ વાંચો: Gujarat માં ‘ટનાટન’ રાજનીતિ પહોંચી પરાકાષ્ઠાએ
આ પણ વાંચો: VADODARA : કંપનીના મોટા ટ્રાન્ઝેક્શન જોઇ બેંક મેનેજરે દાનત બગાડી