+

Radhanpur Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનાં ગઢમાં મોટું ગાબડું!

લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે રાધનપુર કોંગ્રેસના (Radhanpur Congress) ગઢમાં ગાબડું પડ્યું છે. પાટણ ( Patan) લોકસભાના કોંગ્રેસ…

લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે રાધનપુર કોંગ્રેસના (Radhanpur Congress) ગઢમાં ગાબડું પડ્યું છે. પાટણ ( Patan) લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર જાહેર થાય તે પૂર્વે ભંગાણ સર્જાયું છે. રાધનપુરમાં કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો છે. મહેમદાવાદ (Mehmedavad) ગામના સરપંચ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સહિત 50 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. માહિતી મુજબ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના (Bharat Singh Dabhi) ચૂંટણી પ્રવાસ દરમિયાન આ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં (BJP) જોડાયા છે. હવે તેઓ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમર્થન આપશે.

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના (Congress) કેટલાક નેતાઓએ પક્ષપલટો કરી ભાજપનો (BJP) કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. રાધનપુર કોંગ્રેસના (Radhanpur Congress) ગઢમાં મોટું ગાબડું પડ્યું હોવાના સમાચાર છે. પાટણ (Patan) લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પૂર્વે રાધનપુરમાં કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરિયા ખેસ ધારણ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહેમદાવાદ ગામના સરપંચ, પૂર્વ તા. પંચાયત સદસ્ય ભાજપમાં જોડાયા છે. તેમની સાથે કુલ 50 કાર્યકરો પણ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના (Bharat Singh Dabhi) ચૂંટણી પ્રવાસ દરમિયાન આ 50 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ સાથે લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમર્થન પણ આપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા પાટણ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – Chotaudepur Election News: જિલ્લામાં કોંગ્રેસ તરફથી Lok Sabha Election માટે કોણ મેદાનમાં ઉતશે ?

આ પણ વાંચો – Banaskantha Police: થરાદના પૂર્વ ધારાસભ્ય એ આ શું કહ્યું…?

આ પણ વાંચો – VADODARA : બાહુબલી મધુ શ્રીવાસ્તવની ધારાસભ્ય અને સાંસદ બંને ચૂંટણી લડવાની તૈયારી, જાણો કોને ટેકો આપશે

Whatsapp share
facebook twitter