+

Parikrama Mohotsav 2024: અંબાજી ખાતે આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પ્રારંભ

અહેવાલ  -શક્તિસિંહ રાજપુત,અંબાજી   Parikrama Mohotsav-2024 : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ…

અહેવાલ  -શક્તિસિંહ રાજપુત,અંબાજી

 

Parikrama Mohotsav-2024 : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024’ નો પ્રારંભ (Parikrama Mohotsav-2024) થયો છે.માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યાં છે.

 

 

આ વર્ષે મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા છે.આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવ્યા હતા ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે. નવમા પાટોત્સવમાં આ વખતે ખૂબ જ સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ છે.

12 થી 16 ફેબ્રુઆરી સુધી ચાલનારા પરિક્રમા મહોત્સવના આજે પ્રથમ દિવસે શંખનાદ યાત્રા અને પાલખી યાત્રા ની શરૂઆત કરાઈ ત્યારે મોટી સંખ્યામાં જય ભોલે ગ્રુપના સભ્યો સહિત ગુજરાત અને ગુજરાત બહારથી આવેલા ભક્તો આ યાત્રામાં જોડાયા હતા. અંબાજી ખાતે અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા ત્યારે સમગ્ર અરવલ્લીની ગિરિમાળામાં જય અંબે નો નાદ ગુંજી રહ્યો છે.

750 જેટલી બસોમાં ભક્તો દૂર દૂરથી પરિક્રમા મહોત્સવ મા હાજરી આપવા આવી રહ્યા છે અને તમામ ભક્તો માટે વિનામૂલ્યે ભોજન ની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાઈ છે. બનાસકાંઠા સાંસદની હાજરીમાં પરિક્રમા મહોત્સવ ખુલ્લો મુકાયો હતો.

 

પાંચ દિવસ સુધી પરિક્રમા મહોત્સવ ચાલશે

2024 પરિક્રમા મહોત્સવ નો પ્રારંભ બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ ના હસ્તે શરૂ થયો હતો. શંખનાદ યાત્રા દીપેશ પટેલ, જય ભોલે ગ્રુપ, અમદાવાદ ના સભ્યો દ્વારા શરૂ કરવામાં આવી હતી. આનંદ ગરબા મંડળ પણ આજથી 24 કલાકની અખંડ ધૂન શરૂ કરવા ગબ્બર ખાતે પહોંચી ગયા હતા. આજના કાર્યક્રમમાં યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલ ,બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિરના ચેરમેન વરુણકુમાર બરણવાલ અને અંબાજીના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિત વહીવટી અઘિકારીઓ અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ  પણ  વાંચો  – Surendranagar : વીજ કરંટ લાગતા 3 શ્રમિકોના ઘટના સ્થળે મોત, 6 શ્રમિકો સારવાર હેઠળ

 

Tags : ,Parikrama Mohotsav,51 Shaktipatha Parikrama Festival,Ambaji,Shakti Singh Rajput,Triveni,Gujarat,Rajasthan,SHRI 51 SHAKTIPITH
Whatsapp share
facebook twitter