+

જન્મદિવસના 2 સપ્તાહ બાદ ફરાહ ખાનની માતાનું થયું નિધન, જાણો કારણ….

Farah Khan Mother: બૉલિવૂડ કોરિયોગ્રાફર અને નિર્દેશક Farah Khan ની માતા Menaka Irani નું આજરોજ નિધન થયું છે. જોકે Farah Khan કે તેના ભાઈ સાજિદ ખાને આ વાતની પુષ્ટિ કરી…

Farah Khan Mother: બૉલિવૂડ કોરિયોગ્રાફર અને નિર્દેશક Farah Khan ની માતા Menaka Irani નું આજરોજ નિધન થયું છે. જોકે Farah Khan કે તેના ભાઈ સાજિદ ખાને આ વાતની પુષ્ટિ કરી નથી. પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે, Menaka Irani એ મુંબઈની હોસ્પિટલમાં આજરોજ અંતિમ શ્વાસ લીધા હતાં. જોકે તેમની ઘણા સમયથી તબિયત ખરાબ હતી. ત્યારે તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત Menaka Irani કઈ બીમારીથી પીડિત હતી. તે પણ હજું સામે આવ્યું નથી.

  • Menaka Irani એ તેમનો 79 મો જન્મદિવસ ઉજવ્યો

  • માતની કદર કરવામાં વિલંબ કરતા હોઈએ છીએ

  • સર્જરી પછી પણ તેમનો રમૂજી સ્વભાવ જોવા મળે છે

જોકે હલમાં જ મેનકા ઈરાનોનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. તો બીજી તરફ ગત દિવસો દરમિયાન જ્યારે Farah Khanએ Menaka Irani સાથે એક ફોટ શેર કર્યો હતો. ત્યારે ફરાહે માતા Menaka Irani ના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અને લખ્યું હતું કે, માતા ઘણા દિવસો બાદ સર્જરી કરાવીને ઘર પરત ફરી છે. જે મારા માટે ખુશીની વાત છે. ત્યારે આ વર્ષે Menaka Iraniએ તેમનો 79 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તો Menaka Irani બાળ કલાકાર ડેઝી ઈરાની અને હની ઈરાનીની બહેન છે. Menaka Irani એ ફિલ્મ નિર્માતા કામરાન સાથે લગ્ન કર્યા હતાં.

માતની કદર કરવામાં વિલંબ કરતા હોઈએ છીએ

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

ત્યારે Menaka Irani પણ બોલિવૂડની એક સમયે પ્રખ્યાત અભિનેત્રી રહી ચૂકી છે. તેમણે વર્ષ 1963 માં ફિલ્મ બચપનમાં શાનદાર કામ કર્યું હતું. જોકે આ ફિલ્મની કહાની સલીમ ખાનને લખી હતી. તો Farah Khan એ Menaka Irani ના જન્મદિવસ પર તેઓ હોસ્પિટલમાં દાખલ છે, તે વાતની માહિતી અન્ય લોકોને આપી હતી. ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આપણે સૌ આપણી પોતાની માતની કદર કરવામાં વિલંબ કરતા હોઈએ છીએ. ખાસ કરીને હું.

સર્જરી પછી પણ તેમનો રમૂજી સ્વભાવ જોવા મળે છે

તો Farah Khan એ આગળ વધુમાં લખ્યું હતું કે, ગયા મહિને મને સમજાયું કે હું મારી માતા મેનકાને કેટલો પ્રેમ કરું છું.. તે સૌથી મજબૂત અને બહાદુર વ્યક્તિ છે. સર્જરી પછી પણ તેમનો રમૂજી સ્વભાવ જોવા મળે છે. હાલ તમે હોસ્પિટલમાં છો અને હું આશા વ્યક્ત કરું છું કે, તમે જલ્દીથી ઘરે પરત આવશો. હું તમારી રાહ જોઈને બેઠી છું. તમે ફરીથી મજબૂત બનો તે માટે હું પ્રાર્થના કરું છું. હું તમને ઘણો પ્રેમ કરું છું.

આ પણ વાંચો: Hollywood : ફેમસ સિંગર પર સેક્સ એડિક્ટ હોવાનો ગંભીર આરોપ

Whatsapp share
facebook twitter