Liquor Trafficking : ડ્રગ્સના બે નંબરી ધંધા બાદ ગુજરાતમાં જો કોઈ બીજો કાળો કારોબાર હોય તે છે દારૂનો વેપાર. દારૂની હેરાફેરી (Liquor Trafficking) દસકાઓથી ગુજરાતમાં ચાલી રહી છે અને તેના માટે IPS અધિકારીઓના આર્શીવાદ હોવા જરૂરી છે. રાજ્યના સરહદી જિલ્લાઓમાં SP નિમણૂક મેળવવા પડાપડી કરતા હોવાનું કારણ દારૂનો કરોડોનો વેપાર (Liquor Trade) છે. અમદાવાદ શહેરના છેવાડે દારૂ ભરેલી ફોર્ચ્યુનરે સર્જેલા ગમખ્વાર અકસ્માત બાદ અનેક સવાલ ઉભા થયા છે. 210 KMની ઝડપે દોડી રહેલી ફોર્ચ્યુનરનો પીછો કોઈ પોલીસ એજન્સી નહોતી કરી રહી તો, કોણ તેની પાછળ બદમાશ પોલીસ ગેંગ હતી ? શહેર પોલીસના કેટલાંક અધિકારી-કર્મચારીઓમાં ચાલતી ચર્ચા અનુસાર અમદાવાદની બદમાશ પોલીસ ગેંગ શંકાના દાયરામાં આવી છે. બદમાશ પોલીસ ગેંગમાં કોણ છે સામેલ અને શું કરે છે કામ ? જાણો આ અહેવાલમાં…
3ના મોત માટે જવાબદાર કોણ ?
દારૂથી ખીચોખીચ ભરેલી ફોર્ચ્યુનરે સર્જેલા ગમખ્વાર અકસ્માત (Fatal Accident) બાદ મીડિયા અને પોલીસમાં એક જ ચર્ચા હતી. 3ના મોત માટે જવાબદાર કોણ ? સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) અને અમદાવાદ પીસીબી (PCB Ahmedabad) ચર્ચામાં આવી હતી. SMC ના ડીવાયએસપી કે. ટી. કામરિયા (K T Kamariya) એ ખૂલાસો કર્યો કે, તેમની ટીમ પીછો કરતી ન હતી. કોઈએ ખોટી અફવા ફેલાવી છે. Gujarat First એ અમદાવાદ પીસીબી અને ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓને આ મામલે કરેલા સવાલમાં પણ નન્નો ભણ્યો હતો. વાસ્તવમાં પોલીસ બુટલેગરની ગાડીનો પીછો કરતી હતી કે અમદાવાદની બદમાશ પોલીસ ગેંગ તે મોટો સવાલ છે.
રાજ્યમાં દારૂ કયા-કયા જિલ્લામાંથી ઘૂસે છે ?
પંજાબ-હરિયાણા અને રાજસ્થાનથી આવતો દારૂનો મુખ્ય રૂટ બનાસકાંઠા જિલ્લો (Banaskantha District) અને સાબરકાંઠા જિલ્લો (Sabarkantha District) છે. અરવલ્લી જિલ્લો Liquor Trafficking માંથી બાકાત નથી. મધ્યપ્રદેશથી આવતો વિદેશી દારૂ મુખ્યત્વે દાહોદ (Dahod) છોટા ઉદેપુર (Chhota Udaipur) અને મહિસાગર જિલ્લો (Mahisagar District) બુટલેગરોનો માર્ગ છે. મહારાષ્ટ્રથી તાપી જિલ્લા (Tapi District) માં અને દમણથી વલસાડ જિલ્લા (Valsad District) માં થઈને IMFL ઘૂસાડવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં દારૂ પહોંચાડવા અમદાવાદનો રિંગ રોડ
બનાસકાંઠા, સાબરકાંઠા અને ક્યારેક અરવલ્લી જિલ્લામાંથી દારૂ ભરેલા વાહનો ઘૂસાડવામાં આવે છે. IPS અધિકારીઓની લીલીઝંડી હોવાથી એક ચોક્ક્સ સમયે આ વાહનો પસાર થાય છે. સૌરાષ્ટ્ર (Saurashtra) ના 10થી વધુ જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના રૂટથી Liquor Trafficking થાય છે. વચ્ચે આવતા મહેસાણા-ગાંધીનગર જિલ્લા બાદ લીકર માફિયા (Liquor Mafia) સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પહોંચવા મુખ્યત્વે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરી રહ્યાં છે. ચરોતરમાં પણ આ રૂટથી મોટાભાગનો IMFL જાય છે. દારૂની હેરાફરી માટે આ માર્ગ સિલ્ક રૂટ (Silk Route) સમાન છે.
તોડના થાય તો દારૂ લૂંટી લેતી પોલીસ ગેંગ
હરિફ ગેંગ અથવા બાતમીદારના ઈશારે ખેલ કરતી અમદાવાદની બદમાશ પોલીસ ગેંગના કારનામાઓથી શહેરના કેટલાંક પોલીસ અધિકારી/કર્મચારીઓ સારી રીતે વાકેફ છે. બદમાશ પોલીસ ગેંગ (Police Gang) ગુજરાત-રાજસ્થાન સરહદથી રાજ્યમાં પ્રવેશતા દારૂ ભરેલા વાહનોનો પીછો કરે છે. અમદાવાદ શહેરની હદમાં ખેપીયાની કાર કે ટ્રક પ્રવેશ્યા બાદ તેને સરદાર પટેલ રિંગ રોડ પર આંતરવામાં આવે છે. દારૂ ભરેલા વાહનો સામાન્ય રીતે રાતે અથવા વહેલી સવારના અમદાવાદથી પસાર થતાં હોય છે એટલે આ ગેંગ રાત પડતા સક્રિય થાય છે. દારૂ ભરેલા વાહનને પકડ્યા બાદ પોલીસ તરીકેની ઓળખ આપી મોટી રકમનો તોડ કરવામાં આવે છે. તોડની રકમ ના હોય તો દારૂનો જથ્થો લૂંટી લઈ આ માલ અમદાવાદના સ્થાનિક બુટલેગરોને વેચી દઈ રોકડી કરે છે. કયારેક ક્યારેક પોલીસ એજન્સી (Police Agency) ના મળતીયા કર્મચારીઓને આ ગેંગ બારોબાર કેસ પણ આપી દેતા હોવાની ચર્ચા છે.
બદમાશ પોલીસ ગેંગમાં કોણ-કોણ છે સામેલ ?
ગુનાહિત માનસિકતા ધરાવતા કેટલાંક પોલીસવાળા આ ગેંગમાં સામેલ છે. સાથે જ 150-200 KMની ઝડપે વાહન ચલાવી શકતા હોય તેવા પ્રોફેશનલ ડ્રાઈવર (ખાનગી શખ્સો) બદમાશ ગેંગમાં સામેલ છે. એક પોલીસ એજન્સીમાં કામ કરી ચૂકેલા તેમજ ચોક્કસ વિસ્તારમાં રહેતી ટોળકી બદમાશ ગેંગનો ભાગ છે. બદમાશ ગેંગના લીડર એક PSI હોવાની વાત ચર્ચામાં છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) માં મલાઈદાર સ્થાને ફરજ બજાવી ચૂકેલા PSI સારી રીતે દારૂની હેરાફેરી (Liquor Trafficking) ની લાઈનથી વાકેફ છે. એકાદ વર્ષ અગાઉ કોરાણે ધકેલી દેવાયેલા આ PSI તેમના જેવી જ માનસિકતા ધરાવતા વિવાદીત પોલીસવાળાને સાથે રાખી મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે (G S Malik) કે કંપનીમાં ધકેલ્યા છે તેવા કેટલાંક પોલીસવાળા નવરાશની પળોને આવકની પળોમાં તબદીલ કરવા બદમાશ ગેંગનો ભાગ બની ગયા છે.
આ પણ વાંચો – Gujarat રાજ્યની લગભગ તમામ જેલ હાઉસફૂલ, કેદીઓની સ્થિતિ દયનીય
આ પણ વાંચો – Police જુગાર પકડવાના બદલે હવે ખૂદ રમાડી લાખો-કરોડો કમાય છે