+

Home Department : કોણે-કોણે નિમણૂકમાં ધાર્યા નિશાન પાર પાડ્યા ?

Home Department : Gujarat Police વિભાગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બઢતી-બદલી માટે ગૃહ વિભાગે (Home Department) મોકલેલી યાદી પર ભારતીય ચૂંટણી પંચે (Election Commission of India) મહોર મારી દીધી છે. કેટલીક…

Home Department : Gujarat Police વિભાગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બઢતી-બદલી માટે ગૃહ વિભાગે (Home Department) મોકલેલી યાદી પર ભારતીય ચૂંટણી પંચે (Election Commission of India) મહોર મારી દીધી છે. કેટલીક નિમણૂકોને લઈને ફરી એક વખત ગુજરાત પોલીસમાં ઈતિહાસ (Gujarat Police History) લખાશે. જો કે, આ વખતે પણ ગુજરાત પોલીસ દળમાં થયેલી બઢતી-બદલીનો હુકમ ચર્ચાઓમાં આવ્યો છે. છેલ્લાં એકાદ મહિનાથી ચાલી રહેલી ચર્ચાઓ પૈકી મોટાભાગની અંતે સાચી પડી છે. શું હતી ચર્ચા ? જાણો આ અહેવાલમાં…

અમદાવાદ, સુરત અને બોર્ડર રેન્જ ચર્ચામાં

છેલ્લાં લાંબા સમયથી ચર્ચાઓ હતી કે, રાજ્ય ગૃહ વિભાગ (Home Department Gujarat) મોટાપાયે IPS અધિકારીઓની બઢતી-બદલીના હુકમ કરશે. મલાઈદાર અમદાવાદ રેન્જ (Ahmedabad Range) સુરત રેન્જ (Surat Range) અને બોર્ડર રેન્જ (Border Range) માં કયા અધિકારી જઈ રહ્યાં છે. તો આ ત્રણેય રેન્જમાં જે અધિકારીઓના નામ ચાલતા હતા તેમની જ નિમણૂક કરવામાં આવી છે. જો કે, રાજ્ય સરકારના Home Department એ ચૂંટણી પંચ (Election Commission) ને પેનલ મોકલી આપી હતી.

કચ્છના સોપારી તોડકાંડ (Sopari Todkand) માં બદનામ થયેલા જે. આર. મોથલિયા (J R Mothaliya IPS) ને અમદાવાદ રેન્જ, Cadila Pharma ના માલિક Rajiv Modi સામે લાગેલા દુષ્કર્મ કેસની તપાસનું સુપરવિઝન કરનારા ચિરાગ કોરડીયા (Chirag Koradia IPS) ને બોર્ડર રેન્જ અને એક સમયે અમદાવાદ શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર (In-charge Ahmedabad CP) રહી ચૂકેલા પ્રેમવીર સિંઘ (Prem Vir Singh IPS) ને સુરત રેન્જ મળી ગઈ છે. હવે તમે આને સંજોગો ગણો કે નિર્ધારિત હુકમ પણ આ ત્રણેય રેન્જમાં ગોઠવાયેલા અધિકારીઓ અગાઉથી જ ચર્ચામાં હતા.

સુરત પોલીસ કમિશનરમાં મોટી હરિફાઈ હતી

1 ફેબ્રુઆરી મહિનાથી ખાલી પડેલા સુરત પોલીસ કમિશનર (Surat Police Commissioner) ના સ્થાન માટે રસાકસી ભરી હરિફાઈ હતી. કહેવાય છે કે, નિમણૂકના વિલંબ પાછળ આ પણ એક કારણ છે. સિવિલ ડીફેન્સ-હોમગાર્ડના વડા મનોજ અગ્રવાલ (Manoj Agarwal IPS) રાજ્યની જેલોના વડા ડૉ. કે. એલ. એન. રાવ (Dr. K. Laxmi Narayan Rao) રાજકોટ CP રાજુ ભાર્ગવ (Raju Bhargava IPS) અને સીઆઈડી ક્રાઈમના વડા ડૉ. એસ. પાંડીઆ રાજકુમાર (Dr. S. Pandia Rajkumar IPS) સુરત પોલીસ કમિશનર બનવા માટે ઉત્સુક હતા. આ અધિકારીઓ પોતાના મળતીયાઓ અને આકાઓ થકી સુરત પહોંચવા ભારે પ્રયાસ કર્યા હતા. જો કે, શરૂઆતથી જ નસીબદાર અનુપમસિંઘ ગહલૌતે (Anupam Singh Gahlaut IPS) રાજકોટ CP અને વડોદરા CP બાદ સુરત CP તરીકે ફરી એક વખત મનપસંદ નિમણૂક મેળવી લીધી છે.

સુરત શહેર પોલીસમાં નવો ઇતિહાસ રચાયો

હીરાનગરી સુરત શહેર (Diamond City Surat) માં એક સાથે બે એડીશનલ ડીજીપી મુકાતા એક નવો ઇતિહાસ રચાયો છે. Addl DGP અનુપમસિંઘ ગહલૌત 1997ની બેચના IPS છે. વડોદરા શહેર પોલીસ કમિશનર (Vadodara Police Commissioner) એ. એસ. ગહલૌતને સુરત પોલીસ કમિશનર તરીકે નિમણૂક અપાઈ છે. જ્યારે સુરત પોલીસ કમિશનરના ચાર્જ (In-charge Surat CP) માં રહેલા વાબાંગ જમીર (Wabang Jamir IPS) ને Addl DGP તરીકે બઢતી આપવામાં આવી છે. 1999ની બેચના વાબાંગ જમીરને બઢતી આપી સુરત સેક્ટર-1 ખાતે વિશેષ પોલીસ કમિશનર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.

ત્રણ DIG ને બેવડી ખુશી

રાજકોટ ગ્રામ્ય એસપી (Rajkot Rural SP) કચ્છ પશ્ચિમ એસપી (Kutch West SP) અને SMC SP ને બઢતી મળતા બેવડી ખુશી છે. ECI ની મહોર બાદ અપાયેલી બઢતીઓમાં Home Department એ અધિકારીઓને યથાસ્થાને રાખ્યા છે. રાજ્યમાં પહેલી વખત એવું બનશે કે, જિલ્લાઓનો વહીવટ DIG કરશે. બઢતી મેળવનારા જયપાલસિંહ રાઠોર (Jaipalsingh Rathore IPS) મહેન્દ્ર બગરીયા (Mahendra Bagria IPS) અને નિર્લિપ્ત રાય (Nirlipt Rai IPS) પૈકી એક અધિકારી બઢતી ના આવે તેવી પ્રાર્થના અને પ્રયત્નો કરતા હતા. આ અધિકારીને ડર હતો કે, બઢતી આવશે તો બદલી થશે અને મલાઈદાર જિલ્લો ખોવો પડશે. આજે થયેલા હુકમ બાદ IPS અધિકારી Home Department Gujarat અને ECI નો જયજયકાર કરી રહ્યા છે.  અત્રે નોંધનીય છે કે, 2011ની DySP બેચના 21 અધિકારીઓને વર્ષ 2017માં બઢતી આપી Addl DCP અને Addl SP જેવા હોદ્દાના નામ આપી યથાવત સ્થળે રાખ્યા હતા. ગૃહ વિભાગની આ પ્રથમ વખતની પહેલ હતી.

આ પણ વાંચો : In-charge IPS : ગુજરાત પોલીસમાં વર્ષોથી મહત્વના દોઢ ડઝન જેટલા સ્થાન ખાલી

આ પણ વાંચો : IPS Transfer : આ બે શહેરને મળ્યા નવા પોલીસ કમિશનર, 20 થી વધુ અધિકારીઓને બઢતી

Whatsapp share
facebook twitter