+

Gujarat Police : લાખો રૂપિયાનું સોનું ATS ના નામે લૂંટી લેવાયું, જાણો મામલો

Gold કેસમાં આ વખતે અસલી પોલીસ જેવો ખેલ લૂંટારુઓએ કર્યો છે. ફરક માત્ર અસલી – નકલી અને Cash – Gold નો છે. કસ્ટમ વિભાગ (Customs Department) ની સાંઠગાંઠ તેમજ નીતનવી…

Gold કેસમાં આ વખતે અસલી પોલીસ જેવો ખેલ લૂંટારુઓએ કર્યો છે. ફરક માત્ર અસલી – નકલી અને Cash – Gold નો છે. કસ્ટમ વિભાગ (Customs Department) ની સાંઠગાંઠ તેમજ નીતનવી તરકીબો થકી ગુજરાતમાં મહિને દહાડે હજારો કિલો સોનું દાણચોરી (Gold Smuggling) કરી ઘૂસાડવામાં આવે છે. હવાઈ માર્ગે તેમજ દરિયાઈ માર્ગે સોનાની બેફામ દાણચોરી કરીને ગોલ્ડ માફિયા (Gold Mafia) ઓ સરકારને હજારો કરોડનો ચૂનો પણ લગાવી રહ્યાં છે. અમદાવાદમાં બનેલી એક સોનાની લૂંટ (Ahmedabad Gold Heist) ની ઘટના હજુ પોલીસ ચોપડે આવી નથી, પરંતુ તેમાં દાણચોરીનો એક એન્ગલ સામે આવી રહ્યો છે.

 

શું છે સમગ્ર મામલો : મુંબઈની એક ગેંગ વાયા અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) થી સોનાની દાણચોરી કરી રહી હોવાની હકિક્ત એક ગુનેગારને હાથ લાગે છે. ભૂતકાળમાં ક્રાઈમ બ્રાંચ (Crime Branch) ના ચોપડે ચઢેલો દક્ષિણ અમદાવાદનો એક શખ્સ અને તેના સાગરિતો સોનાની લૂંટ ચલાવવા પ્લાન બનાવે છે. સૂત્રોના જણાવ્યાનુસાર વિદેશથી સોનાની દાણચોરી કરીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (SVP International Airport) ખાતે ઉતરેલો કેરિયર તેના ગંતવ્ય સ્થાને જવા કાર સુધી પહોંચે તે પહેલાં જ કેટલાંક શખ્સો તેને અટકાવી દે છે. ગુજરાત એટીએસ (Gujarat ATS) ના અધિકારી-કર્મચારીઓ હોવાનું જણાવી કેરિયરને સામાન સાથે કારમાં બેસાડી દઈ મારપીટ કરે છે. ગોલ્ડ સ્મગલિંગ કરતો કેરિયર પોલીસનું નામ પડતાં જ પોપટની જેમ બોલવા લાગે છે. અમદાવાદના એક ઠેકાણે લઈ જઈને દાણચોરી કરી લવાયેલું લાખો રૂપિયાનું 800 થી 850 ગ્રામ Gold કેરિયર પાસેથી કાઢી લેવાય છે. આ હકિકતની જાણકારી જ્યારે ગોલ્ડ માફિયાને થાય છે ત્યારે તે પોતાના સંપર્કો થકી એક અન્ય એજન્સીનો સંપર્ક કરે છે. સમગ્ર મામલો ગુજરાત પોલીસ (Gujarat Police) ની એજન્સીના નામ અને આબરૂ સાથે જોડાયેલો હોવાથી પોલીસની ટીમો કામે લાગી જાય છે અને મહિલા સહિતના કેટલાંક શખ્સોને ગણતરીના સમયમાં ઉપાડી લાવે છે. પોલીસ એજન્સીની તપાસ અંગે સૂત્રો પાસેથી કોઈ જાણકારી મળી નથી. હાલમાં સંભવિત આરોપીઓની પૂછપરછ અને ઘટના સમયની તેમની હાજરી ઉપરાંત લૂંટી લેવાયેલા દાણચોરીના સોનાનો જથ્થો અથવા રોકડ કબજે લેવા એજન્સી મથામણ કરી રહી છે.

ક્રાઈમ બ્રાંચ કરી ચૂકી છે કરોડોનો ખેલ : એક અરજીથી બારોબાર શરૂ કરેલી તપાસમાં સોનાની દાણચોરીનો મામલો સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) તપાસના નામે કરોડોના તોડનો ખેલ શરૂ કર્યો હતો. જાણવા જોગના નામે રચાયેલો ખેલ Gujarat First પાસે આવ્યો અને તે અંગેના સમાચાર એજન્સીના નામ વિના ગત 4 જુલાઈના રોજ પ્રસિદ્ધ કર્યા હતા. સમાચાર પ્રસિદ્ધ થયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ચાલી રહેલી છાનીછપની તપાસ કમને જાહેર કરવી પડી. ગુજરાત નહીં દેશભરમાં નામના ધરાવતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ભૂતકાળમાં અનેક વખત તોડકાંડને લઈને વિવાદમાં આવી ચૂકી છે. ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) નો કેસ હોય કે ગોલ્ડ સ્મગલીંગ જેવા ગંભીર ગુનાનો મામલો હોય ક્રાઈમ બ્રાંચ માટે કેસના આરોપીઓ દૂધ આપતી ગાય સમાન બની ગયા છે. આ સમગ્ર મામલા સહિતની વિવાદિત બાબતોને લઈને Gujarat DGP વિકાસ સહાયે (Vikas Sahay IPS) ક્રાઈમ બ્રાંચ તત્કાલિન પીઆઈ અમરસંગ દેવસંગભાઈ પરમાર (PI A D Parmar) ની પોલીસ ટ્રેનિંગ સેન્ટર જુનાગઢ (PTC Junagadh) ખાતે ગત 21 જુલાઈના રોજ બદલી કરી તાત્કાલિક છુટા કરવાનો આદેશ આપ્યો હતો. વર્તમાન જાણકારી અનુસાર ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ત્રણેક કરોડ રૂપિયાનો તોડ કર્યો છે.

આ ઘટના સંદર્ભે પ્રકાશિત થયેલા બંને અહેવાલ વાંચવા નીચેની લિંક ઓપન કરો…

Gold Smuggling Racket : Ahmedabad ક્રાઈમ બ્રાંચના માથે લાગ્યો દાગ, IPS ના માનીતા PI A D Parmar ની બદલી કેમ થઈ ?
Gold Smuggling In Gujarat : લાખો રૂપિયાના Gold નો મામલો પોલીસ પાસે આવ્યો ને કેસને યુ ટર્ન આપવા 5 કરોડમાં થયો સોદ્દો…

 

સુરત એરપોર્ટ પર PSI જ દાણચોરી કરાવતો : સુરત શહેરના સિનિયર IPS ના આર્શીવાદથી ફેબ્રુઆરી-2023માં સુરત એરપોર્ટ પર તૈનાત થયેલા ઈમિગ્રેશન પીએસઆઈ પરાગ ધીરજલાલ દવે (Immigration PSI P D Dave) હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે. ડીઆરઆઈ (Directorate of Revenue Intelligence) પાસે ઠોસ માહિતી હતી કે, દાણચોરીના કૌભાંડમાં સુરત એરપોર્ટ ખાતે કેરિયરોને કોઈ મદદ પૂરી પાડી રહ્યું છે. 7 જુલાઈના રોજ શારજહાં (Sharjah) થી આવતી Air India Express Flight IX172 માં 43.5 કિલો Gold Paste લઈને આવેલા ત્રણ કેરિયરને ઝડપ્યા હતા. દરમિયાનમાં ઈમિગ્રેશન PSI પરાગ દવે પેટમાં દુઃખાવાનું બહાનું કરીને ચાલતી પકડી લીધી હતી. Gold Smuggling Racket માં DRI એ સુરત એરપોર્ટના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં પીએસઆઈ પરાગ દવેની વર્તણૂંક શંકાસ્પદ મળી આવી હતી. સાથે જ એરપોર્ટના ટોઈલેટમાંથી 4.67 કિલો ગોલ્ડ બિનવારસી મળી આવ્યું હતું. પરાગ દવેની તપાસ કરતાં તેની દાણચોરીના કૌભાંડમાં સંડોવણી છતી થતાં ધરપકડ કરવામાં આવી હતી. પરાગ દવેના ઘરેથી સર્ચમાં કોરા ચેક મળી આવતા તેના બેંકના વ્યવહારોની વિગતો DRI એ મેળવી છે. ડીઆરઆઈ PSI P D Dave સુધી પહોંચે તે પહેલાં તેણે સોનાની દાણચોરીના માસ્ટર માઈન્ડ અને ઉચ્ચ અધિકારીને બચાવવા સિમકાર્ડનો નાશ કરી નાંખ્યો હતો.

 

આ  પણ  વાંચો-IPS સુરોલિયા આઉટ ઑફ ટર્ન પ્રમોશનની શરૂઆત કરાવવામાં નિમિત્ત બન્યાં

 

Whatsapp share
facebook twitter