+

Tarun Barot : એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરૂણ બારોટે મહિલાનો જીવ બચાવ્યો

Tarun Barot : એક સમયે ગુજરાત પોલીસમાં જેમના નામનો સિક્કો પડતો હતો તે તરૂણ બારોટે (Tarun Barot) લોકોનું ટોળું તમાશો જોઈ રહી રહ્યું હતું ત્યારે એક મહિલાનો જીવ બચાવ્યો. અમદાવાદ…

Tarun Barot : એક સમયે ગુજરાત પોલીસમાં જેમના નામનો સિક્કો પડતો હતો તે તરૂણ બારોટે (Tarun Barot) લોકોનું ટોળું તમાશો જોઈ રહી રહ્યું હતું ત્યારે એક મહિલાનો જીવ બચાવ્યો. અમદાવાદ શહેરના સારંગપુર બ્રિજ (Sarangpur Bridge) પર બનેલી આ ઘટનાના અનેક લોકો સાક્ષી છે. તરૂણ બારોટને પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયાને એક દસકો વીતી ગયો છે. બ્રિજ પરથી આપઘાત કરવા જઈ રહેલી મહિલાને બચાવી બારોટે એક જવાબદાર નાગરિકની ભૂમિકા ભજવી છે. મહિલાનો જીવ બચાવનાર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ (Encounter Specialist) તરૂણ બારોટ કોણ છે અને કેવા છે તેમના કારનામા. વાંચો આ અહેવાલમાં…

સારંગપુર બ્રિજ પર શું બની ઘટના ?

રથયાત્રાના આગળના દિવસે અમદાવાદ શહેર (Ahmedabad City) ના સારંગપુર બ્રિજ પર એક આત્મહત્યાની ઘટના બનતા રહી ગઈ. ગત શનિવારે બપોરે એકાદ વાગ્યાના સુમારે પૂર્વ ACP તરૂણ બારોટ પોતાના સુરક્ષા કર્મચારીઓ સાથે કારમાં બાપુનગરથી નીકળીને પશ્ચિમ અમદાવાદમાં આવેલી ઑફિસે જઈ રહ્યા હતા. આ સમયે સારંગપુર બ્રિજ પર લોકોના એકઠાં થયેલા ટોળાને જોઈને Tarun Barot સચેત થઈ ગયા હતા. બ્રિજની ઉપર લાગેલી સાડા ચાર ફૂટ ઊંચી મેટલ પ્લેટ પર ચઢેલી મહિલાને જોઈને બારોટે ડ્રાઈવરને કાર રોકવા આદેશ આપ્યો હતો. કાર રોકાતાની સાથે જ તરૂણ બારોટ અને તેમના સુરક્ષા કર્મચારીઓ તુરંત મહિલા પાસે દોડી ગયા હતા અને પળવારનો વિલંબ કર્યા વિના મહિલાના પગ પકડીને તેને નીચે ખેંચી લીધી હતી. આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાને બચાવી લઈ તેની સાથે બારોટે પ્રાથમિક વાતચીત કર્યા બાદ સારંગપુર પોલીસ ચોકી તેણીને સોંપી મહિલા હેલ્પલાઈન અભયમને જાણ કરી હતી.

મહિલાનું કાઉન્સેલિંગ કરાયું

ખાડીયા પોલીસ સ્ટેશન (Khadia Police Station) ની હદમાં આવતી સારંગપુર પોલીસ ચોકી ખાતે સોંપાયેલી મહિલાનું અભયમે (Abhayam) કાઉન્સેલિંગ કર્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુરની વતની મહિલાએ પ્રેમ લગ્ન કર્યા છે અને પતિ સાથે ઘણાં સમયથી અમદાવાદમાં રહે છે. પતિ સાથે બનેલા અણબનાવના કારણે મહિલા પોતાના જીવનનો અંત આણવા માટે સારંગપુર બ્રિજ ખાતે આપઘાત કરવા આવી હોવાનું જણાવ્યું હતું. અભયમના કાઉન્સીલરે પતિ-પત્ની બંને સાથે વાત કરી તેમને સમજાવી રવાના કર્યા હતા.

કોણ છે તરૂણ બારોટ ?

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા અને શહેરની શાળા-કોલેજમાં અભ્યાસ કરનારા તરૂણકુમાર અમૃતલાલ બારોટ (T A Barot) 80ના દસકાની શરૂઆતમાં PSI બન્યા. 82-83 બેચના પીએસઆઈ તરૂણ બારોટને તેમની નોંધપાત્ર કામગીરીને લઈને રાજ્ય સરકારે 90ના દાયકામાં PSI માંથી PI બનાવીઆઉટ ઑફ ટર્ન પ્રમોશન (Out of Turn Promotion) ની પ્રથા શરૂ કરી. બારોટ હવે PSI માંથી Police Inspector બની ગયા. જીવના જોખમે અનેક ગુનેગાર અને ત્રાસવાદીઓને પકડનારા Tarun Barot ના નામે ગુજરાત પોલીસમાં સૌથી વધુ એન્કાઉન્ટર નોંધાયેલા છે. વર્ષ 1998માં ડૉન અબ્દુલ લતીફ એન્કાઉન્ટર (Don Abdul Latif Encounter) સહિત અનેક ગુનેગાર-ત્રાસવાદીઓના તરૂણ બારોટ બંદૂકની ગોળીએ ઢીમ ઢાળી ચૂક્યાં છે. આ ઉપરાંત વર્ષ 1992માં શીખ ત્રાસવાદી (Sikh Terrorist) ઈન્દરપાલસિંઘ ઉર્ફે લાલસિંઘે (Lal Singh) અમદાવાદમાં બે ઠેકાણે છુપાવેલી 31 નંગ AK-47 ગન, રોકેટ લોન્ચર (Rocket Launcher) ટ્રાન્ઝિસ્ટર બોંબ, RDX સહિતનો મોતનો સામાન કબજે કર્યો હતો. ગેંગસ્ટર અબ્દુલ વહાબ (Gangster Abdul Wahab) ની મુંબઈ ખાતેથી ધરપકડ, ખાલિસ્તાન ચળવળ ચલાવતા ઉગ્રવાદીઓ વિરોધી કાર્યવાહી, RDX લેન્ડીગ કેસમાં Don દાઉદ ઈબ્રાહીમ (Daud Ibrahim) માટે કામ કરતા મોહંમદહનીફની ધરપકડ સહિત અનેક નોંધપાત્ર કામગીરી કરી હતી. કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકાર તરફથી 15 એવૉર્ડ અને 430 રિવૉર્ડ બારોટ મેળવી ચૂક્યા છે. વર્ષ 2014માં ડીવાયએસપી તરીકે તરૂણ બારોટ પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા હતા. ગુજરાત સરકારે (Gujarat Government) પૂર્વ પોલીસ અધિકારી તરૂણ બારોટને Z કક્ષાની સુરક્ષા આપી છે.

નિવૃત્તિ બાદ શું કરી રહ્યાં છે બારોટ ?

નિવૃત્ત થયા બાદ તરૂણકુમાર બારોટ સામાજિક સેવામાં લાગી ગયા છે. બાપુનગર ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર શનિવારે જરૂરિયાતમંદોને ભોજન પિરસવાનું કાર્ય તરૂણ બારોટ અને તેમનો પરિવાર અનેક વર્ષોથી કરતો આવ્યો છે. કોરોના કાળમાં પણ બારોટ પરિવાર અનેક સેવા આપી ચૂક્યો છે. ગરીબ પરિવારની દિકરીઓના લગ્ન હોય કે બાળકોના શિક્ષણ માટેની જરૂરિયાત બારોટ પરિવાર હંમેશા મદદ કરતો રહે છે. નિવૃત્તિ બાદ Tarun Barot ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયા છે.

આ પણ  વાંચો GUJARAT POLICE : IPS સુરોલિયા આઉટ ઑફ ટર્ન પ્રમોશનની શરૂઆત કરાવવામાં નિમિત્ત બન્યાં

આ પણ  વાંચો  – Liquor Trafficking: દારૂ ભરેલા વાહનોનો પીછો કરી લૂંટ ચલાવતી બદમાશ પોલીસ ગેંગ

આ પણ  વાંચો  – Nirlipt Rai : નિર્લિપ્ત રાયની ટીમ SMC માં ભ્રષ્ટાચાર ?

 

Whatsapp share
facebook twitter