+

વિરાટ-અનુષ્કાએ પુત્રનું નામ રાખ્યું ‘અકાય’….. જાણો શું થાય છે તેનો અર્થ

Meaning Of Akaay : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજીવાર માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પુત્રનું નામ અકાય ચે. પરંતુ આ નામનો…

Meaning Of Akaay : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજીવાર માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પુત્રનું નામ અકાય ચે. પરંતુ આ નામનો શું અર્થ (Meaning Of Akaay) થાય છે? સોશિયલ મીડિયા પર અકાય નામ સતત ટ્રેન્ડ કરી રહ્યું છે. પરંતુ આજે અમે તમને જણાવીશું અકાયનો અર્થ. વર્ધા હિન્દી ડિક્શનરી પ્રમાણે અકાયનો અર્થ થાય છે ‘નિરાકાર’… એટલે કે જે શરીર કે કાયા વગરનું હોય, આકાર અને રૂપથિ રહિત, શરીર ધારણ ન કરનાર.

 

વિરાટ કોહલી અને અનુષ્કાએ પોસ્ટમાં શું લખ્યું?
અનુષ્કા શર્માએ અને વિરાટ કોહલીએ પોસ્ટ લખી- ભરપૂર ખુશી અને પ્રેમથી ભરેલા દિલ સાથે, અમને બધાને જણાવતા ખુશી થઈ રહી છે કે 15 ફેબ્રુઆરીએ અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું. અમે અમારી જિંદગીના આ શાનદાર સમયમાં તમારી દુવાઓ અને શુભકામનાઓ ઈચ્છીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સમયે મહેરબાની કરી અમારી પ્રાઇવેસીની ઈજ્જત કરો. પ્રેમ અને આભાર.

 

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021ના પુત્રને જન્મ આપ્યો હતો. આ કપલની પુત્રીનું નામ વામિકા છે. તો હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજીવાર માતા-પિતા બન્યા છે. સોશિયલ મીડિયા પર બંનેની પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. વિરાટ અને અનુષ્કાના ફેન્સ બંનેને શુભેચ્છા આપી રહ્યાં છે.

આ  પણ  વાંચો  Virushka Blessed With Boy: વિરાટ કોહલી-અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યા, અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ

 

Whatsapp share
facebook twitter