+

Sonakshi Sinha ના લગ્નથી જરા પણ ખુશ નથી લવ સિન્હા, શત્રુઘ્નએ કહ્યું કે…

Sonakshi – Zaheer’s Marriage : સોનાક્ષી અને ઝહીરના લગ્ન પણ થઇ ચુક્યા છે અને હવે હનીમુન પણ પૂર્ણ થઇ ચુક્યું છે. બીજી તરફ શત્રુઘ્ન સિન્હાએ પોતાના પુત્ર લવ સિન્હા સાથે…

Sonakshi – Zaheer’s Marriage : સોનાક્ષી અને ઝહીરના લગ્ન પણ થઇ ચુક્યા છે અને હવે હનીમુન પણ પૂર્ણ થઇ ચુક્યું છે. બીજી તરફ શત્રુઘ્ન સિન્હાએ પોતાના પુત્ર લવ સિન્હા સાથે કથિત પારિવારિક વિવાદ અંગે રિએક્શન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમાચારો હતા કે, લવ સિન્હા આ લગ્ન મામલે તૈયાર નથી.

સોનાક્ષી સિન્હાના લગ્નથી ખુશ નથી ભાઇ

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલે 23 જુને રજિસ્ટર્ડ મૈરેજ કર્યા હતા. તેઓ હાલમાં જ પોતાના હનીમુન પરથી પરત ફર્યા છે. સોનાક્ષીના લગ્ન પહેલા ચર્ચા હતી કે, લવ સિન્હા આ સંબંધોથી ખુશ નથી. તેઓ વેડિંગમાં જોડાશે કે નહીં તે અંગે પણ સંશય હતો. મીડિયામાં લાંબા વિવાદ બાદ શત્રુઘ્ન સિન્હાએ આ મામલે પોતાની ચુપકીદી તોડી હતી.

પરિવારના કથિત મતભેદ અંગે ચિંતા વ્યક્ત કરી

શત્રુઘ્ન સિન્હાએ પોતાના પરિવારમાં કથિત મતભેદ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે,”અમે જીવનના અનેક ઉતાર ચઢાવ જોયા છે, આ કાંઇ જ નથી, ચિંતાની કોઇ જ વાત નથી. અમે પણ એક સામાન્ય પરિવારની જેમ જ છીએ. જ્યાં એક લગ્ન થઇ રહ્યા છે. જો કે અમારા પર વધારે પડતું જ ફોકસ કરવામાં આવી રહ્યું છે.”

દરેક પરિવારમાં મતભેદો હોય છે

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, આ પહેલીવાર નથી કે કોઇ ઇન્ટરરિલીજન લગ્ન થઇ રહ્યા છે. અમારા પરિવારને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હું અહીં સ્પષ્ટતા કરવા માંગુ છું કે, હું કે મારો પરિવાર આ ક્યારે પણ સહન નહીં કરીએ. પોતાના પુત્ર લવના સોનાક્ષીના લગ્ન વિરુદ્ધ હોવાના સવાલ અંગે શત્રુઘ્ન સિન્હાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પારિવાર મામલાઓ પરિવારની અંદર જ રહે તે વધારે યોગ્ય છે. મે કહ્યું તે પ્રકારે કયા પરિવારમાં અસહમતી નથી હોતી? અમે કેટલાક મુદ્દાઓ પર અસહમત હોઇ શકીએ પરંતુ તે મામલે ચર્ચા પણ થઇ શકે છીએ. આખરે અમે એક પરિવાર છીએ. અમને કોઇ તોડી શકે તેમ નથી.

Whatsapp share
facebook twitter