+

Lakshadweep vs Maldives : જાણો Big B એ કેમ કહ્યું- ‘અમારી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડો…’

Lakshadweep vs Maldives : માલદીવના નેતાઓ વિરુદ્ધ ભારતીય નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ વ્ચક્ત કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત બાદ માલદીવના કેટલાક નેતાઓએ પીએમ…

Lakshadweep vs Maldives : માલદીવના નેતાઓ વિરુદ્ધ ભારતીય નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ વ્ચક્ત કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત બાદ માલદીવના કેટલાક નેતાઓએ પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારે હવે સોશિયલ મીડિયા પર ભારતીયો દ્વારા ભારે રોષ વ્યક્ત કરીને #BoycottMaldives સહિતની હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ મામલે અત્યાર સુધી, ફિલ્મોથી લઈને ક્રિકેટ જગત સુધી, ઘણા સેલેબ્સે લક્ષદ્વીપ માટે પોતાનું સમર્થન દર્શાવ્યું છે. આ યાદીમાં હવે બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનનું નવું નામ સામેલ થયું છે.

બોલિવૂડ શહેંશાહ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના એક ટ્વીટને (Lakshadweep vs Maldives) શેર કરી લખ્યું કે, વીરુ પાજી…આ ખૂબ જ સાચી વાત છે અને આપણી જમીનના અધિકારમાં છે… આપણી પોતાની વસ્તુઓ જ ખૂબ જ સુંદર છે… હું લક્ષદ્વીપ અને અંડમાન ગયો છું અને તેઓ આશ્ચર્યજનક રીતે ખૂબ જ સુંદર છે…પાણીના અદભૂત દરિયાકિનારા અને પાણીની અંદરનો અનુભવ નજારો ત્યાં છે. તે અવિશ્વસનીય છે…આ સાથે બિગ બી એ હિન્દીમાં લખ્યું કે, ‘हम भारत हैं , हम आत्मनिर्भर हैं, हमारी आत्मनिर्भरता पे आँच मत डालिये…जय हिन्द’

Lakshadweep vs Maldives : જણાવી દઈએ કે આ પહેલા ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ભલે તે ઉડુપીનો સુંદર દરિયાકિનારો હોય, પોંડીનો પેરેડાઈઝ બીચ, અંડમાનનો નીલ અને હેવલોક અને આપણા દેશભરમાં અન્ય ઘણા સુંદર દરિયાકિનારા હોય, ભારતમાં એવા ઘણા અન્વેષિત સ્થળો છે કે જેની ઘણી સંભાવનાઓ છે. ભારત તમામ આપત્તિને અવસરમાં રૂપાંતરિત કરવા માટે જાણીતું છે અને માલદીવના મંત્રીઓ દ્વારા આપણા દેશ અને આપણા વડાપ્રધાન માટે આ કટાક્ષ એ ભારત અને પ્રવાસીઓ માટે આકર્ષક બનાવવા અને આપણી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે એક મહાન અવસર છે. કૃપા કરીને તમારા મનપસંદ અજ્ઞાત સુંદર સ્થળોને નામ આપો.

આ પણ વાંચો – BoycottMaldive : માલદીવના નેતાઓ સામે ભારતીયોમાં આક્રોશ, હવે EaseMyTrip એ ભર્યું આ મોટું પગલું

Whatsapp share
facebook twitter