+

હાર્ટ એટેક આવ્યાના 5 દિવસ પછી અભિનેતા શ્રેયસ તલપડે આપ્યું તેના સ્વાસ્થ્ય અંગે અપડેટ, કહ્યું- હું હવે..!

ગુરુવારે એટલે 14 ઓક્ટોબરના રોજ બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો હતો. આથી એક્ટરને મુંબઈના અંધેરી વેસ્ટ ખાતે આવેલ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી…

ગુરુવારે એટલે 14 ઓક્ટોબરના રોજ બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો હતો. આથી એક્ટરને મુંબઈના અંધેરી વેસ્ટ ખાતે આવેલ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. સોમવારે એવા સમાચાર સામે આવ્યા હતા કે એક્ટરની તબિયત સારી છે અને તેને જલદી રજા આપવામાં આવશે. જો કે, હજી સુધી એક્ટરને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો નથી. ત્યારે હવે ખુદ એક્ટરે તેના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે.

‘હું હવે થોડો સારો છું.’

હાર્ટ એટેકની ખબર બાદ શ્રેયર તલપડેના ફેન્સમાં ચિંતા વધી હતી. ત્યારે હવે ખુદ એક્ટરે તેના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે. એક્ટરે એપના માધ્યમથી જણાવ્યું હતું કે, ‘તમારા બધાના સમર્થન અને પ્રાર્થના માટે આભાર. હું હવે થોડો સારો છું.’ દરમિયાન, અભિનેતાએ એ પણ કહ્યું કે, તે હજી ઘરે પહોંચ્યો નથી અને હજુ પણ હોસ્પિટલમાં છે. જણાવી દઈએ કે, 14 ડિસેમ્બરે હાર્ટ એટેક પહેલા અભિનેતા તેની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ કરીને ઘરે પરત ફર્યો હતો. ઘરે આવ્યા બાદ શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઈ ગયો હતો . ત્યાર બાદ એક્ટરને ત્વરિત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. શ્રેયસ તલપડેએ તેની પત્ની દીપ્તિને ઘરે આવીને કહ્યું હતું કે તે અસ્વસ્થતા અનુભવી રહ્યો છે. ત્યારબાદ દીપ્તિ શ્રેયસને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ તે રસ્તામાં બેહોશ થઈ ગયો.

 

આ પણ વાંચો – શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને ED ની નોટિસ,વાંચો અહેવાલ

Whatsapp share
facebook twitter