+

આ રાશિના જાતકોને આજે પરિવારની સુખ શાંતિ જાળવી રાખવામાં તમે સફળ રહેશો

આજનું પંચાંગ તારીખ :0 8  ડિસેમ્બર ૨૦૨૩, શુક્રવાર તિથિ : કારતક વદ અગીયારસ નક્ષત્ર : હસ્ત ૦૮:૫૨ ચિત્રા યોગ : સૌભાગ્ય કરણ : બવ રાશિ :કન્યા (પ,ઠ,ણ)૨૧:૫૨ દિન વિશેષ અભિજીત:…

આજનું પંચાંગ

તારીખ :0 8  ડિસેમ્બર ૨૦૨૩, શુક્રવાર
તિથિ : કારતક વદ અગીયારસ
નક્ષત્ર : હસ્ત ૦૮:૫૨ ચિત્રા
યોગ : સૌભાગ્ય
કરણ : બવ
રાશિ :કન્યા (પ,ઠ,ણ)૨૧:૫૨

દિન વિશેષ
અભિજીત: ૧૨:૧૦ થી ૧૨:૫૩
રાહુકાળ : ૧૨:૨૩ થી ૧૩:૪૭ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૧૫ થી ૧૪:૫૯
ઉત્પત્તિ સ્માર્ત એકાદશી,
કુમાર યોગ ૦૮:૫૪ સુધી

મેષ (અ,લ,ઈ)
આજે લંબિત કાર્યોને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો,
આજે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવી પડશે .
આજે કરવામાં આવેલા રોકાણથી ભવિષ્યમાં સારો લાભ મળશે.
આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે.
ઉપાય : અન્નદાન કરો.
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ભાર્ગવાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે આર્થિક દ્રષ્ટિએ દિવસ ઉત્તમ રહેશે,
આજીવિકા ક્ષેત્રે કામ કરી રહેલા જાતકોને સફળતા મળશે.
આજે અચાનક જ મોટી માત્રામાં ધન પ્રાપ્તિ થઇ શકે છે.
નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે લાભદાયક સોદા પર ચર્ચા થઇ શકે છે.
ઉપાય : શિવલિંગ પર દૂધ ચઢાવો.
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ પશુપતયે નમઃ ||

 

મિથુન (ક,છ,ઘ)
આજે પરિવારની સુખ શાંતિ જાળવી રાખવામાં તમે સફળ રહેશો.
સાસરી પક્ષ તરફથી આર્થિક લાભના યોગ બની રહ્યા છે.
આજે તમારાં યશ-કિર્તિમાં વૃદ્ધિ થશે.
આજે બુદ્ધિમત્તાથી લેવામાં આવેલા નિર્ણયોમાં સફળતા મળશે.
ઉપાય : માતા પિતાના આશીર્વાદ લો.
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ શર્વાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે વિદ્યાર્થીઓને કોઇ પ્રતિયોગિતામાં ભાગ લીધો હશે તેમાં સફળતા અવશ્ય મળશે.
આજે કોઇ મહત્વપૂર્ણ કાર્ય પૂરું થવાથી પ્રસન્નતા રહેશે.
અન્યોની મદદ માટે આગળ આવશો.
આજે ભાગ્ય આપના પક્ષમાં રહેશે.
ઉપાય : માતા લક્ષ્મીની પૂજા કરો.
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ વિરુપાક્ષાય નમઃ ||

 

સિંહ (મ,ટ)
વિવાહ યોગ્ય જાતકો માટે આજનો દિવસ સારાં અવસર લઇને આવશે.
સરકારી નોકરીવાળા જાતકો માટે શુભ સમય છે.
જો નાનો-મોટો બિઝનેસ કરવાનું વિચારી આવિ શકે છે
દામ્પત્ય જીવન સુખમય રહેશે.
.ઉપાય : માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ વિશ્વરુપાય નમઃ ||

 

કન્યા (પ,ઠ,ણ)
આજનો દિવસ તમારાં માટે મધ્યમ ફળદાયી રહેશ.
પરિવારના કોઇ સભ્ય તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
પુરૂષાર્થ હેતુથી કરેલા કાર્ય સાર્થક બનશે.
વિદ્યાર્થીઓને શિક્ષકોનો સહયોગ મળશે.
ઉપાય : આજે ચોખાથી શિવસહસ્ત્રાર્ચન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ત્ર્યંબકાય નમઃ ||

તુલા (ર,ત)
આજે અનાવશ્યક ખર્ચથી બચો,
આજે આર્થિક સ્થિતિ નબળી બની શકે છે.
જીવનસાથીનો કાર્યમાં સહયોગ મળશે.
કારોબાર અર્થે કોઇ નવી ડીલ ફાઇનલ કરતા અગાઉ ભાઇઓની સલાહ લો.
ઉપાય : આજે શિવપંચાક્ષર મંત્ર જાપ કરતા શિવજીને ચોખા ચડાવવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ કપર્દિને નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે શેર માર્કેટ અથવા અન્ય સ્થળોએ રોકાણથી લાભ મળશે,
પરંતુ આ અંગે બીજાંની સલાહ લેવાનું ટાળો.
સંતાન પક્ષ તરફથી કોઇ સકારાત્મક સમાચાર સાંભળવા મળી શકે છે.
આજે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા નો અવસર મળશે
ઉપાય : શિવજીને ચંદન અર્પણ કરવુ
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ભૈરવાય નમઃ ||

 

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે જે પણ કાર્ય તમે હાથમાં લેશો તેમાં સફળતા મળશે.
સાંજના સમયે પરિવારના સભ્યો તરફથી કોઇ ઉપહાર મળી શકે છે.
સામાજિક દ્રષ્ટિકોણથી કરવામાં આવેલા પ્રયાસો સફળ બનશે.
આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે.
ઉપાય : ગણેશજીને લાડુનો ભોગ ધરાવો.
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ શૂલપાણયે નમઃ ||

મકર (ખ,જ)
આજે નોકરીમાં કોઇ મહિલા અધિકારીનો સહયોગ મળશે.
પરિવારમાં તમારાં માન સન્માનમાં વધારો થશે.
આજે કોઇની પાસે ઉધાર પૈસા માગશો તો તમને સરળતાથી મળી જશે,
પરંતુ અનાવશ્યક ખર્ચથી બચવું પડશે.
ઉપાય : યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ઇશાનાય નમઃ ||

 

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારી પાસે એકથી વધુ કામ રહેવાથી ચિંતિત રહેશો.
માતાના સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ રહી શકે છે.
સાંજના સમયે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશો અને તેનો લાભ મળશે.
આજે પુણ્ય લાભ થશે
ઉપાય : . ભગવાન વિષ્ણુની 108 વખત માળાનો જાપ કરો.
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ મહેશાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજીવિકા ક્ષેત્રે પ્રયાસ કરી રહેલા જાતકોને આજે સફળતા મળશે.
પિતાની મદદથી જૂની સમસ્યાનું સમાધાન શોધવામાં સફળ રહેશો.
આજે લાભ અર્થે કેટલીક જગ્યાએ રોકાણ કરવાનો અવસર મળશે.
આજે વ્ય્સ્ત રહેશો.
ઉપાય : અન્નદાન કરો.
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ રુદ્રાત્મકાય નમઃ ||

 

Whatsapp share
facebook twitter