+

આ રાશિના જાતકોને આજે તમને વેપારમાં અચાનક લાભની તક મળશે

આજનું પંચાંગ તારીખ : ૦૬ ડિસેમ્બર ૨૦૨૩, બુધવાર તિથિ : કારતક વદ નવમિ નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની યોગ : પ્રિતિ કરણ : તૈતિલ રાશિ :સિંહ( મ,ટ) ૧૦:૨૧ પછી કન્યા સુર્યોદય:…

આજનું પંચાંગ
તારીખ : ૦૬ ડિસેમ્બર ૨૦૨૩, બુધવાર
તિથિ : કારતક વદ નવમિ
નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની
યોગ : પ્રિતિ
કરણ : તૈતિલ
રાશિ :સિંહ( મ,ટ) ૧૦:૨૧ પછી કન્યા
સુર્યોદય: ૬:૫૮
સૂર્યાસ્ત: ૧૮:૦૦

શુભાશુભ મુહુર્ત
રાહુકાળ : ૧૨:૩૦ થી ૧૩:૫૧ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૩ થી ૧૪: ૫૭,

મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે
વેપારના સંબંધમાં નવા લોકોની ને મળવાનુ થાય.
આજે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે
મિત્રો સાથે સમય પસાર થશે.
ઉપાય : આજે સુર્ય ને અર્ઘ્ય અર્પણ કરવો
શુભરંગ : રાખોડી
શુભ મંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે તમારું મન રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશે.
ઓફિસમાં તમારા કામ માટે તમારા બોસ તમારી પ્રશંસા કરી શકે છે.
તમારાઆજે તમારે વાણીપર કંટ્રોલ રાખવું
વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે.
ઉપાય : દેવ મંદિરે દર્શન માટે જવુ
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ વાસુદેવાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
સામાજિક કાર્ય માટે તમારું સન્માન થશે
નવો બિઝનેસ પ્રારંભ કરવાનો અવશર મળે
નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે
આજે તમારું નાણાકીય પાસું મજબૂત રહેશે.
ઉપાય : આજે ગાયને ઘાસ પધરાવવુ
શુભરંગ : પીળો
શુભ મંત્ર : ૐ રાધેકૃષ્ણાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે તમે કોઈ નવા ધંધાની યોજના પણ બનાવશો.
પારિવારિક કાર્યોને પૂર્ણ કરવામાં તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે
દુકાનદારો માટે આજનો રોજ કરતાં વધુ નફો થશે.
ખાનગી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવશે.
ઉપાય : આજે જળનો બગાડ અટકાવવો
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ કેશવાય નમઃ ||

સિંહ (મ,ટ)
આત્મવિશ્વાસ કાર્યસ્થળ પર દિવસને સુધારવામાં મદદગાર સાબિત થશે.
આજે વિવાહિત જીવન ખુશહાલ રહેશે
આજે તમારે ઓફિસમાં તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળ સાબિત થશે.
ઉપાય : વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ : ભગવો
શુભ મંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે તમારું એનર્જી લેવલ સારું રહેશે.
આજે કાર્ય સમયસર પૂર્ણ થશે.
આજે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.
જો તમે ફર્નિચર ખરીદવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે શુભ છે.
ઉપાય : નારાયણ હૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ બાલમુકુંદાય નમઃ ||

તુલા (ર,ત)
સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તમારા પક્ષમાં રહેશે
આજે આર્થિક ક્ષેત્રમાં સ્થિરતા રહેશે.
આજે તમારું મન આખો દિવસ પ્રસન્ન રહેશે
પરિવારમાં આજે સુખદ વાતાવરણ રહેશે.
ઉપાય : નારાયણ કવક નો પાઠ કરવો
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ નમો નારાયણાય||

વૃશ્ચિક (ન,ય)
આજે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ રહેશે.
આજે તમે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો
આજે તમારી નજીકની વ્યક્તિ તમારી ખુશીને બમણી કરશે.
અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ મળશે.
ઉપાય : ગાયયો ની વચ્ચે સમય પસાર કરવો
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ નરસિમ્હાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
વેપાર માટે આજનો દિવસ લાભદાયી રહેશે.
પ્રેમીજનો માટે આજનો દિવસ અનુકૂળ છે.
વૈવાહિક સંબંધોમાં આજે મધુરતા રહેશે
આજે તમે તમારા પરિવાર સાથે વિવિધ વાનગીઓનો આનંદ ઉઠાવશો.
ઉપાય : આજે વિષ્ણુ પૂજન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ ધરણીધરાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
પરિણામોની ચિંતા કર્યા વિના મહેનત કરશો તો ચોક્કસ સફળતા મળશે.
પ્રેમીજનો માટે આજનો દિવસ સારો છે.
રસ્તા પર ચાલતી વખતે સાવધાની રાખો.
આજે તમને નવી તક મળશે
ઉપાય : પિપળાની પૂજા કરવી
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ ઉપેંદ્રાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમે ઘરની વસ્તુઓની ખરીદી પર વધુ પૈસા ખર્ચ કરી શકો છો.
આજે તમને રોજગારની યોગ્ય તકો મળશે.
આજે કોઈ અનુભવી વ્યક્તિનો અભિપ્રાય તમારા માટે ઉપયોગી સાબિત થશે.
ઓફિસમાં સહકર્મીઓની મદદથી કામ જલ્દી પૂરા થશે
ઉપાય : આજે માતા-પિતાની સેવા કરવી
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ ગોવિંદાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમને વેપારમાં અચાનક લાભની તક મળશે.
આજે તમારું સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે.
વેપારને લગતા નવા વિચારો તમારા મનમાં આવશે.
આજે જૂના મિત્રને મળશો જેની સાથે તમે બાળપણની યાદો શેર કરશો.
ઉપાય : શિવાલય દર્શન કરવા જવુ
શુભરંગ : પીળો
શુભ મંત્ર : ૐ જય શ્રીરામ ||

Whatsapp share
facebook twitter