STOCK MARKET : ભારતીય શેરબજારના (STOCK MARKET ) રોકાણકારો માટે મંગળવાર ઘણું સારું રહ્યું છે. સવારના કારોબારમાં ભારતીય બજાર લાલ નિશાન પર જોવા મળ્યો હતો. ઓટો અને આઈટી શેરોના નેતૃત્વમાં બજારમાં આ ઉછાળો પાછો ફર્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 305 પોઈન્ટના ઉછાળા સાથે 73,000 પોઈન્ટ ઉપર 73,095 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 72 પોઈન્ટના ઉછાળા સાથે 22,193 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
કયા કયા ક્ષેત્રની સ્થિતિ
આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા હેલ્થકેર, બેન્કિંગ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને મીડિયા સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડકેપ શેરોમાં વેચવાલીને કારણે નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ નીચે બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ શેરોમાં ખરીદારીથી સ્મોલકેપ ઈન્ડેક્સ વધીને બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 7 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 29 શૅર લાભ સાથે અને 21 ઘટાડા સાથે બંધ થયા હતા.
બજાર વેલ્યુ ઘટી
મંગળવારના સત્રમાં ભારતીય બજાર ઉછાળા સાથે બંધ થયું હતું જ્યારે બજારના માર્કેટ કેપમાં પાછલા સત્રની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 391.97 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 392.05 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની મિલકતમાં રૂ. 8000 કરોડનું નુકસાન થયું છે.
આ પણ વાંચો – Paytm : વિજય શેખર શર્માએ Paytm Payment Bank ના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, બોર્ડનું સભ્યપદ પણ છોડ્યું…