Lakshadweep : સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે. અલબત આ ઘટાડો ફક્ત લક્ષદ્વીપમાં(Lakshadweep )જ લાગૂ થશે. ઈન્ડિયન ઓઈલ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે લક્ષદ્વીપના અન્ડ્રોટ (Andrott) અને કલ્પેની (Kalpeni) આઈસલેન્ડમાં પેટ્રોલ અને ડીઝલ બન્નેની કિંમતોમાં રૂપિયા 15.3 પ્રતી લીટર ઘટાડો કરવામાં આવ્યો છે.
જ્યારે લક્ષદ્વીપના કવારાટ્ટી (Kavaratti) અને મિનીકોયી (Minicoy) આઈસલેન્ડમાં પેટ્રોલ તથા ડીઝલની કિંમતોમાં રૂપિયા 5.2 પ્રતી લીટર ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દરો શનિવારથી લાગૂ થઈ ગયા છે.
Updated Petrol & Diesel Prices in Lakshadweep Islands, effective from today (16th March 2024). #FuelPriceUpdate #Lakshadweep #PetrolPrice #DieselPrice https://t.co/BlSScydkTV pic.twitter.com/QQsmxo1daN
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 16, 2024
કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અગાઉ નેતાઓ આવતા હતા અને વરિવાર સાથે રજા મનાવી જતા રહેતા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પ્રથમ વ્યક્તિ છે કે જે લક્ષદ્વીપ વાસીઓને પોતાના પરિવાર માને છે. આ મોદીની ગેરન્ટી છે, જેનો ભારતના દરેક ભાગમાં રહેતા લોકોને સુશાસનનો લાભ મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષદ્વીપના ચાર આઈસલેન્ડ પર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા પેટ્રોલ-ડીઝલનો સપ્લાઈ કરવામાં આવે છે.
શુક્રવારે દેશભરમાં કિંમતોમાં ઘટાડો થયેલો
આ પહેલા શુક્રવારે સરકારી ઓઈલ કંપનીઓએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ રાજસ્થાન સરકારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. જેના કારણે રાજ્યને ભાવમાં બમણો નફો મળ્યો હતો. શુક્રવારે ઘટાડા પહેલા સરકારી તેલ કંપનીઓએ 21 મે 2022ના રોજ એટલે કે 22 મહિના પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો
આ પણ વાંચો – Lok Sabha Election પહેલાં કેન્દ્ર સરકારે Petrol-Diesel ના ભાવમાં કર્યો ઘટાડો
આ પણ વાંચો – દેશમાં Petrol and diesel ના ભાવ ઘટ્યા, કાલે સવારે 6 વાગ્યાથી નવો ભાવ લાગુ
આ પણ વાંચો – Etawah : Saifai મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીણી હત્યા કરી લાશ રોડના કિનારે ફેંકી દીધી, ગેંગરેપની શંકા…