+

Indigo : ફ્લાઇટમાં મુસાફરી કરવી થશે મોંઘી! હવે મનપસંદ સીટ માટે ચૂકવવી પડશે આટલી કિંમત

ઇન્ડિગોમાં (Indigo) મુસાફરી કરનારા યાત્રીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ફ્લાઈટમાં ઈચ્છિત સીટ મેળવવા માટે વધારાની ફી ચૂકવવી પડે છે. આવી સ્થિતિમાં તમામ એરલાઇન્સ મુસાફરો પાસેથી અલગ-અલગ ફી વસૂલે છે.…

ઇન્ડિગોમાં (Indigo) મુસાફરી કરનારા યાત્રીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ફ્લાઈટમાં ઈચ્છિત સીટ મેળવવા માટે વધારાની ફી ચૂકવવી પડે છે. આવી સ્થિતિમાં તમામ એરલાઇન્સ મુસાફરો પાસેથી અલગ-અલગ ફી વસૂલે છે. ત્યારે હવે દેશની જાણીતી એરલાઈન ઈન્ડિગોએ સીટ ચાર્જમાં સુધારો કર્યો છે. જણાવી દઈએ કે, ઈન્ટરગ્લોબ એવિએશને (Interglobe Aviation ) ની ઈન્ડિગો એરલાઈનને આ નિર્ણય ફ્યુઅલ સરચાર્જના થોડા દિવસો બાદ લેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો કોઈ પેસેન્જર ફ્લાઈટની પહેલી હરોળમાં પહેલી સીટ લેવા ઈચ્છે છે તો તેણે રૂ. 2000 ચૂકવવા પડશે. 4 જાન્યુઆરી, 2024 ના રોજ ઈન્ડિગોએ (Indigo) ફ્યુઅલ સરચાર્જ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. હવે આ નિર્ણયના થોડા દિવસો બાદ એરલાઈને તેના સીટ ચાર્જમાં સુધારો કર્યો છે.

ઇન્ડિગોની સત્તાવાર વેબસાઇટ અનુસાર, મુસાફરોએ A321 ફ્લાઇટની પ્રથમ હરોળ અથવા આઇલ સીટ પસંદ કરવા માટે રૂ. 2,000 નો ચાર્જ ચૂકવવો પડશે. તે જ સમયે, મધ્ય સીટ માટે, યાત્રીએ રૂ. 1,500 ચૂકવવા પડશે. તેવી જ રીતે બીજી અને ત્રીજી લાઇન માટે યાત્રીએ રૂ. 400 ચૂકવવા પડશે. આ સિવાય, 232 સીટની A321 ફ્લાઈટ અને 180 સીટની A320 ફ્લાઈટના ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઈન્ડિગોએ ઈંધણ ચાર્જ માફ કર્યા

ઈન્ડિગોએ (Indigo) 4 જાન્યુઆરીએ ફ્યુઅલ ચાર્જ હટાવવાનો નિર્ણય લીધો છે. એરલાઈને ગયા વર્ષે ઑક્ટોબર, 2023 ની શરૂઆતમાં ફ્યુઅલ ચાર્જ શરૂ કર્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં એટીએફના ભાવમાં વધારો થયા બાદ એરલાઈને આ નિર્ણય લીધો હતો. એરલાઈને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર ઈંધણ ચાર્જ હટાવી દીધો છે.

આ પણ વાંચો –  Adani Group : SC થી રાહત બાદ અદાણી ગ્રૂપ એક્શન મોડમાં, વધુ એક કંપનીને કરી ટેકઓવર, આટલા કરોડમાં થઈ ડીલ

Whatsapp share
facebook twitter