+

Income Tax Refund: આવકવેરા રિફંડ મેળવવામાં તેજી, વેઈટીંગ સમયગાળો પણ પાંચ વર્ષમાં ઘટ્યો

છેલ્લા પાંચ વર્ષમાં આવકવેરા રિફંડમાં વધારો થયો છે. લગભગ 89 ટકા વ્યક્તિઓ અને 88 ટકા કંપનીઓ માને છે કે 2018-2023 ની વચ્ચે આવકવેરા રિફંડ મેળવવાની રાહ જોવાની અવધિમાં મોટો ઘટાડો…

છેલ્લા પાંચ વર્ષમાં આવકવેરા રિફંડમાં વધારો થયો છે. લગભગ 89 ટકા વ્યક્તિઓ અને 88 ટકા કંપનીઓ માને છે કે 2018-2023 ની વચ્ચે આવકવેરા રિફંડ મેળવવાની રાહ જોવાની અવધિમાં મોટો ઘટાડો થયો છે, એમ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે. સર્વે અનુસાર, 75.5 ટકા વ્યક્તિઓ અને 22.4 ટકા કંપનીઓએ તેમની અંદાજિત વેરાની જવાબદારી કરતાં વધુ TDS ચૂકવ્યો નથી. તાજેતરના વર્ષોમાં, સરકારે કરવેરા પ્રણાલીને સુવ્યવસ્થિત, સરળ અને સ્વચાલિત કરવા માટે વ્યાપક પગલાં લીધાં છે.રિપોર્ટ અનુસાર, 87 ટકા વ્યક્તિઓ અને 89 ટકા કંપનીઓને લાગે છે કે રિફંડ ક્લેમ કરવાની પ્રક્રિયા અનુકૂળ છે. CIIના ડાયરેક્ટર જનરલ ચંદ્રજિત બોઝે જણાવ્યું હતું કે, આ રિફંડ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવાના સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.આવકવેરા વિભાગ પ્રતિ વિશ્વાસ વધ્યોCII સર્વે ઓક્ટોબર 2023માં 3,531 ઉત્તરદાતાઓ વચ્ચે કરવામાં આવ્યો હતો. તેમાંથી 56.4 ટકા વ્યક્તિઓ હતા. 43.6 ટકા કંપનીઓ અથવા સંસ્થાઓ હતી. આ સર્વેમાં દેશના મોટા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આઇટીઆર રિફંડ પ્રક્રિયામાં ઓટોમેશન અને સરળીકરણે કર વિભાગમાં કરદાતાઓનો વિશ્વાસ વધાર્યો છે.

 

આ  પણ  વાંચો –મોંઘવારી અંગે RBI ગવર્નરની વધુ એક ચેતવણી…બેંકોને પણ આપવામાં આવી આ સૂચના

 

Whatsapp share
facebook twitter