Direct Tax Collection: ચાલુ નાણાકીય વર્ષમાં 2024 સુધીમાં કેન્દ્ર સરકારની ચોખ્ખી પ્રત્યક્ષ (Direct Tax Collection) કરવસૂલાત 19 ટકા વધીને રૂ. 14.70 લાખ કરોડ નોંધાઇ હતી. સરકારના ડેટા અનુસાર ચોખ્ખી પ્રત્યક્ષ (Direct Tax Collection) કરવસૂલાત વાર્ષિક લક્ષ્યના લગભગ 81 ટકા સુધી પહોંચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024ના અંદાજપત્રમાં રૂ. 18.23 લાખ કરોડની ચોખ્ખી પ્રત્યક્ષ કરની આવક થવાનો અંદાજ મૂક્યો હતોજેમાં નાણાકીય વર્ષની રૂ. 16.61 લાખ કરોડની આવકની તુલનાએ 9.75 ટકા વધારે હતી.
ત્યારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે પ્રત્યક્ષ કરની વસૂલાત 14.70 લાખ કરોડ રૂપિયાની રહી હતી જે પાછલા વર્ષના સમાન ગાળા દરમિયાન થયેલી કરની આવકની સરખામણીએ 19.41 ટકા વધારે છે.તેને વાર્ષિક અંદાજ સાથે સરખાવવામાં આવે તો તે કુલ અંદાજના 80.61 ટકા છે.
પર્સનલ ઇન્કમટેક્સ કલેક્શનમાં 27.26 ટકાનો વધારો
કંપનીઓનું ગ્રોસ કલેક્શન રૂ. 17.18 લાખ રહ્યું હતું કે જે પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 16.77 ટકા વધારે છે. ગ્રોસ કોર્પોરેટ ટેક્સ (CIT) અને પર્સનલ ઇન્કમટેક્સ (PIT)માં વૃદ્ધિદર ક્રમશઃ 8.32 ટકા અને 26.11 ટકા રહ્યો હતો. રિફંડના સમાયોજન બાદ સીઆઈટી કલેક્શનમાં નેટ વધારો 12.37 ટકા અને પીઆઈટી કલેક્શનમાં 27.26 ટકા રહી હતી.
Direct Tax collections at 80.61% of total Budget Estimates of Direct Taxes for F.Y. 2023-24 upto 10.01.2024
Gross Direct Tax collections at Rs. 17.18 lakh crore with Y-o-Y growth of 16.77%, as on 10th January, 2024
Direct Tax collection, Net of refunds stands at Rs.… pic.twitter.com/dFds8BuSrS
— Ministry of Finance (@FinMinIndia) January 11, 2024
ટેક્સ કલેક્શન સતત વધી રહ્યું છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) અનુસાર, રિફંડ પછી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.70 લાખ કરોડ રૂપિયા છે. ગયા નાણાકીય વર્ષમાં સમાન સમયગાળા દરમિયાન એકત્રિત કરાયેલા પ્રત્યક્ષ કર સંગ્રહની તુલનામાં આ 19.41 ટકા છે. આ નાણાંકીય વર્ષ 2023-24ના બજેટમાં નિર્ધારિત પ્રત્યક્ષ કર અંદાજના 80.61 ટકા છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલ, 2023 થી 10 જાન્યુઆરી, 2024 સુધીમાં કરદાતાઓને 2.48 લાખ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. 10 જાન્યુઆરી, 2024 સુધી કુલ ધોરણે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં સતત વધારો થયો છે.
આ પણ વાંચો – Parliament Budget Session : 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર, સરકાર કરી શકે છે મોટી જાહેરાત!