+

અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા લિ. ના સંચાલકીય નેતૃત્વમાં ફેરફાર, વાંચો અહેવાલ

વૈશ્વિક સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહના અદાણી પોર્ટફોલિયો ઓફ કંપનીએ આજે કરેલી જાહેરાત અનુસાર અદાણીના ટ્રાન્સમિશન વ્યવસાય અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના મુખ્ય કારોબારી અધિકારી અને મુખ્ય સંચાલકીય અધિકારી કે બિમલ દયાલને…

વૈશ્વિક સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહના અદાણી પોર્ટફોલિયો ઓફ કંપનીએ આજે કરેલી જાહેરાત અનુસાર અદાણીના ટ્રાન્સમિશન વ્યવસાય અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના મુખ્ય કારોબારી અધિકારી અને મુખ્ય સંચાલકીય અધિકારી કે બિમલ દયાલને અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડિયા લિ.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ થર્મલ, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં કંપની હસ્તકના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની વિશાળ કામગીરીના અમલીકરણ ઉપર દેખરેખ રાખશે.

 

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના તમામ વર્ટિકલ્સનો હવાલો આપવામાં આવ્યો

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) ની મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાના અને અને કંદર્પ પટેલની આગેવાની હેઠળની બનેલી વર્તમાન મેનેજમેન્ટ ટીમને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના તમામ વર્ટિકલ્સનો હવાલો આપવામાં આવ્યો છે, આ ટીમ ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને સ્માર્ટ મીટર ક્ષેત્રની મહત્વાકાંક્ષી વૃદ્ધિને આગળ ધપાવશે. આ નિર્ણયને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા યોગ્ય મંજૂરી આપવામાં આવી છે.

આ એક્ઝિક્યુટીવ કક્ષાએ થયેલા આ ફેરફારો સાથે અદાણી પોર્ટફોલિયો કંપનીઓના વાર્ષિક 15% થી વધુના દરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસને વધુ આક્રમક રીતે વધારવાના તેમના સંકલ્પને મજબૂત કરવાની દીશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતમાં આગવી હરોળના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર તરીકેની સ્થિતિને વધુ તાકાતવાન બનાવવા માટે તાજેતરમાં કંપનીએ આગામી 10 વર્ષમાં રૂ.7  લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની તેની યોજના જાહેર કરી હતી.

 

 

AESL અને અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમના સફળતાપૂર્વક સંપ્પન

અદાણી સમૂહની મુખ્ય અદાણી એન્ટરપ્રાઇઝ લિ.એ બંદરો, એરપોર્ટ, સૌર ઉત્પાદન, રસ્તાઓ, મેટ્રો અને રેલ, સંરક્ષણ અને એરોસ્પેસ અને ડેટા કેન્દ્રો સુધીની અસક્યામતો સફળતાપૂર્વક વિકસાવી છે.આ વ્યૂહાત્મક નેતૃત્વ પરિવર્તન તેના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં સતત સુધારણા અને વૃદ્ધિને સમર્પિત કંપનીઓની પ્રતિબદ્ધતાના અદાણી પોર્ટફોલિયોને પ્રતિબિંબિત કરે છે. AESL અને અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમના સફળતાપૂર્વક સંપ્પન થયેલા પ્રોજેક્ટ્સના ટ્રેક રેકોર્ડ સાથે, વૈશ્વિક ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે ઉચિત રીતે સ્થિત છે.

 

આ  પણ  વાંચો –હજારો કરોડોના GST ફ્રોડ, જેના કારણે સરકારને થયું મોટું નુકસાન…!

 

Whatsapp share
facebook twitter