+

ભારત સરકારનું ઐતિહાસિક પગલું, ક્રૂડ ઓઈલની ખરીદી માટે પહેલીવાર રૂપિયામાં ચુકવણી

ભારતીય ચલણ રૂપિયાને વૈશ્વિક સ્તરે ઓળખ આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે મહત્ત્વનું પગલું ભર્યું છે. જણાવી દઈએ કે, અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની પાસેથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને (IOC) 10 લાખ…

ભારતીય ચલણ રૂપિયાને વૈશ્વિક સ્તરે ઓળખ આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે મહત્ત્વનું પગલું ભર્યું છે. જણાવી દઈએ કે, અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની પાસેથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને (IOC) 10 લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે અને આ ખરીદી માટે પહેલીવાર રૂપિયામાં ચૂકવણી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ભારત તેની તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે 85 ટકાથી વધુ આયાત કરે છે.

રૂપિયાને મળશે વૈશ્વિક ઓળખ

ક્રૂડ ઓઈલની ખરીદી માટે પ્રથમ વખત રૂપિયામાં ચૂકવણી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા આ એક ઐતિહાસિક પગલું છે. આ પછી ભારતીય રાષ્ટ્રીય ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. જણાવી દઈએ કે, આ પહેલા ક્રૂડ ઓઈલની ખરીદી માટે ચૂકવણીના ભાગરૂપે ડોલરનો ઉપયોગ થતો હતો. પરંતુ, જુલાઈ, 2023 માં, ભારત અને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપનીએ ક્રૂડ ઓઈલની ખરીદી માટે રૂપિયામાં ચૂકવણી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઐતિહાસિક નિર્ણય બાદ રૂપિયાને વૈશ્વિક ઓળખ મળશે.

રૂપિયામાં ચુકવણીના આ છે ફાયદા

ભારતના આ પગલાં બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ડોલરનું વર્ચસ્વ ઘટી શકે છે. ભારત વેપાર માટે ડોલરનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, રૂપિયામાં ચુકવણી પછી, સ્થાનિક ચલણના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, હવે રશિયન તેલની ખરીદી પણ રૂપિયામાં ચૂકવવામાં આવી શકે છે. જો કે, અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, આ પગલાં બાદ એક તરફ ભારતીય ચલણ વૈશ્વિક સ્તરે ઓળખ પામશે તો બીજી તરફ ડોલરની માગ ઘટાડવામાં મદદ થશે. 1970ના દાયકાથી તેલની ખરીદી માટે ડોલરમાં ચુકવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો – લંડનમાં Ambani ની મોટી ડીલ… હવે આ સેક્ટરમાં વાગશે Reliance નો ડંકો

Whatsapp share
facebook twitter