+

GLOBAL T20 CANADA 2023 : કેનેડિયન ગ્લોબલ T20 ટ્રોફીમાં એક ગુજરાતી બિઝનેસમેનની ટીમે વગાડ્યો ડંકો

વિદેશી ધરતી પર પોતાના નામનો ડંકો વગાડી શકે અને દેશનું નામ રોશન કરી શકે તેવા ઘણા ભારતીયો વિશે તમે જાણતા હશો. આજે તમને એક એવા જ ભારતીય વિશે જણાવવા જઇ…

વિદેશી ધરતી પર પોતાના નામનો ડંકો વગાડી શકે અને દેશનું નામ રોશન કરી શકે તેવા ઘણા ભારતીયો વિશે તમે જાણતા હશો. આજે તમને એક એવા જ ભારતીય વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેઓ ભારતીય છે અને વિદેશી ધરતી પર બિઝનેસ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે કાર્ય કરી ભારતનું નામ રોશન કરી રહ્યા છે. જે વ્યકિતની અમે વાત કરી રહ્યા છીએ તે ન માત્ર બિઝનેસમાં પણ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ મોટું નામ છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ આશિષ પરીખની.

અમેરિકાની ધરતી પર રહેતા મૂળ ગુજરાતી આશિષ પરીખની માલિકીની ટીમ મોન્ટ્રિઅલ ટાઈગર્સે પ્રતિષ્ઠિત 2023 કેનેડિયન ગ્લોબલ t20 ટ્રોફી જીતીને વૈશ્વિક ક્રિકેટના નકશા પર સફળતાપૂર્વક સ્થાન મેળવ્યું છે. ગુજરાત ફર્સ્ટ સાથે આશિષ પરીખે પોતાના સંપૂર્ણ સફરની યાદો તાજા કરી હતી.

સવાલ
વિદેશની ધરતી પર બિઝનેસ જગતમાં અને સ્પોર્ટસ જગતમાં આપનું મોટુ નામ છે, સૌથી પહેલા તો આપને ખુબ-ખુબ શુભેચ્છા, સ્પોર્ટસ જગતમાં આપની ટીમે જે પ્રગતિ કરી છે તેના માટે, આનો શ્રેય આપ કોને આપો છો

જવાબ

ખરેખર આનો શ્રેય દરેક પ્લેયર, કોચ, ઓર્ગેનાઇઝર્સ, સપોર્ટર્સ, દરેક દર્શકો જેમણે આ મેચ જોઇ અને સ્પોન્સર્સને આપુ છું તેમણે સપોર્ટ કર્યો અને લોકોમાં આ ટુર્નામેન્ટને લઇને એક્સાઇટમેન્ટ ઉભુ કર્યુ..

સવાલ

આપનું બોર્ન એન્ડ બ્રોટઅપ કેવું રહ્યુ હતું.. આપ ઇન્ડિયન ઓરિજિન છો, તો ક્યાંથી બિલોન્ગ કરો છો ?

જવાબ

મૂળ વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાંથી બિલોન્ગ કરુ છું. વડોદરા જિલ્લામાંથી ભણતર ચાલુ થયું હતું.. નડિયાદની ઇટીએસ સ્કૂલ, બરોડા હાઇસ્કૂલ, ભવન્સ અને છેલ્લે વિદ્યાકુંજ ટોટલ ચાર સ્કૂલોમાં થઇને સ્કૂલિંગ પુરુ કર્યુ. બાદમાં એમએસ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં મારુ ગ્રેજ્યુએશન બીએસસી અને માસ્ટર્સ બન્ને પુરુ કર્યુ, ત્યારબાદ અમેરિકા આવ્યો અને અમેરિકા આવીને આગળ વ્યવસાયમાં સેટલ ડાઉન થઇને અલગ અલગ વ્યવસાયમાં ઝંપલાવ્યું. આખરે સ્પોર્ટસમાં ઝંપલાવ્યુ છે. અને એ પ્રમાણે આખી જર્ની ચાલતી આવી છે.

સવાલ
પહેલા બિઝનેસ જગતમાં આપે એન્ટ્રી કરી હતી, ત્યારબાદ આપે સ્પોર્ટસમાં એન્ટ્રી કરી આ આખી ર્જની કેવી હતી ત્યારથી અત્યાર સુધીની

જવાબ

જર્ની દરેક લોકોની જે સ્ટોરી હોય છે તે પ્રમાણે ચેલેન્જીંગ, કઠણ અને મહેનતવાળી હતી.. પહેલા ભણવામા ઘણી ચેલેન્જીસ પછી ગ્રેજ્યુએશન પછી જોબ અને જોબની જોડે પછી સેટલ ડાઉન થવાનું હોય.. પછી અમેરિકા આવ્યો અને અમેરિકામાં પણ આવીને પછી સેટલ ડાઉન થવાનું હોય અને તેમાં પણ નવો બિઝનેસ લઇને સેટલ થવાનું હોય બીજા દેશમાં તો વધારે ચેલેન્જિંગ હોય છે, પણ ઘણાસારા ફેમિલી, ફેન્ડ્સ, રિલેટીવની હેલ્પથી.. આજે સેટલ છીએ અને ઘણા અલગ-અલગ ક્ષેત્રમાં ચેલેન્જ સ્વીકારીને સકસેસફુલ બિઝનેસ એન્ટરપ્રિન્યોર તરીકે ઓળખ મેળવી છે.

સવાલ

આપનું સ્પોર્ટસ જગતમાં મોટુ નામ છે અને આપે જે ટીમ ખરીદી છે મોન્ટ્રિઅલ ટાઇગર નામની આપની ટીમ છે જે કેનેડિયન ગ્લોબલ અન્ડર ટી-20ની અંડરમાં આવે છે. તો સૌથી પહેલા તો આપ દર્શકોને એ જણાવો કે આ જે આખી લીગ છે, કેનેડિયન ગ્લોબલ ટી-20 એ શું છે તેના વિશે થોડી માહિતી આપશો. કારણ કે વર્લ્ડની થર્ડ લાર્જેસ્ટ લીગ છે.

જવાબ

ચોક્કસ, જીટી 20 એટલે એક ક્રિકેટ કેનેડાની ટી-20 લીગ છે.. જેમાં લોકલ ટેલેન્ટને ઉભરવા માટે આઇપીએલની જેમ સેમ કોન્સેપ્ટથી બનાવાવમાં આવી છે. આઇપીએલ પછી ઓસ્ટ્રેલિયાની બીગ બેસ અને પછી આ કેનેડાની જીટી -20 થર્ડ નંબર પર આવે છે. અને વર્લ્ડમાં ઓલમોસ્ટ 85 કન્ટ્રીઝમાં ટીવી પર રીલે થાય છે. 125 મિલિયન પ્લસ વ્યૂઅર્સ છે.. અને દરેક સોશિયલ મીડિયા પર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંકડિન, યૂ-ટ્યૂબ અને ટ્વીટર પર તેની મોજુદગી છે.

દરેક ટીમના પોત-પોતાના ફેસબુક હેન્ડલ છે અને સોશિયલ મીડિયાના હેન્ડલ્સ છે અને જીટી-20નું પોતાનું પણ છે. જે રીતે ઇન્ડિયામાં આઇપીએલ બીસીસીઆઇના સહયોગથી ચાલુ થયુ હતું, અને આજે એટલું સફળ છે કે તેનું અનુકરણ બીજા 10 થી 11 કન્ટ્રીઝ કરી રહ્યા છે. તેમાંથી એક કેનેડા છે.. અને કેનેડામાં જીટી 20 સકસેસફુલ્લી રન થઇ રહી છે. 2018માં ચાલુ થઇ હતી.. 2019માં રમાઇ હતી.. કોવિડના હિસાબે 2020, 2021 અને 2022માં નહોતી રમી શકાઇ , 2023માં ત્રણ વર્ષના ગેપ પછી ચાલુ રહી હોવાથી ઓલમોસ્ટ નવેસરથી ચાલુ થઇ હોય તે રીતનું વાતાવરણ છે .. પબ્લીકમાં અને લોકલ રેસીડેન્ટમાં ઘણુંજ એકસાઇટમેન્ટ છે, અને ઘણોજ સહયોગ મળ્યો છે, ખુબ સરસ રીતે બધાએ ગેમ એન્જોય કરી છે, કેનેડાના લોકલ્સની સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ, મેયર , પ્રોવિન્સના હેડ બધાએ યોગદાન આપ્યુ છે, આ ઉપરાંત લોકલ ટીમોના ઓનર્સે પણ ઘણી મહેનત કરી છે. લીગના ઓનર્સ ગુરમીત સિંહ ,તેમના પુત્ર કરન અને ડિરેકટર આશીત પટેલે પણ લીગને જમાવવા માટે ખુબજ મહેનત કરી છે, અને બધી ટીમોને સહકાર આપીને ખુબજ સુંદર રીતે આયોજન કર્યુ હતું. એના સિલેક્શનમાં કોચ તરીકે જે પહેલા હતા મુકેશ નરુલા જે પહેલા બરોડાના છે તે પણ ત્યાં બહુ સારી રીતે સંકળાયેલા છે અને તેમણે પણ ખાસ્સુ યોગદાન આપ્યું છે, એટલે આ રીતે ઘણા બધા લોકોના સહયોગથી આ ટુર્નામેન્ટ સકસેસફુલ બની છે, અને આને વધારે સકસેલફુલ બનાવવા ગુજરાતના અને ભારતના દરેક નાગરિકને અપીલ કરુ છું કે સોશિયલ મીડિયા પર અમને લાઇક કરીને, અમને ફોલો કરીને આપનો પ્રેમ વરસાવજો . જેથી કરીને આ ટીમનું નામ , તેનો રિસ્પોન્સ અને તેને ફોલો કરી શકો કે શું શું અપડેટ્સ આવે છે.. આ જે અમારા ટીમના ત્રણ પ્લેયરો જે કેનેડામાંથી રમી રહ્યા છે તેમણે ખુબજ સારુ પરફોર્મ કર્યુ છે.. આ ઉપરાંત અનેક ખેલાડીઓએ અને વર્લ્ડ ફેમસ કોચ ડેવ વોટ્સમેન બધા ખુબજ સરસ રીતે આ ટીમને આગળ લાવ્યા છે.

સવાલ

આપ ઇન્ડિય ઓરિજિન છો, આપે ત્યાંની લીગ ખરીદી છે.અહીંના લોકોને સપોર્ટ કરવા આપ પ્રયાસ કરી રહ્યા છો..ત્યારે સવાલ એ થાય કે શું ઇન્ડિયન ઓરિજિન હોય તે આપની ટીમમાં શામેલ થઇ શકે કે પછી તેના માટે કોઇ પરમીશન લેવી પડતી હોય છે

જવાબ

આમાં કોઇપણ દેશનો ક્રિકેટર ભાગ લઇ શકે છે. માત્ર જે તે દેશના ક્રિકેટ બોર્ડની પરવાનગી હોવી જોઇએ અને લેવલ A પ્લેયરનું સર્ટીફિકેશન હોવું જરૂરી છે. અને ક્રિકેટ બોર્ડ તરફથી એનઓસી જરૂરી છે.. ઘણા બધા લોકો જે ભારતમાંથી અન્ય કન્ટ્રીમાં મુવ થયા હોય તેઓ આ ટુર્નામેન્ટમાં જોડાયા હતા અને એ લોકો અલગ-અલગ ટીમ તરફથી રમ્યા છે.. ઓપોર્ચ્યુનીટિ દરેક માટે છે . હાલ બીસીસીઆઇ તેના પ્લેયર્સને બીજી કોઇ લીગમાં રમવાની પરવાનગી નથી આપતું, પરંતુ જો તે એપ્રુવલ આપશે તો આ લીગ ઉંચા લેવલ પર જઇ શકશે અને સારા-સારા ઇન્ડિયાના પ્લેયર્સ આવી ટુર્નામેન્ટમાં રમશે તો જે તે દેશના લોકલ્સનો પણ ઉત્સાહ વધશે

સવાલ
આપે ત્યાં ટીમ ખરીદી છે તેની પાછળનું રીઝન શું ?

જવાબ
તમે કોઇ પણ બિઝનેસ શરૂ કરો એટલે તમારે એની ડિટેઇલમાં સ્ટડી કરવી પડતી હોય છે, તેના પ્લસ અને માઇનસ સમજવા જરૂરી હોય છે, અને બે-ત્રણ તમારા ખાસ ફ્રેન્ડસ હોય કે લિગલ એડવાઇઝર હોય તો એ લોકોની હેલ્પ લઇ, માર્ગદર્શન લઇ બિઝનેસની શરૂઆત કરતા હોઇએ છીએ. એ જ રીતે આપડે જીટી-20માં મોન્ટ્રિઅલ ટાઇગર્સની શરૂઆત કરેલી તેમાં નામ તો ઘણા બધાના છે જે લોકોના ખરેખર ડિસિઝન લેવામાં મહત્વનો રોલ હતો ,તેમાં કેનેડાના બે થી ત્રણ ફેન્ડસ છે. તેમણે બહુજ સપોર્ટ કર્યો અને કહ્યુ કે જો તુ આની શરૂઆત કરીશ તો તને જ્યાં-જયાં જરૂર પડશે ત્યાં અમે સપોર્ટ કરીશું મારા ઇન્ડિયાના ફ્રેન્ડસ જેમની સાથે હુ મારા દરેક ડિસિઝન ડિસ્કસ કરતો હોઉ છું તેમણે પણ મને ખુબ સહકાર આપ્યો અને અમેરિકામાં પણ મારા બીજા ખાસ ફ્રેન્ડસ છે એ લોકોએ પણ મને સલાહ અને સહકાર આપ્યા.

સવાલ
એ પણ જાણવું છે કે અહીંની લીગ છે જેમકે આઇપીએલ .. આ બધામાં જનરલ ડિફરન્ટશું હોય છે ?

જવાબ

આમ તો ત્રણેય બાકીની જે નવ-દસ લીગ રમાય છે બધામાં સિમિલારીટી જ છે. દરેક કન્ટ્રીને પોતાના લોકલ ટેલેન્ટને બને તેટલા મેક્સિમમ એક્સ્પોઝર આપવા છે અને બને તેટલા ચાન્સીસ આપવા છે કે જેથી તેઓ પોતાનું ટેલેન્ટ બતાવી શકે અને સાથે સાથે ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર્સને બોલાવીને તેમનું માર્ગદર્શન આ નવા ટેલેન્ટને આપી શકાય અને લોકલ વ્યુઅર્સ છે તે લોકોને પણ એન્કરેજ મળે અને એ્સાઇટમેન્ટ મળે..આજે જોવા જઇએ તો ટી -20 કે શોર્ટ ફોર્મેટ છે જે સાડા ત્રણ કલાકમાં પૂરી થઇ જાય છે અને લોકોના આખા દિવસના કામમાં દખલ થતી નથી તેને લોકો વધુ પસંદ કરે છે.

સવાલ
અહીંના લોકો એવા છે જે આઉટ ઓફ કન્ટ્રી જવાનું વિચારતા હોય છે. કેનેડામાં ઘણા ગુજરાતીઓ જતા હોય છે તેમને હેલ્પ કરવા માટે તમે કેવુ પ્લેટફાર્મ પુરુ પાડો છો

જવાબ

ડેફિનેટ્લી અમારા માટે આ પહેલું વર્ષ હતું, અમે ઘણું બધુ શીખી રહ્યા છીએ..અમારી ટીમ ઘણી બધી ઇન્ફોરમેશન એકઠી કરી રહી છે, અને નેકસ્ટ ઇયરથી અમે ઘણી બધી બાબતોમાં ડેવલપમેન્ટ કરીશું જેમ કે લોકલ ક્રિકેટ એકેડેમી બનાવીશું જ્યાં વર્લ્ડના સારામાં સારા ક્રિકેટરને કોચ તરીકે લાવીને લોકલ ટેલેન્ટ હોય છે તેમને પ્રોપર બોલિંગ, બેટીંગ અને તેમના સ્કિલ પ્રમાણે ડેવલપ કરીશું, ત્યાં લોકલ ગ્રાઉન્ડસ અને સ્ટેડીમયમ બનાવવાનો પણ અમારો પ્લાન છે, અને લોકલ ગવર્નમેન્ટ સાથે રિલેશન ડેવલપ કરીને ત્યાંના જે ક્રિકેટ ટેલેન્ટ છે તેમના માટે જે પણ હેલ્પ મળી શકે તે લેવાની છે, જેથી આવા ટેલેન્ટને આગમી સમયમાં મોન્ટ્રિઅલ ટાઇગર કે પછી બીજી કોઇપણ ટીમમાં સ્થાન મળી શકે છે, જ્યારે અમે આ પ્રકારની એકેડેમી શરુ કરીશું ત્યારે ખુબ મોટુ એનાઉન્સમેન્ટ કરીશું

સવાલ

એક મેસેજ જોઇ એ છે કે અહીંના લોકો જે કેનેડા-યૂએસ જતા હોય છે તેમણે સકસેસ થવા માટે શું કરવું જોઇએ આપના તરફથી શું એડવાઇઝ છે

જવાબ
બસ એટલું જ કરવાનું કે કોઇપણ બાબતમાં સંકોચ ન રાખશો.. મહેનત કરવામાં પાછા ન પડશો આમપણ આપણા ભારતીય મૂળના બાળકો નાનપણથી ઘણું શીખીને આવતા હોય છે, એજ્યુકેશનમાં પણ હોંશિયાર હોય છે. અને દરેક જગ્યાએ પહોંચવામાં ખુબજ કાબેલ હોય છે.. એટલે તેમને બીજું તો કંઇ શીખવાડવાની જરૂર નથી બસ તેમને હિંમત આપવાની અને પ્રોપર રીતે ગાઇડન્સ આપવાની જરૂર હોય છે. તમારી કાબેલિયતને રોકી ન રાખશો બસ મહેનત કરીને સફળતા સુધી પહોંચવાનું છે.. ગુજરાતીઓ દરેક ક્ષેત્રમાં જોવા મળતા હોય છે. . એટલે પ્રાઉડ થાય છે, હું પોતે ગુજરાતી છું.. ભારતીય છું. આજના ભારતીય બાળકો ખુબજ હોંશિયાર છે, એટલે તેમને કહેવાનું કે એજ મનોબળ અને એ જ સ્ટ્રેન્થને પકડીને રાખજો.

સવાલ

જે રીતે આપ અહીંથી ત્યાં શીફ્ટ થયા આપને સકસેસ મળી છે.. બિઝનેસ જગતમાં આપ સકસેસ છો.. સ્પોર્ટસ જગતમાં પણ આપને સક્સેસ મળી છે તો આપની લાઇફની કોઇ એક એવી વાત જેનાથી લોકોને ઇન્સ્પિરેશન મળે

જવાબ

ઇન્સિપિરેશન એક એવી વસ્તુ છે જે માણસને ગમે તે જગ્યાએથી ..કે પછી ગમે તે સિચ્યૂએશનમાંથી મળી શકે તમે બેઠા હોવ અને કંઇક વિચાર કરતા હોવ, કોઇ સિચ્યુએશન ઉભી થાય અને તેમાંથી ઇન્સિપિરેશન મળી જાય. ઘણીવાર ચાલતા ચાલતા પણ ઇન્સિપરેશન મળી જાય છે.. અને આ ફિલ્ડની વાત કરીએ તો ખાસ કરીને સ્પોર્ટ સાથેનો લગાવ અને ઇન્વોલ્વમેન્ટ અને ઘણીબધી વસ્તુઓ કોમ્યુનિટી માટે કરવાની અંદરથી ઇચ્છાને કારણે ઇન્સિપરેશન મળ્યું .. ઘણીબધી ચેલેન્જીસ આવી.. ઇન્ડિયામાં જ્યારે હતા જોબ કરતા હતા ત્યારે ચેલેન્જિસ આવવાથી ઘણી બધી વસ્તુઓ શીખ્યા.. લેટેસ્ટમાં વિશ્વ ઉમિયા ધામમાં શ્રી આર પી. પટેલ સાહેબ , શ્રી દિનેશભાઇ પટેલ કે જેઓ નોર્થ અમેરિકાના યુથ પ્રેસિડેન્ટ છે તેમની પાસે વાતચીત ચાલતી હતી ત્યારે અલગ-અલગ ટાઇપના દાનની વાત નીકળી ત્યારે એક દાનની વાત નીકળી હતી તે હતું નડતર દાન .. એટલે કો કોઇપણ વસ્તુમાં ન નડવું એ પણ એકદાન છે. એ વસ્તુ મારા મગજમાં એટલી બધી બેસી ગઇ કારણ કે જ્યારે કોઇક વ્યક્તિ કોઇ કામ સારુ કરતો હોય છે ત્યારે ઘણા બધા વ્યકિતઓ તેમને નીચે ખેંચવા માટે તકલીફ ઉભી કરતા હોય છે.. ત્યારથી હુ બધાને કહુ છું કે થાય એટલું કરો પણ કોઇને નડશો નહીં. આ એક જ ઇન્સિપિરેશન એવું હતું જે દરેક વસ્તુમાં કામ લાગ્યુ છે.. હું દરેકને એવી અપીલ કરુછુ કે એવું દાન કરો કે જેમાંથી તમારી ફેમિલિ અને તમારા ફ્રેન્ડ્સને તમારા પર પ્રાઉડ ફિલ થાય. ભગવાને ફક્ત એક જ જનમ આપ્યો છે મનુષ્યનો ..તેનો પુરેપુરો ઉપયોગ કરી પ્રાઉડ ફિલ થાય તેવું કામ કરો

સવાલ
અહીંયાથી ઘણા બધા લોકો ત્યાં જતા હોય છે. આપ ઘણા બધા એસોસિએશનસાથે જોડાયેલા છો, બટ એ જાણવુ છે કે ત્યાંની સરકાર તરફથી આપને કેવો સપોર્ટ મળી રહ્યો છે.

જવાબ

ઘણો સારો સહકાર મળી રહ્યો છે ત્યાંના મેયર પેટ્રીક બ્રાઉને ઘણો સપોર્ટ કર્યો. મોન્ટ્રિઅલના પ્રિમિયર ડક ફોર્ડે સારુ ફંડિંગનું ડોનેશન કરાવ્યુ, આ ટુર્નામેન્ટના આયોજન પાછળ , ત્યાંના સાંસદો અને ડેલિગેટ્સનો પણ ખુબ સહકાર મળ્યો. ધીરે-ધીરે આ વસ્તુને આખા કેનેડામાં વિસ્તારવા માંગીએ છીએ. ખાસ કરીને અમારા મોનટિરિયલ વિસ્તારમાં. કોવિડ દરમ્યાન જ્યાં ત્રણ ફૂટનો ડિસ્ટન્સ રાખવાની ડબલ્યુ એચ.ઓની ગાઇડલાઇન હતી.. ક્રિકેટની ગેમ એવી છે કે આ ગેમમાં જે 20 થી 25 ખેલાડીઓ એક સાથે રમતા હોય છે તેમની વચ્ચે આપોઆપ 3 ફૂટથી વધુનું ડિસ્ટન્સ જળવાય છે. એટલે કે કોવિડ જેવા સમયગાળામાં સૌથી પ્રથમ નંબરે જો કોઇ આઉટડોર ગેમ આવતી હોય તો તે મને લાગે છે કે ક્રિકેટ છે. ક્રિકેટનો કેનેડામાં ખુબ પ્રચાર કરવો છે, કેનેડાની સરકારનો ખુબ સાથ સહકાર મેળવવાની આશા છે, અને આ રીતે ક્રિકેટની રમતને અને આ ટુર્નામેન્ટને કેનેડામાં ખુબજ સકસેસફુલ બનાવી છે, અમે ઇચ્છીએ છીએ કે નેક્સ્ટ ટાઇમ વર્લ્ડકપમાં કેનેડાની ટીમ હોય

સવાલ

આપનો ફ્યૂર પ્લાન શું છે ? આ ફ્યૂર પ્લાનમાં ઇન્ડિયન ઓરિજિનના લોકો માટે ફાયદો આપે તેવુ શું છે

જવાબ 

આમ તો રિટાયરમેન્ટમાં ઘણાવર્ષો બાકી નથી રહ્યો પણ એ પહેલા જેટલુ સારુ અને નવી જનરેશન માટે ક્રિકેટમાં જેટલુ ઇઝિ પ્લેટફોર્મ બનાવી શકાય તે બનાવવું છે.. ક્રિકેટમાં સારુ એવુ નોલેજ છે તો ઇચ્છા છે કે ગુજરાતમાં પણ જો કોઇ ડેવલપમેન્ટ થઇ શકે તો કરવું છે. ગુજરાતના ક્રિકેટ પ્લેયર્સ છે , જે ટેલેન્ટ છે તેમના સહકારમાં કંઇક આગળ થઇ શકે તો કરવું છે, એટલે જોઇ છે આગળ સમય જતા કે શું કરી શકીએ છીએ પણ નવી જનરેશનને પ્લેટફોર્મ આપવા અમે ચોક્કસ રેડી છે પછી ગુજરાત હોય, અમેરિકા હોય કે કેનેડા હોય.

Whatsapp share
facebook twitter