Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Delhi : ‘બધું હવામાં છે’, દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટ નારાજ, CAQM ને લગાવી ફટકાર

06:27 PM Sep 27, 2024 |
  1. વાયુ પ્રદુષણની સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ
  2. સુપ્રીમ કોર્ટે CAQM પાસેથી વિગતવાર ખુલાસો માંગ્યો
  3. પરાલી સળગાવવાથી દિલ્હીના વાયુ પ્રદુષણમાં વધારો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)માં વાયુ પ્રદુષણની સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. દિલ્હી (Delhi)ના પડોશી રાજ્યોમાં કથિત રૂપે પરાલી સળગાવવા પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસો ન કરવા બદલ સર્વોચ્ચ અદાલતે શુક્રવારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) ને ફટકાર લગાવી હતી. તમને જણાવી દઈએ કે, શિયાળાની ઋતુમાં હરિયાણા અને પંજાબ જેવા રાજ્યો પરાલી સળગાવવાથી દિલ્હી (Delhi)ની વાયુ પ્રદુષણમાં નોંધપાત્ર વધારો થાય છે.

જસ્ટિસ અભય એસ ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે CAQM એક્ટની જોગવાઈઓને લાગુ કરવાની કમિશનની ક્ષમતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કમિશનને જણાવ્યું છે કે તેને પરસળ બાળવા માટે શું પગલાં લીધાં છે. જસ્ટિસ ઓકાએ કહ્યું કે, કાયદાનું બિલકુલ પાલન નથી થઇ રહ્યું. CAQM એક્ટ હેઠળ તમે કોઈપણ હિતધારકને જારી કરેલા કોઈપણ માર્ગદર્શન વિશે કૃપા કરીને અમને જણાવો.

સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા હતા…

આ કેસમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એશ્વર્યા ભાટીએ એફિડેવિટ વાંચતા કહ્યું હતું કે, આ સમસ્યાનું સંચાલન કરવા માટે એડવાઇઝરી અને ગાઈડલાઈન જરી કરવા જેવા અનેક પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ, કોર્ટ આનાથી સંતુષ્ટ નહતી. એક અહેવાલ મુજબ, જસ્ટિસ ઓકાએ કહ્યું કે બધું જ હવામાં છે. NCR રાજ્યોમાં આ અંગે શું કરવામાં આવ્યું છે ટે વિશે તેમણે કશું કહ્યું નથી.

આ પણ વાંચો : શું છે MUDA કૌભાંડ? કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી, લોકાયુક્તે નોંધ્યો કેસ

સુપ્રીમ કોર્ટે CAQM પાસેથી વિગતવાર ખુલાસો માંગ્યો…

અગાઉ મંગળવારે, સુપ્રીમ કોર્ટે CAQM પાસેથી વિગતવાર ખુલાસો માંગ્યો હતો, અને તેને સમજાવવા માટે કહ્યું હતું કે તેણે પરાલી સળગાવવાને રોકવા માટે કયા ધોરણો નક્કી કર્યા છે. વરિષ્ઠ એડવોકેટ અપરાજિતા સિંઘ, જેઓ કોર્ટને એમિકસ ક્યુરી તરીકે મદદ કરી રહ્યા છે, તેમણે મીડિયા અહેવાલોને ટાંક્યા હતા જે સૂચવે છે કે સ્ટબલ સળગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આને ધ્યાનમાં રાખીને બેંચે પંચને 27 સપ્ટેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : Mpox નું જોખમ વધ્યું! દેશમાં બીજો દર્દી મળ્યો, આ રાજ્યમાંથી નોંધાયો કેસ…

રચના થઈ ત્યારથી કોઈ કામ થયું નથી…

શુક્રવારે સુપ્રીમ કોર્ટે કમિશનના વલણ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તે કાયદાનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યો છે. એવું લાગે છે કે બધું હવામાં છે. પંચ માત્ર મૂક પ્રેક્ષક બનીને રહી ગયું છે. બહેતર એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ કરતી વખતે, કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કાયદાની કલમ 14 હેઠળ સ્ટબલ બાળનારાઓ સામે પગલાં લેવાની સત્તા હોવા છતાં, પંચે તેની રચના પછી કોઈ પગલાં લીધાં નથી. આગામી સુનાવણી 3 ઓક્ટોબરે થશે.

આ પણ વાંચો : આ રહી વકફ બોર્ડની A to Z માહિતી, 2013માં થયેલા સુધારામાં મળી હતી આ અમર્યાદિત સત્તાઓ