Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓપરેશન ગંગા હેઠળ એર ઈન્ડિયાની 5મી ફ્લાઈટ ભારત પહોંચી

04:05 AM May 06, 2023 | Vipul Pandya

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને ભારત આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI 1942) સવારે 6:30 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ શરુ થઇ ચૂક્યું છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લઇ આવવા માટે ભારત સતત મહેનત કરી રહ્યું છે. ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. 249 ભારતીય નાગરિકો સાથે એર ઈન્ડિયાની પાંચમી ઈવેક્યુએશન ફ્લાઈટ સોમવારે સવારે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી દિલ્હી આવી પહોંચી હતી. 
એર ઈન્ડિયાની 1942A ફ્લાઈટ ભારતીય સમય અનુસાર 12:30 વાગ્યે બુકારેસ્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. સોમવારે સવારે લગભગ 6:30 વાગ્યે ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી. અત્યાર સુધીમાં ત્રણ દિવસમાં 1156 ભારતીયો યુક્રેનથી સુરક્ષિત પરત ફર્યા છે. જોકે, ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાનું કહેવું છે કે ભારતે યુક્રેનમાંથી લગભગ 2,000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. તેમાંથી 1,000 લોકોને હંગેરી અને રોમાનિયા થઈને ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઘરે લાવવામાં આવ્યા છે.
1156 લોકોને યુક્રેનથી ભારત પરત લઇ આવવામાં આવ્યા 
26 ફેબ્રુઆરીના રોજ 219 નાગરિકોને બુકારેસ્ટથી મુંબઈ લઇ આવવામાં આવ્યા હતા 
27ફેબ્રુઆરીના રોજ   250 નાગરિકોને  બુકારેસ્ટ- દિલ્હી  લઇ આવવામાં આવ્યા હતા 
27ફેબ્રુઆરીના રોજ   240  નાગરિકોને  દિલ્હી  લઇ આવવામાં આવ્યા હતા 
27ફેબ્રુઆરીના રોજ 198 નાગરિકોને દિલ્હી  લઇ આવવામાં આવ્યા હતા 
28 ફેબ્રુઆરીના રોજ 249 નાગરિકોને  દિલ્હી  લઇ આવવામાં આવ્યા હતા