Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

219 ભારતીય નાગરિકોને લઇને મુંબઈ પરત ફરી Air Indiaની ફ્લાઇટ

09:30 AM May 09, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ઘણા નિર્દોશ લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. યુદ્ધના કારણે યુક્રેનમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ ભારત આવવા માટે સતત ભારતીય સરકારને અપીલ કરી રહ્યા છે, ત્યારે ભારત સરકાર પણ તેમને વતન પરત લાવવા માટે પૂરી મહેનત કરી રહી છે.
જણાવી દઇએ કે, રશિયાએ પોતાનો ગુસ્સો કાઢવા યુક્રેન પર હુમલો કર્યો છે, પરંતુ આ હુમલા બાદ ભારત સામે એક મોટું સંકટ ઊભું થયું છે કે, યુક્રેન અને તેની આસપાસના વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને કેવી રીતે બહાર કાઢવા. ભારત સરકાર તેના તરફથી યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સખત પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે(શુક્રવાર) આ સંદર્ભે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે પણ વાતચીત કરી હતી. આ વાતચીત બાદ પુતિને પોતાના સૈનિકોને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની સૂચના આપી હતી. બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને હવે ભારતમાં રાજકીય પારો ચરમસીમાએ પહોંચી ગયો છે. રાહુલ ગાંધીથી લઈને તમામ વિપક્ષી પાર્ટીઓના પ્રતિનિધિઓ હવે આ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રની મોદી સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં મોરચે નિષ્ફળ સાબિત થઈ રહી છે.
આ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોને લઈને રોમાનિયાની પ્રથમ ફ્લાઈટ થોડા સમય પહેલા મુંબઈ માટે રવાના થઈ હતી. રશિયા સાથે વધતા તણાવને કારણે યુક્રેનિયન એરસ્પેસ બંધ કરવામાં આવ્યા બાદ પ્રસ્થાનના વૈકલ્પિક માર્ગ માટે તેને બુકારેસ્ટ ખસેડવામાં આવી હતી. જયશંકરે ટ્વિટર પર પ્લેનમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોની તસવીરો શેર કરી હતી અને કહ્યું હતું કે, ભારત સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં પ્રગતિ કરી રહ્યું છે. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે, “યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના સંદર્ભમાં, અમે પ્રગતિ કરી રહ્યા છીએ. અમારી ટીમો ગ્રાઉન્ડ પર ચોવીસ કલાક કામ કરી રહી છે. હું અંગત રીતે દેખરેખ રાખું છું. 219 ભારતીય નાગરિકો સાથે મુંબઈની પ્રથમ ફ્લાઈટ રોમાનિયાથી ઉડાન ભરી હતી.

અગાઉના દિવસે, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, યુક્રેનથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોનો પ્રથમ બેચ સુસેવા સરહદ પારથી રોમાનિયા પહોંચ્યો હતો. દરમિયાન, બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ (AI1942) અન્ય 250 ભારતીય નાગરિકો સાથે રવિવારે વહેલી સવારે દિલ્હી પરત ફરે તેવી સંભાવના છે, અધિકારીઓએ નોંધ્યું હતું. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વૈકલ્પિક રૂટ દ્વારા પરત લાવવા માટે એર ઈન્ડિયા બુકારેસ્ટ અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટ માટે વધુ ફ્લાઈટ્સનું સંચાલન કરવા માટે તૈયાર છે. યુક્રેનિયન એરસ્પેસ બંધ થતા પહેલા, એર ઈન્ડિયાએ 22 ફેબ્રુઆરીએ યુક્રેનની રાજધાની કીવ માટે ફ્લાઇટ ચલાવી હતી, જેમાં 240 લોકોને પાછા લાવવામાં આવ્યા હતા.