+

Civil Hospital : Ahmedabad ના સિવિલ હોસ્પિટલમાં મળશે હવે આ સુવિધા…

હવામાન ખાતાની આગાહી અને દર વર્ષના અનુભવને ધ્યાને લઈ અમદાવાદ (Ahmedabad)માં તાપમાનનો પારો 40 ડિગ્રી અને તેથી ઉપર જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા લુ…

હવામાન ખાતાની આગાહી અને દર વર્ષના અનુભવને ધ્યાને લઈ અમદાવાદ (Ahmedabad)માં તાપમાનનો પારો 40 ડિગ્રી અને તેથી ઉપર જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા લુ લાગવાના તેમજ હિટ સ્ટોકના કેસોની સારવાર માટે ટ્રૉ મા સેન્ટર ખાતે અલગથી હિટ સ્ટોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. હિટ સ્ટ્રોકના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપી બચાવવા અંગે જરૂરી સગવડ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તંત્ર દ્વારા કરવામાં આવી છે.

મેડીસીટી કેમ્પસમાં ફરતી પાણીની ઇ-રીક્ષા તેમજ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) અને 1200 બેડ OPD માં દર્દીને તેની જગ્યાએ જઈ પાણી પીવડાવવાની સગવડ પણ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તંત્ર દ્વારા કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં ઇ રીક્ષા કેમ્પસમાં ફેરવવામાં આવે છે…

સિવિલ હોસ્પિટલ (Civil Hospital)નાં સૂત્રો મુજબ છેલ્લાં અમુક વર્ષોથી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) સત્તાવાળા દ્વારા ઉનાળાની ગરમીમાં દર્દી, દર્દીના સગા કે સિવિલ કેમ્પસમાં આવેલ કોઇ પણ વ્યક્તિને ઠંડુ પાણી પીવડાવવા ઇ રીક્ષા કેમ્પસમાં ફેરવવામાં આવે છે. આ વર્ષે પણ ઉનાળાની અસહ્ય ગરમીma પાણી વગર ડી હાઇડ્રેશનનાં કારણે કોઈપણ વ્યકિતને તકલીફ ન પડે તે હેતુ થી OPD વિભાગોમાં દર્દીને પાણી પીવા પાણીનાં કૂલર કે પરબ સુધી પણ જવું ન પડે તે માટે દર્દીને તેની જગ્યા એ જ પાણીનાં જગ દ્વારા તરસ છીપાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જાણો સિવિલ સુપ્રિટેન્ડેન્ટે શું કહ્યું…

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ ગરમીમાં લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા તેમજ કામથી બહાર નીકળવાનું થાય તો પાણીની બોટલ કે લીંબુ સરબત સાથે રાખી વારંવાર પીવા સલાહ આપી છે. વધુંમાં તડકામાં કામ કરવું પડતું હોય તેવા મજૂર વર્ગ પણ શક્ય હોય તો સવાર સાંજ એક ઍક કલાક વહેલા તેમજ મોડા કામ કરી બપોર 12 થી 4 ના અસહ્ય તડકાથી બચવું જોઇએ તેવી અપીલ કરી છે. આ સિવાય જો તમને ઉલટી ઉબકા આવે, ચક્કર આવે, આંખે અંધારા લાગે, ગભરામણ જેવા લક્ષણો લાગે તો તાત્કાલિક નજીકમાં ડોકટરની સલાહ લેવી જોઈએ તેમ જણાવવામાં આવ્યુ છે.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો : Ahmedabad :સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં વર્લ્ડ ઓટીઝમ (Autism)દિવસની ઉજ્જ્વણી કરાશે

આ પણ વાંચો : VADODARA : પાલિકાની ટીમે પકડેલા આંખલાનું મોત, અગ્રણી કોર્ટ સુધી લડવા તૈયાર

આ પણ વાંચો : Controversy : રુપાલા સામે હવે ક્ષત્રિયાણીઓ મેદાનમાં…!

Whatsapp share
facebook twitter