Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : કુમકુમ મંદિરમાં ભગવાનને 3 હજાર રાખડીનાં વાઘાનો વિશેષ શણગાર, 25 બહેનોએ 7 દિવસમાં કર્યો તૈયાર

04:26 PM Aug 19, 2024 |
  1. મણિનગર કુમકુમ મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર
  2. 3 હજાર રાખડીથી વાધા તૈયાર કરાયાં
  3. 25 બહેનોએ 7 દિવસમાં વાધા તૈયાર કર્યાં

આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રક્ષાબંધનનો (Rakshabandhan) તહેવાર ઊજવાઈ રહ્યો છે. ત્યારે આજે શ્રાવણ પૂર્ણિમા નિમિત્તે તમામ મંદિરોમાં વિશેષ શણગાર અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં (Ahmedabad) આવેલા મણિનગરનાં સ્વામિનારાયણ કુમકુમ મંદિર (Kumkum Temple) ખાતે ભગવાનને રાખડીઓનાં વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનનાં વાઘામાંથી રાખડીઓ કાઢીને બહેનો પોતાનાં ભાઈને બાંધશે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરશે.

આ પણ વાંચો – Raksha Bandhan માં ચમકશે આ 3 રાશિના જાતકોનું કિસ્મત

ભગવાનને 3 હજાર રાખડીઓથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો

અમદાવાદના (Ahmedabad) મણિનગરનાં કુમકુમ મંદિરનાં (Kumkum Temple) સાધુ પ્રેમવત્સલદાસજીના (Premvatsaldasji) જણાવ્યા મુજબ, રક્ષાબંધન નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને 3 હજાર રાખડીઓથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ 3 હજાર રાખડીઓ મહિલાઓએ જાતે મંદિરમાં (Kumkum Temple) બેસીને તૈયાર કરી હતી અને તેમાંથી ભગવાનના શણગાર માટે વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – Raksha Bandhan: ભદ્રા કાળ શરુ..બહેનોને રાખડી બાંધવા મળશે આટલો જ સમય

25 જેટલી મહિલાઓને 7 દિવસનો સમય લાગ્યો

સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું કે, આ રાખડીઓ (Rakhi) તૈયાર કરવામાં 25 જેટલી મહિલાઓને 7 દિવસનો સમય લાગ્યો હતો. આ રીતે કુમકુમ મંદિરની મહિલાઓ છેલ્લા 10 વર્ષથી રાખડીનાં શણગાર તૈયાર કરે છે. રક્ષાબંધનનાં દિવસે આ જ રાખડીઓ મહિલાઓ પોતાનાં ભાઈને બાંધશે અને ભગવાનને પ્રાર્થના કરશે કે પોતાના ભાઈને સુખી સંપન્ન રાખે.

આ પણ વાંચો – પાક. માં 5000 વર્ષ જૂનુું શિવ મંદિર જોવા મળ્યું, જુઓ વીડિયો