Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad:MLA ઈમરાન ખેડાવાલાએ ટ્રાફિક અંગે કરી રજૂઆત

07:08 PM Aug 17, 2024 |
  1. BRTS કોરિડોરમાં ખાનગી વાહનો ચલાવવાની મંજૂરી આપો: MLA ઈમરાન ખેડાવાલા
  2. ભાજપના ધારાસભ્યોની રજુઆત બાદ પણ નિરાકરણ નહીં
  3. ટ્રાફિક વિભાગ અને AMC સાથે સંકલન કરે: MLA ઈમરાન ખેડાવાલા

Ahmedabad:અમદાવાદ(Ahmedabad)માં મ્યુનિસિપલ(AMC)પશ્ચિમ ઝોન ખાતે મળી હતી જેમાં MP-MLA સંકલન સમિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા(MLA Imran Khedawala)એ મોટી રજુઆત કરી છે. ઈમરાન ખેડાવાલાએ કાલુપુર વિસ્તારમાં થતી ટ્રાફિકની સ્થિતિ અંગે રજુઆત કરી છે અને રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામ સુધી BRTS કોરિડોરમાં ખાનગી વાહનો હંકારવા પરવાનગી આપવા ખેડાવાલાએ માગ કરી છે.

ટ્રાફિક વિભાગ અને AMC સાથે સંકલન કરે: ઈમરાન ખેડાવાલા

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ટ્રાફિક વિભાગ અને AMC સાથે સંકલન કરી કાલુપુર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અંગે નિરાકરણ લાવવામાં આવે તેની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્યોએ અગાઉ ઘણી વખત રજૂઆતો કરી છે ત્યારબાદ પણ આ સમસ્યાઓનું નિરાકરણ આવ્યુ નથી. અનેક વખત ભાજપના ધારાસભ્યો બુમો પાડતા હોય અને આ કમિટીમાં પણ કામ ન થતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ  વાંચો –Ahmedabad:કલેક્ટરે અશાંતધારો ભંગ થયો હોવાનું જણાવ્યું: ધારાસભ્ય અમિત શાહ

એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે કરી આ રજૂઆત

ધારાસભ્ય અમિત શાહે MP-MLA સંકલન મિટિંગમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યુસુદ્દીન શેખના બિલ્ડિંગને તોડી પાડવા માટે રજૂઆત કરી હતી. ધારાસભ્ય અમિત શાહે રાયફલ ક્લબ પાસે આવેલી પૂર્વ ધારાસભ્યની બિલ્ડીંગને તોડવા માટે કમિશનરને રજૂઆત કરી હતી. આ અંગે ધારાસભ્ય અમિત શાહે વધુ જાણકારી આપતા કહ્યું હતું કે અગાઉ કલેક્ટરને આ બિલ્ડિંગ માટે અશાંત ધારા હેઠળ તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કલેક્ટર દ્વારા આ મામલે અશાંત ધારા ભંગ થયો હોવાનું જણાવ્યુ હતું. કલેક્ટરે આ માટે દસ્તાવેજો રદ કરવા સૂચના પણ આપી છે. કલેક્ટરના એક્શન બાદ AMC પણ આ બિલ્ડિંગનો પ્લાન રદ કરે અને બિલ્ડિંગને તોડી પાડવામાં આવે તેના માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ  વાંચો Kheda: સખી મંડળની બહેનોએ રાખડીનું નિર્માણ-વેચાણ કરીને આજીવિકા મેળવી

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અગાઉ પણ ગૌચરની જમીનનો મુદ્દો ઉઠાવ્યો હતો

થોડા મહિનાઓ પહેલા અમદાવાદ(Ahmedabad) જિલ્લા કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠકમાં ગૌચરની જમીનનો મુદ્દો ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ઉઠાવ્યો હતો, તેમને પ્રશ્ન કરતા કહ્યું હતું કે ગૌચરની જમીન પર દબાણો કરવામાં આવેલા છે તે કેમ દૂર નથી કરાતા? દબાણ કરનારા સામે કેમ લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરવામાં આવી નથી? ત્યારે ખેડાવાલાના પ્રશ્ન પર પર જિલ્લા કલેક્ટરે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે 6 વર્ષમાં 66 જેટલી ગૌચરની જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા છે.