Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

400 રૂપિયા માટે ફૂટપાથ પર રહેતા ભિક્ષુકની કરપીણ હત્યા

06:30 AM Apr 23, 2023 | Vipul Pandya

400 રૂપિયા માટે હત્યાને અંજામ
હત્યાની સતત વધતી ઘટનાઓના કારણે અમદાવાદનો પૂર્વ વિસ્તાર ગુનાહિત પ્રવૃતિઓ માટેનું એપી સેન્ટર બની ગયું છે. ત્યારે ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મજૂરી કામ કરતા યુવકે ફૂટપાથ પર રહેતા ભિક્ષુક ની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. ગોમતીપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ફૂટપાથ પર રહેતા નવાબની હત્યા
હત્યા કરનાર  રવિ કુમાર છે મૂળ દિલ્લીનો રહેવાસી છે. આરોપી એક મહિના પહેલા અમદાવાદ આવ્યો. રવિ અમદાવાદમાં કચરાની બોટલો ઉપાડવાનું કામ કરે છે. મૃતક નવાબ અને રવી બંને ફૂટપાથ પર જ રહેતા હતા તે સમય દરમિયાન બંનેની મિત્રતા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે મૃતક અને આરોપી બંને સાથે મળીને નશો કરતા હતા. શુક્રવારની સવારે મૃતક ભિક્ષુક નવાબે રવિ જોડે પૈસા માંગ્યા હતા પરંતુ રવીએ પૈસા ન આપતા નવાબ અને રવી વચ્ચે માથાકૂટ થતા નવાબે રવીને મોઢાના ભાગે છરીનો ઘા માર્યો હતો. હત્યા બાદ રવિ ત્યાથી ફરાર થઈ ગયો.
આરોપી આવ્યો પોલીસ સંકંજામાં
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા 400 રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ગુનેગારોને નથી કાયદાનો ડર

પોલીસને  હાલ મૃતકના સાચા નામ અંગે પણ શંકા હોવાથી સોશિયલ મીડિયાનો સહારો લઇ તેના પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આરોપી રવી દિલ્લીથી અમદાવાદ કેમ આવ્યો હતો તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરી છે. શહેરમાં સતત વધતી ગુનાહિત ઘટનાઓના કારણે સબ સલામત હોવાના પોલીસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.