Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: પાંચ વર્ષ પહેલાં ઝઘડાનો બદલો લેવા ઘરઘાટીએ ડોક્ટરના બંગલોમાં કરી ચોરી, ચોરી માટે પણ બાઈક ચોરી કર્યું

12:42 PM Sep 28, 2024 |
  1. પેટ્રોલ પુરાવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી કરી ચોરી
  2. ચોરી માટે આરોપીએ બાઈક પણ ચોરીનું લઇ આવ્યા
  3. પોલીસે માત્ર 48 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો

Ahmedabad: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ડોક્ટરના બંગલોમાં થયેલ સામાન્ય ઝઘડો ચોરીનીનું કારણ બન્યું! પાંચ વર્ષ પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખી બંગલોમાં ઘરઘાટી તરીકે કામ કરતા આરોપીએ ચોરી ઘટનાને અંજામ આપ્યો. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. તેના આધારે ઝોન-1 એલસીબી ની ટીમે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. રસપ્રદ બાબત એ છે કે, બંને આરોપી મૂળ રાજસ્થાનના ડુંગરપુરના છે, કે જેઓ ડુંગરપુર બસ સ્ટેન્ડ પાસેથી બાઈક ચોરી કરી ચોરી કરવાં Ahmedabad આવ્યા અને ચોરી કર્યા બાદ બાઈક પર ડુંગરપુર પરત ગયા. જોકે ઝોન -1 LCB એ 48 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ચોરીની ફરિયાદ

24મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ (Ahmedabad)ના નવરંગપુરા વિસ્તાર પાસે આવેલ મુસ્લિમ સોસાયટી નજીક આનંદ બંગલોમાં ચોરીની ઘટના બની હતી. જે મામલે ફરિયાદી મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અમદાવાદની ખાનગી શાળામાં વાઈસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પતિ ડોક્ટર છે અને ખાનગી ક્લિનિક ધરાવે છે. 24 તારીખે સવારે 10 થી 12:00 વાગ્યાના અરસામાં બે શખ્સોએ બંગલોમાં રોકડ રકમ સોના ચાંદીના દાગીના અને રિવોલ્વર સહિત રૂપિયા 1,72,000 ચોરી કરી હતી.

આ પણ વાંચો: Ahom Dynasty: અહોમ સામ્રાજ્યના રાજાઓની સમાધિ સ્થળને મળ્યું વર્લ્ડ હેરિટેજનું સન્માન

નકલી ચાવી વડે દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી ચોરી કરી

બંગલોઝના પાછલના દરવાજાથી નકલી ચાવી વડે દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી ચોરી થઈ હતી. શરૂઆતમાં ચોરી કરનાર કોણ હતું? તે અંગે સ્પષ્ટતા ન હતી જેથી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ હતી. જોકે બાદમાં પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા હકીકત સામે આવી કે ચોરી કરનાર બીજું કોઈ નહીં પરંતુ પાંચ વર્ષ પહેલા આ જ બંગલોમાં ઘરઘાટી તરીકે કામ કરતો બાબુ લાલ કટારા હતો. જે પાંચ વર્ષ પહેલાં આ બંગલોમાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો. પરંતુ બંગલોના માલિક ડોક્ટર સાથે ઘરઘંટી બાબુલાલ કટારાને પેટ્રોલ પુરાવા બાબતે બબાલ થઈ હતી અને ઝઘડો થયો, જે બાદ ઘરઘાટી તરીકે હાંકી કાઢવામાં આવ્યો. જેથી આ ઝઘડા ની અદાવત રાખીને ઘરઘાટી બાબુલાલ કટારાએ ડોક્ટરના ઘરમાં જ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

આ પણ વાંચો: Rajkot: પોતાના વતનમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

આરોપી પહેલા આ બંગલોમાં કામ કરતો હતો

નોંધનીય છે કે, પોતે આ બંગલોમાં કામ કરતો હોવાના કારણે ડોક્ટર અને તેની પત્નીની મુવમેન્ટ અને ઘરની ભૌગોલિક સ્થિતિ વાકેફ હતો. દિવસ દરમિયાન બાર 12 અરસામાં બાંગ્લામાં ઘરે કોઈ હોતું નથી જે ઘરઘાટી સારી રીતે જાણતો હતો. જેથી તેને આ જ બંગલોમાં દૂધ આપવા આવતા જીતેન્દ્ર બરંડા નામના વ્યક્તિ સાથે ચોરીનો પ્લાન બનાવ્યો. બંને આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી અને મિત્રો છે. જીતેન્દ્ર બરંડા નામના આરોપીને પૈસાની જરૂર હોવાથી ચોરીની ઘટનામાં જોડાયો અને ચોરી કરી. પોલીસે બંને આરોપી પાસેથી ₹1.54 લાખ અને રિવોલ્વર જપ્ત કરી છે.

આ પણ વાંચો: Gir Somnath: વહીવટી તંત્રનું મેગા ડિમોલિશન; ગેરકાયદેસર બાંધકામો કરાયા ઢેર, 36 બુલડોઝર અને 70 ટ્રેક્ટર તૈનાત