Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : અ’વાદીઓ ચેતજો… રોગચાળાએ માથું ઊંચક્યું! બાળકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાનાં કેસ વધુ

05:53 PM Sep 18, 2024 |
  1. અમદાવાદ ચોમાસાની સિઝન પૂરી થતાં રોગચાળો વકર્યો
  2. મચ્છરજન્ય રોગનાં કેસમાં વધારો થતાં ચિંતા વધી
  3. ડેન્ગ્યુનાં 282 અને ચિકનગુનિયાનાં 22 કેસ નોંધાયા
  4. 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં ડેન્ગ્યૂનાં કેસ વધ્યા

Ahmedabad : રાજ્યભરમાં એકાદ જિલ્લાને બાદ કરી અન્ય જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો છે. વરસાદના વિરામ વચ્ચે હવે રોગચાળાએ લોકોની ચિંતા વધારી છે. અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય રોગોનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યુનાં (Dengue) 282 કેસ તો ચિકનગુનિયાનાં 22 જેટલા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો – Gujarat Politics : જવાહર ચાવડાનાં લેટર ‘બોમ્બ’ અને ‘સદસ્યતા અભિયાન’ મુદ્દે કોંગ્રેસ નેતાએ BJP પર સાધ્યું નિશાન!

ડેન્ગ્યુનાં 282 તો ચિકનગુનિયાનાં 22 કેસ નોંધાયા

ગુજરાતમાં ચોમાસાની સિઝન (Rain in Gujarat) તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) રોગચાળાએ પગપસેરો કર્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગોનાં કેસ સતત વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યાર સુધી શહેરમાં ડેન્ગ્યુનાં 282 કેસ તો ચિકનગુનિયાનાં (Chikungunya) 22 કેસ નોંધાયા છે. 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં ડેન્ગ્યૂનાં કેસ વધુ જોવા મળી રહ્યા છે. 77 બાળકો 9 વર્ષથી ઓછી ઉંમરનાં અને 75 બાળકો 9 થી 15 વર્ષની વયના છે.

આ પણ વાંચો – Rajput Samaj : 20મીએ અસ્મિતા મહાસંમેલન, રાજપૂત ક્ષત્રિય સમાજનાં પ્રમુખની જવાબદારી કોને ? નામ આવ્યું સામે!

શાળા અને કોલેજમાં જતા વિદ્યાર્થીઓ શિકાર થયાં

માહિતી અનુસાર, શાળા અને કોલેજમાં જતા બાળકોમાં ડેન્ગ્યુનાં કેસ વધુ જોવા મળ્યા છે. બીજી તરફ મલેરિયાનાં (Malaria) 47 તો ઝેરી મેલેરિયાનાં 4 કેસ અત્યાર સુધી નોંધાયા છે. નોંધાયલ કેસમાં 130 દર્દીની ઉંમર 15 વર્ષ કરતા વધુ છે. તંત્ર દ્વારા રોગચાળાને ડામવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન (AMC) દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે જ લોકોને સ્વાસ્થ્યની વધુ કાળજી રાખવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચો – Harsh Sanghvi એ અંબાજી મંદિરમાં ધજા ચઢાવી