Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: નવી પોલીસ કમિશનર કચેરીના ઉદ્ધાટન માટે તૈયાર કરાયેલા ડોમ ધરાશાયી થતા ત્રણ જેટલા મજૂરો દટાયા

12:01 AM Oct 02, 2024 |
  1. નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહમંત્રી કરશે
  2. કચેરીના ઉદ્ઘાટન સમારોહ માટે ડોમ બનાવવામાં આવ્યો
  3. ડોમનો કેટલાક ભાગ ધરાશાયી થતા ત્રણ જેટલા મજૂરો દટાયા

Ahmedabad: અમદાવાદના શાહીબાગમાં નવી પોલીસ કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ધાટન કરવાના છે. નોંધનીય છે કે, કચેરીની ઉદ્ઘાટન સમારોહ માટે તાબડતોડ તૈયારીઓ કરવામાં આવી રહીં છે. આ સાથે ઉદ્ઘાટન સમારોહ માટે ડોમ બનાવવામાં આવ્યો છે. જો કે, આ ડોમનો કેટલાક ભાગ ધરાશાયી થતા ત્રણ જેટલા મજૂરો દટાયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ઈઝરાયેલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 200 થી વધુ મિસાઈલો છોડી, ટેન્શનમાં Netanyahu

તૈયાર કરેલા ડોમનો એક ભાગ ધરાશાયી થયો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શાહીબાગ વિસ્તારમાં બનેલ નવા પોલીસ કમિશનર કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. પરિણામે નવી પોલીસ કમિશનર કચેરીના પ્રાંગણમાં ઉદ્ઘાટન સમારોહ માટે ડોમ બનાવવામાં આવી રહ્યો છે. જે દરમિયાન આજે ગુંબજનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં ત્રણ કામદારો દટાયા હતા. જોકે, ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: મોટા ઝિંઝૂડાની શિવ કુમારી વિધાલયના વિદ્યાર્થીઓને થયું ફૂડ પોઇઝન, બાળકોની હાલતમાં આવ્યો સુધાર

ત્રણ ઓક્ટોબરે અમિત શાહ નવી પોલીસ કમિશનર કરવાના છે

નોંધનીય છે કે, શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર (Ahmedabad)માં નવી પોલીસ કમિશનર ઓફિસ તૈયાર કરવામાં આવી છે, આવતી 3 ઓક્ટોબર, 2024 એટલે કે નવરાત્રિના પહેલા નોરતો જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન થવાનું છે. ઉદ્ઘાટન સમારોહ માટે તૈયાર કરાયેલો ડોમ ધરાશાયી થયો છે. નોંધનીય છે કે, આજે સવારના સમયે અચાનક જ એક ડોમનો ભાગ ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા ત્રણ જેટલા મજૂરો ઉપર પડ્યો હતો, જેના કારણે તેમને ઈજા થઈ હતી.

આ પણ વાંચો: Bharuch: જમવામાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત, ચીઝ મસાલા ઢોસામાં નીકળ્યું મોટું જીવડું