- સિવિલ હોસ્પિટલમાં 15 મહિનાની માસૂમ બાળકીની જટીલ સર્જરી કરાઈ
- પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ સર્જરી કરી માસૂમનો જીવ બચાવ્યો
- 5 લાખ જીવિત બાળકોમાંથી એક કરતાં પણ ઓછા બાળકમાં જોવા મળે છે આ જન્મજાત ખામી
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં (Ahmedabad Civil Hospital) ડોક્ટરો દ્વારા ફરી એકવાર જટિલ સર્જરી કરીને માસૂમ બાળકીનો જીવ બચાવવામાં આવ્યો છે. ખૂબ જ દુર્લભ ગણાતી એવી Fits in Fitu ની (અવિકસિત ગર્ભ) જન્મજાત ખામીને 3 કલાકની અત્યંત જટીલ સર્જરી દ્વારા સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક સર્જરી વિભાગનાં ડોક્ટરો દ્વારા દૂર કરવામાં આવી હતી.
આ પણ વાંચો – Bharuch : ધો. 12 માં અભ્યાસ કરતી સગીરાને સો. મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી પછી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું!
15 મહિનાની માસૂમને ઝાડા અને ઉલટીની ફરિયાદ થઈ હતી
હાલ સુરત (Surat) અને ગીર સોમનાથનાં (Gir Somnath) વતની એવા માલદેવભાઈ અને જયાબેનની 15 મહિનાની પુત્રી યશ્રી વાજાને 5 જુલાઈ, 2024 થી ઝાડા અને ઉલટીની ફરિયાદ હતી. સોનોગ્રાફી કરાવતાં યશ્રિનાં પેટમાં જમણી બાજું પેટની દિવાલની આવરણનાં પાછળનાં ભાગમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું. યશ્રીને સિવિલ હોસ્પિટલ અમદાવાદ (Ahmedabad Civil Hospital) ખાતે વધુ સારવાર માટે સુરતથી રિફર કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક સર્જરી (Pediatric Surgery) વિભાગમાં તેણીની સંપૂર્ણ તપાસ કર્યા બાદ ડૉક્ટર રાકેશ જોશી, HoD, પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ તેમ જ એનેસ્થેસિયા વિભાગનાં ડોક્ટર રમિલા (પ્રોફેસર) અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે સફળ ઓપરેશન કરી 220 ગ્રામ તેમ જ 8.5*10.7*15 સેમી સાઇઝની ગાંઠને બહાર કાઢી હતી.
આ પણ વાંચો – Gondal : પૌરાણિક સુરેશ્વર મંદિરમાં અદ્ભુત આયોજન, 90 કિલો ફૂલોથી દ્વાદર્શ જ્યોતિર્લિંગની ઝાંખી તૈયાર કરાઈ
વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર 200 જેટલા કેસો જ નોંધાયા છે
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગનાં વડા ડોક્ટર રાકેશ જોષીએ (Dr. Rakesh Joshi) જણાવ્યું હતું કે, જયારે બે જોડિયા ગર્ભમાંથી એક ગર્ભ વિકસિત થઇ બાળક બને અને બીજું ગર્ભ અવિકસિત રહી વિકસિત બાળકનાં પેટમાં ગાંઠ તરીકે રહી જાય તેવી જન્મજાત ખામીને તબીબી વિજ્ઞાનની ભાષામાં Fits in Fitu કહેવાય છે. આ એક અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે, જે 5 લાખ જીવિત બાળકોમાંથી એક કરતાં પણ ઓછા બાળકમાં જોવા મળે છે. આખા વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર 200 જેટલા કેસો જ નોંધાયા છે. ઓપરેશન પછીનો સમય કોઈ પણ તકલીફ વગરનો અને ઝડપથી સારું થતાં યશ્રીને રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો – Janmashtami 2024 : ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ ની CM એ શુભેચ્છા પાઠવી કહી આ વાત, અદ્ભુત રોશનીથી ઝળહળી ઉઠ્યા મંદિરો
અહેવાલ : સંજય જોષી, અમદાવાદ