Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : હોટલમાં જમવા માટે બની ગયો નકલી અધિકારી, વેપારી પાસે રૂ.18 હજારનું ભોજન મંગાવ્યું અને…

06:07 PM Jul 24, 2024 | Vipul Sen

અમદાવાદમાં (Ahmedabad) વધુ એક નકલી અધિકારી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં (Crime Branch) ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, PMO, CBI અને NIA જેવી એજન્સીઓનાં અધિકારી તરીકે ઓળખ આપીને આરોપીએ અલગ-અલગ હોટેલમાંથી મોંઘુંદાટ જમવાના પાર્સલ મંગાવ્યા હતા. આમ, આરોપીએ રૂ.18,300 ની છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બોપલમાં રહેતા યુવકે સરકારી અધિકારી બની છેતરપિંડી આચરી

થોડા મહિના પહેલા ગુજરાતી મહાઠગ કિરણ પટેલની (Kiran Patel) ધરપકડ કરવામાં આવી હતી, જેણે જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સરકારી અધિકારીઓને પોતે PMO નો અધિકારીઓ હોવાનું જણાવી VIP સુવિધાઓ માણી હતી અને નકલી અધિકારી બનીને Z પ્લસ સુરક્ષા પણ મેળવી હતી. જો કે, હવે વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે. અમદાવાદનાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં રહેતા રૂપેશ દોશી (Rupesh Doshi) વિરુદ્ધ નકલી સરકારી અધિકારી બની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, રૂપેશ દોશીએ વર્ષ 2019 થી 2024 દરમિયાન AMC નાં ફૂડ વિભાગનાં અધિકારી સાથે છેતરપિંડી આચરી હતી.

PMO, CBI અને NIA નાં અધિકારી તરીકે ઓળખ આપી

બોપલનાં રૂપેશ દોશી વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદમાં થયેલ આરોપ મુજબ, વર્ષ 2019 અને 2024 દરમિયાન રૂપેશે PMO, CBI અને NIA જેવી એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપી AMC નાં ફૂડ વિભાગનાં અધિકારી સાથે છેતરપિંડી આચરી હતી. ઉપરાંત, શહેરની અલગ-અલગ હોટેલોમાંથી જમવાનાં પાર્સલ પણ મંગાવ્યા હતા. આમ, રૂપેશે રૂ. 18,300 ની છેતરપિંડી કરી હતી. આ મામલે જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચમાં (Crime Branch) ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસે રૂપેશ દોશી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો – Gir Somnath : લો બોલો…ગુજરાત પોલીસ ઉંઘતી રહી! અને કંટાળેલા કલેક્ટરે દરોડો પાડીને દારૂ પકડ્યો

આ પણ વાંચો – Ahmedabad : નારોલમાં નજીવી બાબતે પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું, ઇસનપુરમાં Video બનાવતા 3 ની ધરપકડ

આ પણ વાંચો – VADODARA : કન્સ્ટ્રક્શન સાઇટ પર રમતી બાળકીનું પટકાતા મોત