Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : પૂરઝડપે કાર હંકારતો નબીરો અન્ય કાર સાથે અથડાયો, બેનાં મોતની આશંકા, નિકોલમાં કાર-બાઇક વચ્ચે અકસ્માત

11:19 AM Sep 02, 2024 |
  1. અમદાવાદમાં AEC બ્રિજ નજીક મોડી રાતે ગમખ્વાર અકસ્માત
  2. ઓવર સ્પીડમાં આવતો થાર ચાલક નબીરો અન્ય કાર સાથે અથડાયો
  3. ગોઝારા અકસ્મતામાં બે લોકોનાં મોતની આશંકા
  4. નિકોલમાં પણ મોડી રાતે વૃદ્ધ કારચાલકે બાઇકને ટક્કર મારી

અમદાવાદમાં (Ahmedabad) ફરી એકવાર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. મોડી રાતે IIM બ્રિજ તરફથી ઓવર સ્પીડમાં આવતા થાર કારચાલકે અન્ય એક કારને જોરદાર ટક્કર મારી હતી. આ અક્સમાતમાં 2 લોકોનાં મોતની આશંકા છે. પ્રાથમિક માહિતી મુજબ, થાર કારનો ચાલક નબીરો ઓવર સ્પીડમાં કાર હંકારી રહ્યો હોવાથી અકસ્માત સર્જાતા કારનું ટાયર પણ ફાટી ગયું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. જ્યારે અકસ્માતની અન્ય એક ઘટના નિકોલ (Nikol) વિસ્તારમાં બની હતી, જેમાં વૃદ્ધ કારચાલકે કાબૂ ગુમાવતા બાઇકને ટક્કર મારી હતી.

આ પણ વાંચો – Ahmedabad: રાહદારી માટે કાળ બની BRTS બસ, ઠક્કરનગર પાસેની ઘટના

અકસ્માતમાં બે લોકોનાં મોતની આશંકા

અમદાવાદમાં (Ahmedabad) વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, ગઈકાલે મોડી રાતે વાડીનાથ ચોક (Vadinath Chowk) પાસે AEC બ્રિજ નજીક IIM બ્રિજ તરફથી પૂરઝડપે આવતા એક થાર કારચાલકે વેગેનાર કારને જોરદાર ટક્કર મારી હતી. થાર કારનો ચાલક નબીરો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે થાર કારનું એક ટાયર પણ ફાટી ગયું હતું. થાર કાર ખૂબ જ ઓવર સ્પીડમાં હોવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોનાં મોત નીપજ્યાં હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો – Vadodara : આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે

નિકોલમાં વૃદ્ધ કારચાલકે બાઇકને ટક્કર મારી

અન્ય એક અકસ્માતની ઘટના શહેરનાં નિકોલ (Nikol) વિસ્તારમાં બની હતી. મોડી રાતે એક વૃદ્ધ કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક બાઇકને ટક્કર મારી હતી. કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં અન્ય બે વાહન એમ કુલ 4 વાહનોનો અક્સ્માત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કારચાલકે બાઈકને ટક્કર મારતા કાર ડીવાઇડર પર અથડાઈ હતી. આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ ઘટના બાદ I ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં (I Traffic Police Station) ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો – Weather Report : આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી