- અમદાવાદનાં ચાંદખેડા પાસે આગની ઘટના બની
- ડી-માર્ટ પાસે આવેલા કપડાંનાં ગોડાઉનમાં લાગી આગ
- યુનાઈટેડ 18 નાં કપડાંનાં ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી
- ફાયર વિભાગની 9 ગાડી ઘટનાસ્થળે પહોંચી
અમદાવાદનાં (Ahmedabad) ચાંદખેડા વિસ્તાર નજીક આવેલા એક કપડાંનાં ગોડાઉનમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠતા વહેલી સવારે લોકોમાં નાસભાગ મચી હતી. ડી માર્ટ (D-Mart) પાસે આવેલા યુનાઇટેડ 18 કપડાંનાં ગોડાઉનમાં અચાનક આગ લાગવાથી ધુમાડાનાં ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની (Fire Department) 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો – Gandhinagar : કેબિનેટની બેઠક યોજાઈ, નવરાત્રિ, સોમનાથ અને અસામાજિક તત્વો અંગે હર્ષ સંઘવીએ કહી આ વાત
યુનાઈટેડ 18 નાં કપડાંનાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદનાં (Ahmedabad) ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં ત્યારે અફરાતફરી મચી જ્યારે ડી માર્ટ પાસે આવેલા યુનાઇટેડ 18 નાં કપડાંનાં ગોડાઉનમાં (United 18 Clothing Godown) અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાવહ હતી કે દૂર-દૂર સુધી કાળા ધુમાડાનાં ગોટેગોટા દેખાયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આથી, ફાયર વિભાગની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો – Narmada Dam : સીઝનમાં પ્રથમ વખત 100 ટકા ભરાયો, 42 કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયાં
ફાયરની 9 ગાડીઓ પહોંચી, કોઈ જાનહાનિ નહીં
પ્રાથમિક અહેવાલ મુજબ, આ આગ ગોડાઉનનાં બેઝમેન્ટ સહિત 2 માળ સુધી પ્રસરી હતી. આ બનાવમાં અંદાજિત રૂ. 5 લાખથી વધુનું નુકસાન થયું હોવાની માહિતી છે. જો કે, ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તે પાછળનું કારણ હાલ પણ અકબંધ છે. વહેલી સવારે 7 વાગે બંધ ગોડાઉનમાં આગ લાગી હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનાં સમાચાર નથી. ફાયર વિભાગે (Fire Department) સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે. જ્યારે, આગ કયાં કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – આખરે Gondal સ્ટેટનાં નામે ‘નકલી રાજા’ વિવાદનો આવ્યો સુખદ અંત, ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સમાધાન