Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓલિમ્પિક પહેલા પેરિસ ભડકે બળ્યું, અરાજક તત્વોએ મચાવ્યો તાંડવ

03:15 PM Jul 26, 2024 | Hardik Shah

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના થોડા કલાકો પહેલા જ ફ્રાન્સની હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ખોરવાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, અગ્નિદાહ સહિત ‘દૂષિત કૃત્યો’ કરવામાં આવ્યા હતા, જેના કારણે પરિવહન વ્યવસ્થાને અસર થઈ છે.

ઓલિમ્પિક સમારોહ પહેલાં રેલવે લાઈનો પર હુમલો

પેરિસમાં ઓલિમ્પિક સમારોહ પહેલા અનેક રેલ લાઈનોને નિશાન બનાવવામાં આવી હતી. પેરિસમાં ટ્રેન સેવાને પ્રતિકૂળ અસર થઈ હતી. ખેલાડીઓને જાહેર સ્થળોએ તેમના દેશની જર્સી ન પહેરવાની સલાહ આપવામાં આવી છે. ફ્રેન્ચ ટ્રેન ઓપરેટર કંપની SNCFએ શુક્રવારે (26 જુલાઈ) પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ પહેલા આ સમગ્ર મામલાની જાણકારી ન્યૂઝ એજન્સી AFPને આપી હતી. ટ્રેન ઓપરેટર SNCFએ જણાવ્યું હતું કે ફ્રાન્સના હાઇ-સ્પીડ રેલ નેટવર્ક પર આગચંપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર વાહનવ્યવહાર વ્યવસ્થા બિનઅસરકારક બની હતી.

વરસાદનો ખતરો

પેરિસને મૌસમની મારનો પણ સામનો કરવો પડી શકે છે. અહીં સીન નદી પર પેરિસ ઓલિમ્પિકના અનોખા ઉદ્ઘાટન સમારોહ દરમિયાન હવામાન વધુ ખરાબ થઈ શકે છે કારણ કે હવામાન વિભાગે શુક્રવારે વરસાદની આગાહી કરી છે. ફ્રાન્સના હવામાન વિભાગના મેટિયો ફ્રાંસના જણાવ્યા અનુસાર, બપોરે હવામાન સાફ થઈ જશે પરંતુ જ્યારે ઉદ્ઘાટન સમારોહ યોજાનાર છે ત્યારે સાંજે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: Paris Olympic 2024 : ઓલિમ્પિકના ઈતિહાસમાં પ્રથમ વખત, સ્ટેડિયમમાં નહીં યોજાય ઉદ્ઘાટન સમારોહ