Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

માતા-પિતાની બેદરકારીએ દીકરીને મોતના મોઢામાં નાખી

10:06 PM Aug 11, 2024 |
  • Agra Mall ના Parking માં કારે બાળકીને કચડી નાખી

  • અકસ્માતનો Video સોશિયલ મીડિયા પર વાયરલ

  • કોમેન્ટમાં માતા-પિતા પર આકરા પ્રહારો કરી રહ્યા

Agra Mall Parking Viral Video: ઘણીવાર માતા-પિતાની બેદરકારીને કારણે પરિણામ સંતાનોએ ભોગવવું પડે છે. વિશ્વમાં અનેક એવી ઘટનાઓ થયેલી છે, જેમાં પરિવાજનોની ભૂલના કારણે પરિવારના માસૂમ બાળકોએ જીવ ગુમાવવો પડ્યો હોય. ત્યારે ભારત દેશમાંથી વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમા માતા-પિતાની ભૂલને કારણે નાની માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હોય. તે ઉપરાંત આ ઘટનાનો Video પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Agra Mall ના Parking માં કારે બાળકીને કચડી નાખી

એક અહેવાલ અનુસાર, આ ઘટના આગરાના એક મોલના Parking લોટમાં બની હતી. આ Agra Mall ના Parking માં માતા-પિતા એક ટ્રોલીમાં સામાન લઈને ઉભા છે. અને આ સામાન એક પછી એક તેમના વાહનમાં ભરી રહ્યા છે. ત્યારે તેમને 1.5 વર્ષની બાળકી આ Parking માં રમી રહી છે. પરંતુ જ્યારે અચાનક એક કાર આ બાળકી માટે મોતનો કોળિયો બનીને આવે છે. ત્યારે કારની ટક્કર આ બાળકી સાથે થાય છે. અને આ બાળકી કારની નીચે આવી જાય છે.

આ પણ વાંચો: હું અને મારી માતા એકસાથે વૃદ્ધ થવાનો આનંદ માણીશું : દીકરી

અકસ્માતનો Video સોશિયલ મીડિયા પર વાયરલ

તો બાળકીનો રડવાનો અવાજ જ્યારે માતાને સંભળાય છે, ત્યારે તાત્કાલિક ધોરણે માતા બાળકી પાસે પહોંચે છે. અને બાળકીને કારની નીચેથી નીકાળે છે. જોકે ત્યારે કારમાં સવાર લોકો પણ કારમાંથી બહાર નીકળીને બાળકીની મદદ કરવા માટે આગળ આવે છે. તો તાત્કાલિક ધોરણે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જોકે હોસ્પિટલમાંથી કોઈ માહિતી સામે આવી નથી, કે બાળકીની હાલમાં શું પરિસ્થિતિ છે. ત્યારે આ સંપૂર્ણ અકસ્માતનો Video સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કોમેન્ટમાં માતા-પિતા પર આકરા પ્રહારો કરી રહ્યા

પરંતુ આ ઘટનાનો Video જોઈને દરેક લોકો માતા-પિતાને દોષ આપી રહ્યા છે. આ Video ના કેપ્શનમાં અનેક લોક પોતાનની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકો Video ના કોમેન્ટ સેક્શનમાં બાળકીના જીવ માટે પ્રાર્થના કરી રહ્યા છે. તે ઉપરાંત લોકો કોમેન્ટ માધ્યમથી માતા-પિતા પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

આ પણ વાંચો: શાળાની ખુશબૂ મેડમએ સોશિયલ મીડિયા હચમચાવી નાખ્યું, જુઓ વીડિયો