+

આ વીડિયો જોયા બાદ તમને પણ ખ્યાલ આવી જશે કે કેમ ધોની લોકોનો ફેવરિટ ખેલાડી છે

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ને કેમ ક્રિકેટ પ્રેમીઓ ખૂબ પ્રેમનો વરસાદ કરે છે તેનું એક ઉદાહરણ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ…

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ને કેમ ક્રિકેટ પ્રેમીઓ ખૂબ પ્રેમનો વરસાદ કરે છે તેનું એક ઉદાહરણ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમા તે ચાલુ સિઝનમાં તેના હોમ ગ્રાઉન્ડ (એમએ ચિદમ્બરમ) પર છેલ્લી મેચ રમ્યા પછી ત્યાં કામ કરતા ગ્રાઉન્ડ સ્ટાફ સાથે સમય વિતાવતો જોવા મળે છે. જેનો વીડિયો ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા તેમના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ધોનીએ IPL 2023 દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફને તેમની મહેનત માટે પુરસ્કાર પણ આપ્યો અને તેમની સાથે સમય વિતાવ્યા બાદ ઓટોગ્રાફ પર આપી. ધોનીએ સુપર કિંગ્સ વતી ગ્રાઉન્ડ સ્ટાફના લગભગ 20 સભ્યોને રોકડ ઈનામોનું વિતરણ પણ કર્યું હતું.

ધોનીએ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વીતાવ્યો સમય

એમએસ ધોનીને મળ્યા બાદ અને તેનો ઓટોગ્રાફ લીધા બાદ ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યો ખૂબ જ ભાવુક દેખાતા હતા. ધોનીને મળ્યા બાદ તેમાંથી ઘણાના ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળી હતી અને આ દરમિયાન ધોનીએ તેમની સાથે વાત પણ કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સના સુકાનીએ બાદમાં ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યોને લેટર આપ્યો, જેમા રોકડ ઇનામ જેવું લાગતું હતું. ધોની હંમેશા ભારતમાં ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાતચીત કરતો જોવા મળ્યો છે. નોંધપાત્ર રીતે, 2019 પછી આ પ્રથમ વખત હતું જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે તેમની મેચ હોમ ગ્રાઉન્ડ પર રમી હતી. કારણ કે ટૂર્નામેન્ટ હોમ અને અવે ફોર્મેટમાં રમાઈ હતી. ચેપોક ખાતે IPL 2023 માટે ચેન્નઈ સુપર કિંગ્સે એક મહિનાની તાલીમ કેપ પછી 8 મેચ રમી. ચેન્નઈ સુપર કિંગ્સે ઘરઆંગણે રમાયેલી 7 લીગ મેચોમાંથી 4માં જીત મેળવી હતી, જ્યારે પ્રથમ ક્વોલિફાયરમાં ટીમે ગુજરાત ટાઇટન્સને હરાવી ફાઇનલમાં જગ્યા બુક કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

CSK રેકોર્ડ 10મી વખત IPL ની ફાઇનલમાં પહોંચી

એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ રવિવારે IPL 2023ની ફાઈનલ માટે અમદાવાદમાં હશે. 4 વખતના ચેમ્પિયનનો સામનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટાઇટલ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેના ક્વોલિફાયર 2ના વિજેતા સાથે થશે. ચેન્નઈ રેકોર્ડ 10મી વખત IPL ની ફાઇનલમાં પહોંચી છે, જ્યાં તેઓ 28 મેના રોજ પાંચમી વખત ટાઈટલ જીતવાનો દાવો રજૂ કરશે. ચેન્નઈ સુપર કિંગ્સ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ ગુજરાત ટાઈટન્સને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે આજે અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે અને તેમાથી એક ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને OUT કરવા ધોનીએ આ રીતે કર્યો હતો પ્લાન અને પછી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter