+

Mahalakshmi case : હત્યાના થોડા કલાક પહેલા જ આરોપી પોલીસને 1 હજાર આપીને છુટ્યો હતો

બેંગલુરુના મહાલક્ષ્મી કેસના મુખ્ય શકમંદ મુક્તિ રંજન પ્રતાપ રેની આત્મહત્યા બાદ પણ નવા ખુલાસા મુક્તિની માતાનો દાવો કે ગુનાના થોડા સમય પહેલા એક મહિલાની ફરિયાદ બાદ પોલીસે મુક્તિને પકડી લીધો…
  • બેંગલુરુના મહાલક્ષ્મી કેસના મુખ્ય શકમંદ મુક્તિ રંજન પ્રતાપ રેની આત્મહત્યા બાદ પણ નવા ખુલાસા
  • મુક્તિની માતાનો દાવો કે ગુનાના થોડા સમય પહેલા એક મહિલાની ફરિયાદ બાદ પોલીસે મુક્તિને પકડી લીધો હતો
  • જો કે મુક્તિ 1000 રૂપિયા આપીને પોલીસની ચૂંગાલમાંથી છટકી ગયો હતો
  • મુક્તિ અને મહાલક્ષ્મી રિલેશનશીપમાં હતા

Mahalakshmi Case : બેંગલુરુના મહાલક્ષ્મી કેસ (Mahalakshmi Case)ના મુખ્ય શકમંદ મુક્તિ રંજન પ્રતાપ રેની આત્મહત્યા બાદ પણ નવા ખુલાસા ચાલુ છે. હવે સમાચાર છે કે મુક્તિએ આત્મહત્યા કરતા પહેલા તેની માતાને આ ઘટના વિશે જાણ કરી હતી. જો કે, એક અખબાર સાથે વાત કરતા તેની માતાએ કહ્યું કે પુત્રએ મહિલાના શરીરના ટુકડા કરવા વિશે કહ્યું ન હતું. ઉલ્લેખનિય છે કે મહિલાનો મૃતદેહ બેંગલુરુમાં એક ઘરના ફ્રીજમાંથી મળી આવ્યો હતો, જેના 59થી વધુ ટુકડા કરવામાં આવ્યા હતા.

હત્યા કર્યા બાદ તે ઘેર ગયો

અખબારનાઅહેવાલ મુજબ રેની માતાનું કહેવું છે કે તે મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે આવ્યો હતો. કથિત રીતે મહિલાની હત્યા કરીને તે ફરાર થઈ ગયો હતો. મહાલક્ષ્મીનો મૃતદેહ 21 સપ્ટેમ્બરે ફ્રિજમાંથી મળી આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, મીડિયા સાથે વાત કરતા રેની માતાએ કહ્યું, ‘તે પરેશાન જણાતો હતો, તેથી મેં પૂછ્યું કે શું થયું. આના પર તેણે કહ્યું કે તેની એક ભૂલ થઈ છે.

આ પણ વાંચો—Bengaluru : મહાલક્ષ્મી કેસમાં નવો વળાંક, જેના પર હત્યાની શંકા હતી તેની ઝાડ પર લટકતી લાશ મળી…

પીડિતાએ તેની પાસેથી પૈસા અને સોનાની ચેઈન લીધી છે

60 વર્ષીય મહિલાએ આગળ કહ્યું, ‘જ્યારે મેં તેની પર દબાણ કર્યું ત્યારે તેણે કહ્યું કે તેણે બેંગલુરુમાં એક મહિલાની હત્યા કરી છે.’ રેની માતાનો દાવો છે કે જ્યારે તેણે કારણ પૂછ્યું તો રેએ તેને કહ્યું કે પીડિતાએ તેની પાસેથી પૈસા અને સોનાની ચેઈન લીધી છે. મુખ્ય શંકાસ્પદની માતાના કહેવા પ્રમાણે, ‘તેણે કહ્યું કે તેણે લગભગ 15 દિવસ પહેલા આ ગુનો કર્યો હતો.’

મહિલાના કહેવાથી રેને ધમકી મળી હતી

વૃદ્ધ મહિલાનો દાવો છે કે કર્ણાટકમાં એક મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેને પકડી લીધો હતો, પરંતુ તે 1000 રૂપિયા આપ્યા બાદ બહાર આવ્યો હતો. તે કહે છે કે ગુનાના થોડા સમય પહેલા રેને મહિલાના કહેવા પર કેટલાક યુવકો દ્વારા ધમકી આપવામાં આવી હતી. તેણે કહ્યું કે ત્યાર પછી તે મહિલાના ઘરે ગયો, જ્યાં બંને વચ્ચે ઝઘડો થયો. મારા પુત્રએ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી.

સવારે લગભગ 4 વાગે તે ઘેરથી જતો રહ્યો…

મુક્તિની માતાએ કહ્યું કે જ્યારે તેણે મને આ ઘટના વિશે કહ્યું, ત્યારે હું ચોંકી ગઇ હતી. ત્યાર પછી તે સૂઈ ગયો. સવારે લગભગ 4 વાગે તેણે કહ્યું કે પોલીસ તપાસના કારણે પરિવારને કોઈ અસર થાય તેવું તે ઈચ્છતો ન હોવાથી તે જઇ રહ્યો છે. આ પછી તેણે પાણી પીધું અને ચાલ્યો ગયો. રિપોર્ટ અનુસાર, ઘરે આવતા પહેલા આરોપી તેના નાના ભાઈના રૂમમાં પણ ગયો હતો, જ્યાં તે અભ્યાસ કરે છે.

આ પણ વાંચો—Mahalakshmiના હત્યારાની સ્યુસાઇડ નોટ..હત્યાના અનેક ખુલ્યા રાઝ

કારણ શું છે

અખબારે પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ત્રણ પાનાની કથિત સુસાઈડ નોટમાં આરોપીએ પૈસા માટે હેરાન થવાની અને મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની વાત કરી હતી. પોલીસને રેની ડાયરી પણ મળી હોવાના અહેવાલ છે.

ડાયરી મળી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસ દરમિયાન પોલીસને મુક્તિની એક ડાયરી મળી છે, જેમાં તેણે કથિત રીતે આ ગુનાનું કારણ જણાવ્યું છે. પોલીસે ડાયરીને ટાંકીને જણાવ્યું હતું કે, ‘મેં લગ્ન માટે સંમતિ આપી ન હતી ત્યારે તેણે મારી સાથે ઘણી વખત શારીરિક હુમલો કર્યો હતો. હું તેના અત્યાચારોથી કંટાળી ગયો હતો, તેથી મેં તેને મારી નાખી. સમાચાર છે કે બંને રિલેશનશિપમાં હતા.

આ પણ વાંચો—Bengaluru : મહાલક્ષ્મીના 30 નહી પણ 50 ટુકડા કરી ઘરમાંથી લોહી સાફ કરી દેવાયુ

Whatsapp share
facebook twitter