Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GPCC: 26 લોકસભા બેઠક દીઠ મીડિયા કો ઓર્ડિનેટરની જાહેરાત

01:15 PM Mar 29, 2024 | Vipul Pandya

GPCC : લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઇ ગયું છે ત્યારે કોંગ્રેસે પણ પોતાની તમામ તાકાત લગાડવાની શરુઆત કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે (GPCC) તમામ 26 લોકસભા બેઠક દીઠ મીડિયા કો ઓર્ડિનેટરની જાહેરાત કરી છે.

26 લોકસભા બેઠક દીઠ મીડિયા કો-ઓર્ડિનેટરની નિમણૂક

લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે પુરજોશમાં તૈયારીઓ આદરી દીધી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક દીઠ મીડિયા કો-ઓર્ડિનેટરની નિમણૂકની જાહેરાત કરી હતી. ગુજરાતની 26 લોકસભા બેઠક દીઠ મીડિયા કો-ઓર્ડિનેટર બેઠકો પર નજર રાખશે

ગુજરાતના 4 ઝોનમાં વિભાગીય પ્રવક્તાની પણ નિમણૂક

ગુજરાતના 3 ઝોનમાં મીડિયા સેન્ટર ઉભા કરી વિવિધ બેઠકો પર નજર રાખવામાં આવશે. ઉપરાંત ગુજરાતના 4 ઝોનમાં વિભાગીય પ્રવક્તાની પણ નિમણૂક કરવામાં આવી છે.

આ આગેવાનો મીડિયા સેન્ટર ઇન્ચાર્જ

જે મુજબ દ.ગુજરાત મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નૈષધ દેસાઈની નિમણૂક કરાઇ છે જ્યારે સૌરાષ્ટ્રમાં મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે ડો.નિદત બારોટની નિમણૂક કરાઇ છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નરેન્દ્ર રાવતની નિમણૂક કરાઇ છે. આ આગેવાનો વિભાગીય પ્રવક્તા રહેશે

આ પણ વાંચો—– Banaskantha : પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ કોંગ્રેસને કર્યા રામ રામ

આ પણ વાંચો—- પરશોત્તમ રૂપાલાના વિવાદને લઇને ભાજપનું ડેમેજ કન્ટ્રોલ, રોષને શાંત કરવા જયરાજસિહ સક્રિય

આ પણ વાંચો— Anand Lok Sabha seat : 2014 બાદ મોદી લહેરમાં કોંગ્રેસના ગઢમાં કાંગરા ખર્યા

આ પણ વાંચો— Panchmahal Lok Sabha : આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર