Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Hindenburg Research: અદાણીના શેર્સમાં ઘટાડો

10:43 AM Aug 12, 2024 |
  • હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ સોમવારે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો
  • અદાણી ગ્રૂપના શેર પ્રારંભિક સત્રમાં 17 ટકા સુધી નુકસાન
  • અદાણી ગ્રુપના તમામ શેર ગબડી ગયા

Hindenburg Research : સપ્તાહના અંતે હિંડનબર્ગ રિસર્ચ (Hindenburg Research)ના નવા અહેવાલ બાદ સોમવારે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રૂપના શેર પ્રારંભિક સત્રમાં 17 ટકા સુધીના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સમાં 164 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

અદાણીનો આ શેર સૌથી વધુ ઘટ્યો હતો

સવારે 9:15 વાગ્યે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના તમામ શેર ગબડી ગયા હતા. અદાણી એનર્જી સોલ્યુશન્સે બીએસઈ પર લગભગ 17 ટકાના નુકસાન સાથે શરૂઆત કરી હતી. જો કે કારોબાર વધવાની સાથે તેણે શાનદાર રિકવરી દર્શાવી હતી, પરંતુ તેમ છતાં સ્ટોક હજુ પણ રેડમાં છે. સવારે 9.30 વાગ્યે BSE પર શેર 2.59 ટકાના નુકસાન સાથે રૂ. 1,075.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ પણ વાંચો—-Hindenburg એ કર્યો ઘટસ્ફોટ, સેબી ચેરમેન અને ગૌતમ અદાણી વચ્ચે…

અદાણીના તમામ શેર રેડ

સવારે 9:30 વાગ્યે અદાણી ટોટલ ગેસ સૌથી વધુ 1.5 ટકાના નુકસાનનો સામનો કરી રહ્યો હતો. અદાણી પાવર અને અદાણી વિલ્મરના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ફ્લેગશિપ સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝ 2 ટકાથી વધુ ખોટમાં હતો. એ જ રીતે અદાણી ગ્રીન એનર્જીમાં પણ અઢી ટકાનો ઘટાડો નોંધાયો હતો.

શેરબજારને પણ નુકસાન

ભારતીય શેરબજારની શરૂઆત પણ આજે ઘટાડા સાથે થઈ છે. બીએસઈનો સેન્સેક્સ 375.79 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 79,330.12 પોઈન્ટ પર ખૂલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 47.45 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 24,320 પોઈન્ટ પર ખુલ્યો હતો.

બજારની પ્રતિક્રિયા અંદાજ મુજબ

વિશ્લેષકો કહેતા હતા કે સોમવારે હિન્ડેનબર્ગના તાજેતરના અહેવાલ પર બજાર ગયા વખતની જેમ પ્રતિક્રિયા આપશે નહીં, જ્યારે અહેવાલ બહાર આવ્યા પછી બજાર વિખેરાઈ ગયું હતું અને અદાણીના લગભગ તમામ શેર્સ પર લોઅર સર્કિટ લાદવામાં આવી હતી. આજના ટ્રેડિંગમાં અદાણીના શેર શરૂઆતના આંચકા બાદ સતત મજબૂતી બતાવી રહ્યા છે અને રિકવરીના સંકેતો દેખાઈ રહ્યા છે.

દોઢ વર્ષ પહેલા ભારે નુકશાન થયું હતું

અગાઉ, જ્યારે હિંડનબર્ગે જાન્યુઆરી 2023માં પહેલીવાર અદાણી જૂથને નિશાન બનાવ્યું હતું, ત્યારે અદાણીના શેરને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. રિપોર્ટ આવ્યા પછી લગભગ એક મહિના સુધી અદાણી ગ્રૂપના શેર સતત ઘટી રહ્યા હતા અને લોઅર સર્કિટનો ભોગ બની રહ્યા હતા. તે સમયે અદાણી ગ્રુપના શેરમાં 80 ટકાથી વધુનો ઘટાડો થયો હતો અને માર્કેટ કેપને 150 અબજ ડોલરથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

આ પણ વાંચો–Adani Group એ હિંડનબર્ગના અહેવાલને નકાર્યો, કહ્યું- અમારી પ્રતિષ્ઠાને બદનામ કરવાનો પ્રયાસ…