Amit Jethwa Case : રાજ્યના ચકચારી અમિત જેઠવા હત્યા કેસ (Amit Jethwa Case) માં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે. આજે હાઇકોર્ટે મત વ્યક્ત કર્યો કે સત્યની શોધમાં તપાસ એજન્સી અને પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યું છે.
દીનુ બોઘા સોલંકીને હાઇકોર્ટની મોટી રાહત
ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીને હાઇકોર્ટની મોટી રાહત મળી છે. અમિત જેઠવા હત્યા કેસમાં દીનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે. હાઇકોર્ટે મત વ્યકત કર્યો કે સત્યની શોધમાં તપાસ એજન્સી અને પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યું છે.
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદમાં હત્યા થઇ હતી.
ઉલ્લેખનિય છે કે 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદમાં હાઇકોર્ટ પાસે ગોળી મારીને હત્યા થઇ હતી. મામલામાં ભાજપના નેતા દિનુ સોલંકીની પણ સંડોવણી બહાર આવ્યા બાદ પોલીસ દ્વારા દિનુ સોલંકી સહિત આરોપીઓની પણ ધરપકડ કરાઇ હતી.
દિનુ સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો
આ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઇ હતી ત્યારબાદ હાઇકોર્ટમાં આ કેસ મામલે દિનુ સોલંકીને થયેલી સજા માકૂફ રાખી તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. હાલ તેઓ જામીન પર મુક્ત હતા અને આજે દિનુ સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો છે.
કોંગ્રેસ પર આરોપ
આ બાબતે પ્રતિક્રિયા આપતા દિનુ સોલંકીએ કહ્યું કે આ મારા અને મારા પરિવાર માટે સારા સમાચાર છે. અમને ન્યાય મળ્યો. આ બાબતો કોંગ્રેસ પ્રેરીત હતી. કોંગ્રેસ તરફથી જ અમને મામલામાં સંડોવાયા હતા. સોમનાથ દાદાની ખુબ ખુબ કૃપા તેમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો—— Ahmedabad : મતદાનના એક દિવસ પહેલા અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન, સ્કૂલોને મળી ધમકી!
આ પણ વાંચો—— Lok Sabha election : PM મોદી સહિત આ દિગ્ગજો કરશે વોટિંગ, આ 7 બેઠકો પર ખરાખરીનો જંગ!