Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આમિર ખાનની ફિલ્મે 3 વખત નામ બદલ્યા પછી કરી ત્રણ ગણી કમાણી

11:04 AM Oct 21, 2024 |
  • આમિર ખાનની ફિલ્મનું નામ 3 વખત બદલાયું, ચોથું નામ ફાઈનલ
  • 50 કરોડના બજેટમાં બનેલી ‘ફિલ્મે’ કમાયા 175 કરોડ
  • આમિર, કરીના અને રાની મુખર્જી સાથેની મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ

Aamir Khan : આમિર ખાન અને કરીના કપૂરે કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જેમાથી એક ‘તલાશ’ ફિલ્મ છે. આ મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મમાં ન માત્ર આમિર ખાન અને કરીના કપૂર જ છે, પરંતુ રાની મુખર્જી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મમાં આમિર ખાને એક ગુનાની તપાસ કરતા પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર નિભાવ્યું છે. આ ફિલ્મના બનાવ અને તેના વિશેની કેટલીક અનોખી વાતો છે જે ખૂબ જ રસપ્રદ છે.

ફિલ્મ માટે આમિર ખાને કર્યો ચોંકાવનારો નિર્ણય

પ્રારંભમાં ‘તલાશ’ માટે ઘણા મોટા અભિનેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સૈફ અલી ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજ અભિનેતાઓને આ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, ત્રણેયે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આ કારણે, આખરે આમિર ખાનને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાનો રોલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમનો આ નિર્ણય ફિલ્મ માટે ચોક્કસપણે એક મોટો વળાંક સાબિત થયો. આમિરના આ પાત્ર માટે તેમણે ઘણી તૈયારીઓ પણ કરી હતી. તેમણે આ પાત્રને સંપૂર્ણ રીતે પોતાના અંદર ઉતારવા માટે 4 મહિના સુધી આમિરે સ્વીમિંગ પણ શીખી હતી.

‘તલાશ’નું નામ ત્રણ વખત બદલાયું

આ ફિલ્મનું નામ પણ ઘણું રોમાંચક છે. આ મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મને જ્યારે બનાવવામાં આવી રહી હતી, ત્યારે તેનું નામ ત્રણ વખત બદલાયું હતું. રિપોર્ટ્સના મતે, પહેલીવાર આ ફિલ્મનું નામ ‘ધુઆ’ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ‘એક્ટ ઓફ મર્ડર’ રાખવામાં આવ્યું. આ નામ પણ ઘણું જટિલ હતું અને ફિલ્મના વિષય સાથે મેચ થતું નહોતું. તો, છેલ્લે ફિલ્મનું નામ ‘જખ્મી’ રાખવામાં આવ્યું. છેલ્લે આ નામ પણ નિર્માતાઓને યોગ્ય લાગ્યું નહોતું. બાદમાં, બહુ વિચારીને અને ચર્ચા કર્યા બાદ ફિલ્મનું નામ ‘તલાશ’ રાખવામાં આવ્યું, જે ફિલ્મની વાર્તા સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતું હતું. ‘તલાશ’ નામની પસંદગી પાત્રોની શોધ, રહસ્ય અને પ્રશ્નોને દર્શાવતી હતી.

બોક્સ ઓફિસ કલેક્શન

તલાશના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ 50 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો તેનું વર્લ્ડવાઈડ કલેક્શન 175 કરોડ રૂપિયા હતું. આ થ્રિલર ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ સારા રિવ્યુ મળ્યા હતા.

આમિર ખાન સાથે કરીના કપૂર ખાન જોવા મળી હતી

અહેવાલો અનુસાર, નિર્માણ દરમિયાન એક અફવા ફેલાઈ હતી કે ફિલ્મનો અંત કહાની (2012) જેવો જ હતો અને તેથી તેને ફરીથી શૂટ કરવી પડશે. પરંતુ આ માત્ર અફવા સાબિત થઈ. તલાશ સિવાય આમિર ખાન અને કરીના કપૂરે સાથે કામ કર્યું છે. આ બંનેએ 3 ઈડિયટ્સ અને લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ કરી હતી. બંને ફિલ્મોમાં આમિર અને કરીનાની કેમેસ્ટ્રીને પસંદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  ધમકીઓ વચ્ચે Salman Khan ના નિવેદને ચર્ચા જગાવી! Bigg Boss 18 શોમાં કહી આ વાત, જુઓ Video