Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat ની ચોંકાવનારી ઘટના, છત્રી બચાવવા જતા યુવકે ગુમાવ્યો જીવ

02:51 PM Jul 25, 2024 | VIMAL PRAJAPATI

Surat: ગુજરાતના માટે ભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે. પરંતુ સુરતમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. જેમાં વિગતે વાત કરવામાં આવે તો, ગોડાદરા વિસ્તારમાં ખાડીપુર દરમિયાન બે માળ સુધીના બેઝમેન્ટમાં યુવક ગરકાવ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરત (Surat) ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે યુવકની શોધખોળ કરવા માટે ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

22 વર્ષીય યુવક ગત રોજ પાણીમાં ગરકાવ થયો

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને પગલે બે માળ સુધીના બેઝમેન્ટમાં પાણી ભરાયું હતું જેમાં એક 22 વર્ષીય યુવક ગત રોજ પાણીમાં ગરકાવ થયો હતો. વિગતો એવી સામે આવી છે કે, ભારે પવન સાથે વરસાદ આવતા યુવકની છત્રી ઉડી ગઈ હતી. નોંધનીય છે કે, એ છત્રી પકડવા ગયેલ યુવક નિર્માણાધીન બાંધકામ સાઇટના બેઝમેન્ટના ભાગે ગરકાવ થયો હતો. જેથી તે યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે.

ખાડીપુરની સમસ્યાએ એક નિર્દોષ યુવકનો ભોગ લીધો

સુરત (Surat)માં ખાડી પુરની સમસ્યાના કારણે બેઝમેન્ટનો ભાગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરક થઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી. જે ખાડીપુરની સમસ્યાએ એક નિર્દોષ યુવકનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અત્યારે યુવકના મૃતદેહની ફાયર દ્વારા શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે. સુરતમાં દરિયો પાસે હોવાથી ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અત્યારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી છે.

આ પણ વાંચો: Rajkot: કહેવાતા સમાજ સેવકોએ વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, આખરે યુવતી ખખડાવ્યો ન્યાયનો દ્વાર

આ પણ વાંચો: Gujarat: શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર, ફરી એકવાર બહાર પડી જ્ઞાન સહાયની ભરતી

આ પણ વાંચો: Soil Scam: સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાં માટી કૌભાંડ, કલેકટરે આપ્યા તપાસના આદેશ