Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gir : એક મત પડ્યો અને થયું 100 ટકા મતદાન

02:39 PM May 07, 2024 | Vipul Pandya

Gir : લોકસભા ચૂંટણી માટે આજે સવારથી જ રાજ્યમાં મતદાન થઇ રહ્યું છે. શહેરી અને ગ્રામિણ મતવિસ્તારમાં સવારથી જ લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે ત્યારે ગીર (Gir) ના જંગલની મધ્યમાં આવેલા બાણેજ બુથમાં એક મત નાંખતાની સાથે જ 100 ટકા મતદાન થઇ ગયું હતું.

અનોખા મતદાન મથકમાં 100 ટકા મતદાન

ગીર સોમનાથનાં ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં 100 ટકા મતદાન થયું છે. મધ્ય ગીર જંગલમાં વર્ષોથી ચૂંટણી પંચ દ્વારા એક મતદાન મથક ઉભુ કરવામાં આવે છે કારણ કે અહીં એક મતદાતા રહે છે. ચૂંટણીમાં એક મતનું પણ કેટલું મહત્વ છે તે દર્શાવવા અહીં એક મતદાતા રહેતો હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા મતદાન માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.

બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ પોતાનો મત આપ્યો

મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3માં આજે બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ પોતાનો મત આપ્યો હતો. તેઓ આ બુથના એક માત્ર મતદાર હોવાથી તેમના મત આપવાની સાથે જ બુથમાં 100 ટકા મતદાન થયું હતું.

ચૂંટણીમાં 1 મતનું પણ મુલ્ય

ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે. દરેક ચૂંટણીમાં અહીં મતદાન મથક ઉભુ કરવામાં આવે છે.

આ બૂથ પર ફોસાઇડીગ ઓફિસર સહિત કુલ 8 જેટલા લોકો સ્ટેન્ડ બાય

ચૂંટણી પંચ દ્વારા અનેક વર્ષોથી અહીના એક મતદાતા માટે મધ્ય ગીરની વચ્ચે પોલિંગ બૂથ ઊભુ કરે છે. અહીના પૂર્વ મહંત ભરતદાસ બાપુ એક માત્ર મતદાતા હતા જેનું અવસાન થતા હવે તેના શિષ્ય હરિદાસ બાપુ અહીં વસવાટ કરે છે અને તે હવેથી અહીના એક માત્ર મતદાતા તરીકે ઓળખાય છે. આ બૂથ પર ફોસાઇડીગ ઓફિસર સહિત કુલ 8 જેટલા લોકો સ્ટેન્ડ બાય રહે છે. આ સાથે અહીં સિંહ અને દીપડા સહિતના હિંસક પ્રાણીઓ હોવાના કારણે વન વિભાગનો સ્ટાફ પણ ખડે પગે રહે છે.

આ પણ વાંચો——- Lok Sabha Election 2024 : ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ, 1 વાગ્યા સુધીમાં સરેરાશ 39.92 ટકા મતદાન…

આ પણ વાંચો—— VADODARA : રાજવી પરિવારે મતદાન કર્યું, જાણો રાજમાતાએ શું કહ્યું

આ પણ વાંચો—– Special Polling Booth: માત્ર એક મત માટે ખાસ પોલિંગ બૂથની વ્યવસ્થા, જાણો કોણ છે આ એક મતદાતા?