Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

TAPI ના બેડપાડા ગામે રહેતો 9 વર્ષિય બાળકની બે હાથે લખવાની કુદરતી અનોખી કલા

10:58 PM Jul 07, 2023 | Dhruv Parmar

તાપી જિલ્લાના બેડપાડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ -4 માં અભ્યાસ દિવ્યાંગ ગામીત નામ નો બાળક જે બે હાથે એક સાથે લખવાની કુદરતી કલા મેળવી છે. એક સાથે બે હાથે લખે તો શાળાના શિક્ષકોથી લઈને સાથે અભ્યાસ કરતાં સાથી વિધાર્થી પણ જોતા રહી જાય અને આજુ બાજુના ગામ લોકો પણ દિવ્યાંગ ગામીતની બે હાથથી લખવાની કલા જાણીને ઘરે જોવા આવે છે.

ભાગ્યેજ કોઈને કુદરતની કરામત નસીબે મળતી હોઈ છે . જેમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ એક નાનકડા બેડપાડા ગામ જ્યાં ગરીબ આદીવાસી પરીવારમાં જન્મેલા દિવ્યાંગ ગામીત જેની હાલ 9 વર્ષની આયું છે અને તે ધોરણ -4 માં અભ્યાસ કરે છે. તેના માતા સીતાબેન ગામીત અને પિતા પ્રવીણ ગામીતનાં જણાવ્યા અનુસાર તેમની બાળક બે હાથે લખે છે અને એક સાથે બેવ હાથથી લખી શકે છે.

તે તેમને તેમનો બાળક ધોરણ -1 માં અભ્યાસ કરવા ગયો ત્યારે તેમના વર્ગ શિક્ષક એ તેમને જણાવ્યું કે તેમનો બાળક બે હાથે લખે છે અને એક સાથે બે હાથે પણ લખી શકે છે ત્યારે તેમના માતા પિતા આશ્ચર્યચકિત થઈ ગયા અને ત્યારે બાદ હવે દિવ્યાંગ ધોરણ – 3 ની પરીક્ષા આપી છે તેને માતા માં જણાવ્યા અનુસાર તે શાળા અભ્યાસ કરે ત્યારે તેને બે હાથ થી લખવાની કલા તેના જોડે અભ્યાસ કરતા તમામ લોકો જોતા રહી જાય છે અને ગામ લોકો ઓન દિવ્યાંગ ને ઘરે જોવા માટે આવે અને દિવ્યાંગ ને બંને હાથે લખતા જોઈ આશ્ચર્યચકિત પણ થાય જાય છે.

દિવ્યાંગનાં માતા પિતા બેડપાડા ગામે રહે છે અને ખેતીકામ થકી પરિવારનું ગુજરાન ચલાવે છે દિવ્યાંગ ને કુદરતે આપેલ બે હાથે લખવાની કલાથી તેવો જણાવી રહ્યા છે કે અમને ખુબ આનંદ થાય છે કે અમારા પુત્ર ને આ બેવ હાથે લખવાની કલા આવડે છે અને આવી કલા ભાગ્યેજ કોઈ છોકરા જોવા મળે તો મળે છે અને દિવ્યાંગ અભ્યાસ કરવામાં પણ ખુબ હોશિયાર છે જેથી એમને તેનો ખુબ આનંદ છે.

અહેવાલ : અક્ષય ભદાણે, તાપી

આ પણ વાંચો : AHMEDABAD : શું તમે જાણો છો કરમન સોનીને કે જેણે યુવા વયે ‘DRUM’ વગાડવામાં મહારથ હાંસલ કરી?

– શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
– શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
– શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
– શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
– શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
https://www.gujaratfirst.com/gujaratkegenius/
પર આપના બાળકનું નામ
આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની
માહિતી જણાવતું ભરો ફૉર્મ અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા
આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે
આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ
નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને